તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર:ફાસ્ટ બોલર સિરાજના પિતાનું નિધન, રિક્ષા ચલાવીને પુત્રનું ક્રિકેટર બનવાનું સપનું સાકાર કર્યું

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ તેમના પિતા અને માતા સાથે (ફાઈલ ફોટો)

ભારતીય ટીમ કોરોના વચ્ચે પોતાની પહેલી ક્રિકેટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન ટીમમાં શુક્રવારે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટેસ્ટ ટીમમાં સામેલ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ(26)ના પિતા મોહમ્મદ ઘોસ(53)નું હૈદરાબાદમાં નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યો હતા. સિરાજના પિતાએ રિક્ષા ચલાવીને મોહમ્મદ સિરાજને ક્રિકેટર બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં ક્વોરોન્ટાઈન પિરિયડના કારણે સિરાજ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થઈ શકે. ફાસ્ટ બોલર સિરાજે IPL રમ્યાં બાદ ટીમની સાથે UAEથી સીધો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો.

પ્રેક્ટિસથી પરત ફર્યા બાદ ઈંતકાલના સમાચાર મળ્યા
સિરાજ સિડનીમાં ક્વોરોન્ટાઈનમાં પ્રેકટિસ કરી રહ્યાં છે. શુક્રવારે સવારે ટ્રેનિંગથી પરત ફર્યા બાદ તેઓને પિતાના ઈંતકાલના સમાચાર મળ્યા. સિરાજે કહ્યું, "મેં આ સમાચાર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને જણાવ્યા. તેઓએ મને હિંમત રાખવાનું કહ્યું." તેઓએ મને કહ્યું કે ટીમ મારી સાથે જ છે.

હું પિતાના સપનાઓને પૂરાં કરીશઃ સિરાજ
સિરાજે 7 વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈને ગુમાવી દીધો હતો. તેઓએ કહ્યું, "પિતાની હંમેશાથી એક ઈચ્છા હતી અને તેઓ કાયમ કહેતા કે મારો પુત્ર દેશનું નામ રોશન કરશે. હું પિતાની ઈચ્છાને પૂરી કરીશ."

પિતાએ રિક્ષા ચલાવીને મારું સપનું પુરૂ કર્યું
હૈદરાબાદની નાનકડા વિસ્તાર ટોલી ચૌકીથી આવતા સિરાજે કહ્યું, "હું જાણું છું કે પિતાએ મારું સપનું પૂરુ કરવા માટે ઘણી જ મહેનત કરી છે. તેઓ રિક્ષા ચલાવતા હતા. તેમના ઈંતકાલના સમાચાર મારા માટે ઝટકા સમાન છે. મેં મારા જીવનનો સૌથી મોટો સપોર્ટ ગુમાવી દીધો."

IPLમાં સિરાજે 35 મેચમાં 39 વિકેટ લીધી હતી
સિરાજે 2016-17ના રણજી સીઝનમાં 41 વિકેટ લીધી હતી. જે બાદ તેને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિરાજે લીગમાં 35 મેચ રમી, જેમાં તેને 39 વિકેટ લીધી હતી. તેને ટીમ ઈન્ડિયા માટે 3 ટી-20માં 3 વિકેટ લીધી છે. સિરાજે એક વન ડે મેચ પણ રમી છે જો કે તેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો