ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં નવા વર્ષના પહેલા દિવસે જ એક મેચમાં કોન્ટ્રોવર્સી થઈ ગઈ. બ્રિસ્બેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે મેચ હતી. 19મી ઓવરના બીજા બોલ પર સિક્સર્સ ટીમના જોર્ડન સિલ્કે એક્સ્ટ્રા કવર તરફ હવામાં શોટ ફટકાર્યો, જ્યાં હીટ ટીમના માઈકલ નેસરે 3 પ્રયત્નમાં શાનદાર કેચ પકડ્યો. આ કેચ પર કોન્ટ્રોવર્સી થવા લાગી.
શું છે કોન્ટ્રોવર્સી?
નેસરે બાઉન્ડરીની અંદર બોલ પકડ્યો અને પહેલા બોલને હવામાં ઉછાળ્યો. બોલ બાઉન્ડરીની બહાર ગયો. નેસર લગભગ 2-3 મીટર બાઉન્ડરીની બહાર ગયો અને હવામાં ઉછાળેલા બોલને બીજી વખત ઉછાળીને અંદર પહોંચાડ્યો. અને ફરીથી બાઉન્ડરીની અંદર જઈને કેચ પૂરો કર્યો. એમ્પાયરે સિલ્કને આઉટ આપ્યો અને તેમની ટીમ હારી ગઈ.
આ કેચ પછી ક્રિકેટ એક્સપર્ટ પણ કન્ફ્યુઝ થઈ ગયા. ઘણા એક્સપર્ટે કહ્યું હતું કે એક વખત બાઉન્ડરીની બહાર ગયા પછી ફિલ્ડર કેચ પકડે તો તેને લીગલ માનવામાં ન આવે.,પરંતુ ઘણાએ આ કેચને લીગલ માન્યો. આગળ આપણે જાણીશું કે આ પ્રકારના કેચ પર iccનો સત્તાવાર નિયમ શું કહે છે. સાથે જ આ પ્રકારના કેચનું બીજું ઉદાહરણ પણ જોઈશું.
સૌથી પહેલા જુઓ માઈકલ નેસરનો કેચ...
શું છે MCCનો નિયમ?
આ પ્રકારના કેચનો ઉલ્લેખ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના નિયમ નંબર 19.5.2માં કરવામાં આવ્યો છે, જે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) માટે ક્રિકેટના નિયમો બનાવે છે. એ અનુસાર, કેચ પકડતા સમયે બોલને પહેલી વખત અડતી વખતે ફિલ્ડરના પગ બાઉન્ડરીની અંદર હોવા જોઈએ. ત્યાર પછી કેચ પકડતી વખતે પણ ફિલ્ડરના પગ બાઉન્ડરીની અંદર હોવા જોઈએ.
બોલ સાથેના આ કોન્ટેક્ટ વચ્ચે ફિલ્ડર બાઉન્ડરીની બહાર જઈ શકે છે. તે બોલને બાઉન્ડરીની બહાર હવામાં ઉછાળીને પણ ગ્રાઉન્ડમાં અંદર પણ ફેંકી શકે છે, પરંતુ બાઉન્ડરીની બહાર ઊભા રહીને બોલને પકડી શકતો નથી. આમ કરવાથી કેચ કમ્પ્લીટ માનવામાં આવશે નહીં અને બેટર નોટઆઉટ રહેશે.
નેસરનો કેચ નિયમોની વિરુદ્ધ કેમ નહીં?
બિગ બેશ લીગમાં નેસરે કેચ પકડતા સમયે MCCના નિયમોનું પાલન કર્યું. પહેલી વખત કેચ પકડતા સમયે તે બાઉન્ડરીની અંદર હતો અને કેચ પૂર્ણ કરતા સમયે પણ તે બાઉન્ડરીની અંદર હતો. આ દરમિયાન તે બાઉન્ડરીની બહાર પણ ગયો, પરંતુ ત્યાં ઊભા રહીને બોલને પકડ્યો નહીં. તેણે બોલને હવામાં ઉછાળીને ગ્રાઉન્ડની અંદર ફેંક્યો, આથી એ કેચ કમ્પ્લીટ ગણવામાં આવ્યો અને સિલ્કને આઉટ આપવામાં આવ્યો.
બાઉન્ડરીની બહાર ફિલ્ડર કેમ ઊભો નથી રાખી શકાતો?
ઘણા એક્સપર્ટ આ વાત પર ચર્ચા કરે છે કે જો ફિલ્ડર બાઉન્ડરીની બહાર જઈને કેચ કરી શકે છે, તો શોટ વાગ્યા પહેલાં તે બહાર ઊભો કેમ રહી શકતો નથી. આનો ઉલ્લેખ પણ MCCના રૂલ નંબર 19.5.2માં છે. એ અનુસાર, બોલ ફેંક્યા પહેલાં તમામ ફિલ્ડર્સે બાઉન્ડરીની અંદર રહેવું પડશે.
બોલ ફેંક્યા પછી પણ ફિલ્ડર્સે ગ્રાઉન્ડની અંદર એક વખત બોલને અડવો પડશે. ત્યાર પછી જ તે બાઉન્ડરીની બહાર જઈને કેચ અથવા બાઉન્ડરી રોકવા પ્રયત્ન કરી શકે છે. જો ફિલ્ડર બોલ ફેંક્યા પહેલાં બાઉન્ડરીની બહાર ઊભો રહેશે તો તે બોલ નો બોલ કહેવાશે.
રેનશોનો આ કેચ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. કેચનો વીડિયો અહીં જુઓ...
શું રહ્યું મેચનું પરિણામ?
1 જાન્યુઆરીના રોજ બ્રિસ્બેનના ધ ગાબા મેદાનમાં બ્રિસ્બેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે મેચ રમાઈ હતી. હીટે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે 20 ઓવરમાં 5 વિકેટે 224 રન બનાવ્યા હતા. તેમના તરફથી જોસ બ્રાઉને 23 બોલમાં 62 અને નાથન મેકસ્વીને 51 બોલમાં 84 રન બનાવ્યા હતા.
225 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી સિડની સિક્સર્સના જેમ્સ વિંસે 24 બોલમાં 41 રન બનાવ્યા. જોર્ડને 23 બોલ પર 41 રન બનાવ્યા અને ટીમ 20 ઓવરમાં 10 વિકેટ પર માત્ર 209 રન બનાવી શકી. એ સિવાય માર્ક સ્ટીકેટી, મેથ્યુ કુહનમેન અને રોસ વ્હીટનીને 2-2 વિકેટ મળી હતી.
ખરા સમયે સિલ્ક આઉટ થયો
225 રનના ટાર્ગેટમાં 8.4 ઓવર સુધી સિક્સર્સે 96 રન પર 3 વિકેટ ગુમાવી હતી. 5મા નંબરે જોર્ડન સિલ્ક બેટિંગ કરવા આવ્યો. તેણે 22 બોલમાં 41 રન બનાવ્યા હતા. ટીમને 11 બોલમાં 26 રનની જરૂર હતી. ત્યાર પછી સિલ્કે સ્ટ્રાઈકર્સના માર્ક સ્ટેકેટીની ઓફ સાઈડ પર ફુલર લેન્થ બોલ પર ઈનસાઈડ આઉટ શોટ રમ્યો, જ્યાં નેસરે લોંગ ઓફથી એક્સ્ટ્રા કવર તરફ અદ્ભુત કેચ લીધો. સિલ્ક 199 રનના ટીમ સ્કોર પર 8મી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો. તેના ગયા બાદ ટીમ 10 બોલમાં 10 રન જ બનાવી શકી અને 15 રનથી મેચ હારી ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.