KKRના યુવા બેટર વેંકટેશની કહાની:નાનપણમાં ટીમ ઈન્ડિયાના હારવા પર બિમાર પડી જતો; ક્રિકેટમાં ગાંગુલી અને એક્ટિંગમાં રજનીકાંત મનપસંદ

2 મહિનો પહેલા

IPLમાં ઈન્દૌરના ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર પોતાના શાનદાર ફોર્મના લીધે હાલ ચર્ચામાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા અય્યરે આ વર્ષે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે. અય્યરના માતા-પિતા પોતાના પુત્રના આ પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે અને તેમને પોતાના દીકરા પર ગર્વ પણ છે. તેમની ઈચ્છા છે કે દીકરો ટીમ ઈન્ડિયા માટે રમે.

ઈન્દૌરના તિલક નગર વિસ્તારમાં વેંકટેશ અય્યરના પિતા રામશેખરન અય્યર અને મા ઉષા અય્યર રહે છે. વેંકટેશના પીતા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. મા ઈન્દૌરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ન્યૂરોલોજી વિભાગમાં ફ્લોર કોઓર્ડિનેટર છે. વેંકટેશના પિતાએ જણાવ્યું કે તેમનો પરિવાર 1988માં ચેન્નઈથી ઈન્દૌર આવ્યો હતો. ડિસેમ્બર 1994માં વેંકટેશનો જન્મ ઈન્દૌરમાં જ થયો હતો. વેંકટેશે સ્કૂલનો અભ્યાસ સેંટ પોલથી કર્યો. રેનસા કોલેજથી B.COM અને DAVVથી MBA ફાઈનાન્સમાં કર્યું. સૌરભ ગાંગુલી તેનો આઈડલ છે અને તે સુપરસ્ટાર રજનીકાંતનો મોટો ફેન છે.

વેંકટેશની માતા ઉષા અય્યર અને પિતા રામશેખરન અય્યર
વેંકટેશની માતા ઉષા અય્યર અને પિતા રામશેખરન અય્યર

નાનપણમાં ઈન્ડિયાની હારથી બિમાર પડી ગયો હતો
પિતાએ જણાવ્યું કે વેંકટેશ જ્યારે 6ઠ્ઠા ધોરણમાં હતાં, ત્યારે ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ હતી. સૌરવ ગાંગુલી ઓછા રન પર આઉટ થયો હતો અને ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. તે વખતે વેંકટેશ ખૂબ જ અપસેટ થઈ ગયો હતો અને તેને તાવ આવી ગયો હતો. ત્યારે ખ્યાલ આવ્યો કે વેંકટેશને ક્રિકેટથી કેટલો લગાવ છે. વેંકટેશ સૌરભ ગાંગુલીને પોતાનો આઈડલ માને છે અને તેમના પ્રમાણે જ રમે છે. વેંકટેશ લેફ્ટ હેન્ડથી બેટિંગ અને રાઈટ હેન્ડથી બોલિંગ કરે છે.

રજનીકાંતનો મોટો ફેન
વેંકટેશની મા ઉષા અય્યરે જણાવ્યું કે વેંકટેશ શરુથી જ સ્માર્ટ છે. તે અભ્યાસની સાથે-સાથે સ્પોર્ટ્સમાં પણ સારો છે. વેંકટેશને TV જોવું ખૂબ જ પસંદ છે. તે ફિલ્મો અને ખાસ કરીને કુકિંગ શો જોવે છે. તે રજનીકાંતનો પણ ફેન છે. રજનીકાંતની તમામ ફિલ્મો તે જોવે છે. ઘણી વખતતો ચેન્નઈમાં પોતાની મોટી બહેનના ત્યાં જાય તો ત્યા થિયેટરમાં જઈને પણ રજનીકાંતની ફિલ્મો જોવે છે.

વેંકટેશને સાઈરામના નામથી બોલાવે છે
વેંકટેશ પોતાના માતા-પિતા અને બહેનનું ખૂબ ધ્યાન રાખે છે. તે તેમની માથી ઘણો નજીક છે. તે મોટા ભાગની વાતો પોતાની મા સાથે શેર કરે છે. ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાની હોય તો પોતાની મા સાથે જ વેંકટેશ ચર્ચા કરે છે. ઉષા પ્રમાણે વેંકટેશનું ઘરનું નામ સાઈરામ છે. પરિવાર અને આજૂબાજૂના દરેક લોકો વેંકટેશને સાઈરામના નામથી જ બોલાવે છે.

પરિવાર સાથે અય્યરની સેલ્ફી
પરિવાર સાથે અય્યરની સેલ્ફી

ખનૂજા ક્લબથી શરુઆત કરી
પિતાએ કહ્યું કે વેંકટેશે સૌથી પહેલા ખનૂજા ક્રિકેટ ક્લબમાં શરુઆત કરી હતી. ત્યાં ઈન્દ્રજીત સિંહ સરે વેંકટેશને કોચિંગ આપ્યું હતું. ત્યાર બાદ સાદિક સરે. ત્યાર બાદ વેંકટેશને MYCCમાં દિનેશ શર્માએ ક્રિકેટ શિખવાડ્યું. દિનેશ શર્માએ જ વેંકટેશની છૂપાયેલી પ્રતિભાને ઓળખી. MPCAના કોચ ચંદ્રકાન્ત પંડિતે વેંકટેશને ટ્રેનિંગ આપી. તેમણે કહ્યું કે તે દરેક મેચ પહેલા વેંકટેશને મેસેજ કે ફોન કરીને શુભકામનાઓ પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...