તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવરફુલ પંત:રૂષભ પંતની બેટિંગના ફેન થયા બ્રિટીશ અને પાકિસ્તાની ખેલાડી, ઈન્ઝીએ ધોની અને ગિલક્રિસ્ટ સાથે તુલના કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય વિકેટકીપર રૂષભ પંતે સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષયું અને પોતાની રમતથી લોકોને પ્રભાવિત પણ કર્યા છે. - Divya Bhaskar
ભારતીય વિકેટકીપર રૂષભ પંતે સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષયું અને પોતાની રમતથી લોકોને પ્રભાવિત પણ કર્યા છે.
  • ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન ઈયાન બેલે પંતને 'દુર્લભ પ્રતિભાશાળી' ગણાવ્યો છે.
  • ઈન્ઝમામ હકે કહ્યું પંત જે રીતે અલગ અલગ બેટિંગ પોઝિશન પર આવીને શાનદાર બેટિંગ કરે છે તે લાજવાબ છે.
  • પંતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની છેલ્લી બે ટેસ્ટમાં 89 અને 97 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની 4 મેચમાં વિકેટકીપર બેટ્સમેને 54ની સરેરાશથી 270 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડની ભારત ટૂર રોમાંચક મુકાબલાઓની સાથે પૂર્ણ થઈ ગઈ છે. આ ટૂરમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર પોતાના ખેલાડીઓના કેટલાંક રેકોર્ડ્સ અને કેટલીક યાદો જ લઈને પરત ફરી છે. ટેસ્ટ બાદ ટી-20 અને વનડેમાં પણ બ્રીટીશ ટીમ સીરીઝ હારી ગઈ છે. જો કે આ ટૂર દરમિયાન ભારતીય વિકેટકીપર રૂષભ પંતે સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષયું અને પોતાની રમતથી લોકોને પ્રભાવિત પણ કર્યા. ઈંગ્લેન્ડ વિરૂદ્ધની છેલ્લી વનડેમાં પંતે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. આ કારણે જ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર પણ પાવરફુલ પંતના ફેન બની ગયા.

પંતની બેટિંગના માત્ર બ્રિટિશના જ પૂર્વ ખેલાડી નહીં પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર પણ પંતની પ્રશંસા કરી રહ્યાં છે. પાકિસ્તાાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમમા ઉલ હકે ભારતીય વિકેટકીપર કમ બેટ્સમેનની જોરદાર પ્રશંસા કરી છે. ઈન્ઝમામે પંતની તુલના મહેન્દ્રસિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટ સાથી કરી છે અને કહ્યું કે જો તે આવું જ રમતો રહેશે તો આ બંને ખેલાડીને ઘણાં જ પાછળ છોડી દેશે. પંતનું પ્રદર્શન છેલ્લે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી ટેસ્ટ અને ટી-20 સીરીઝમાં ઘણું જ સારું રહ્યું છે. તો છેલ્લી મહત્વની વનડેમાં પંતે માત્ર 40 જ બોલમાં જોરદાર ફટકાબાજી કરી 77 રન ફટકાર્યા હતા.

પ્રતિભાશાળી પંત
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન ઈયાન બેલે પંતને 'દુર્લભ પ્રતિભાશાળી' ગણાવ્યો છે. અને કહ્યું કે તેઓ આ યુવ વિકેટકીપર બેટ્સમેન વગર કોઈ જ ભારતીય ટીમની કલ્પના ન કરી શકે. બેલે ઈએસપીએનક્રિકઈન્ફો પર કહ્યું કે, 'હું પંત વગર કોઈ જ ભારતીય ટીમની કલ્પના ન કરી શકું. એવો અનુભવ થાય છે કે જેમ કે તે ભવિષ્ય છે અને તે એક વિશ્વસ્તરીય ખેલાડી બનવાની રાહ પર છે.'

તેઓએ વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે તે એક દુર્લભ પ્રતિભા છે અને આ તેની શરૂઆત છે. પરંતુ તેનું કરિયર સફળ છે. તે એક અવિશ્વનિય ખેલાડી છે. તે એક વાસ્તવિક મેચ વિજેતા છે.' બેેલે વધુમાં કહ્યું કે, 'તેના માટે આ સીરીઝ ઘણી જ શાનદાર રહી. ત્રણેય ફોર્મેટમાં તેને ઘણું જ સારું પ્રદર્શન દેખાડ્યું. આજે મેં તેનામાં એક શાંતચિત બેટ્સમેનને જોયો. જેને જોખમ ભરેલા શોટ ન રમ્યા.'

બુસ્ટર છે પંત
પોતાના સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે, 'જેને ઈન્ડિયાની બેટિંગને નીચલા ક્રમે બૂસ્ટ કર્યું તે રૂષભ પંત છે. જેને 40 બોલમાં 77 રનની આતીશબાજી કરી, તેના કારણે જ ઈન્ડિયાનો રનરેટ ઉપર આવ્યો. હું છેલ્લાં 6-7 મહિનાથી તેને ફોલો કરી રહ્યો છું અને તે જે રીતે અલગ અલગ બેટિંગ પોઝિશન પર આવીને શાનદાર બેટિંગ કરે છે તે લાજવાબ છે.'

પંતની તુલના ધોની અને ગિલક્રિસ્ટ સાથે કરી
ઈન્ઝમામ ઉલ હકે પંતની તુલના ધોની અને ગિલક્રિસ્ટ સાથે કરતાં કહ્યું કે, 'તે જે રીતે પોતાને એક્સ્પ્રેસ કરે છે અને જે પ્રકારના રેન્જના શોટ તેની પાસે છે એવું મેં 30થી 35 વર્માં માત્ર બે જ વિકેટકીપર બેટ્સમેન પાસે જોયું છે, અને તે છે મહેન્દ્રસિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટ. આ બંને વિકેટકીપર જેઓ મેચને પલટાવી નાખવાનું કૌવત ધરાવતા હતા. રૂષભ પંત પણ જે પ્રકારનું પ્રદર્શન કરે છે, જો તે આવું જ રમતો રહેશે તો તે ધોની અને ગિલક્રિસ્ટને ઘણાં પાછળ છોડી દેશે.'

ઈન્ઝમામે જણાવ્યું કે બીજી વનડે પંતના કારણે જ ભારતનો સ્કોર 336 જેવાં વિશાળ લક્ષ્ય સુધી પહોંચ્યો હતો.

ઓસ્ટ્રેલિયા ટૂરથી પંત ફોર્મમાં છે
રૂષભ પંત ઓસ્ટ્રેલિયાની ટૂર પરથી સતત ફોર્મમાં રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેને ગાબાના મેદાનમાં 89 રનની નોટઆઉટ ઈનિંગ રમીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. તો ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં પણ પંતે શાનદાર 97 રન બનાવ્યા હતા. જે બાદ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની 4 મેચમાં વિકેટકીપર બેટ્સમેને 54ની સરેરાશથી 270 રન ફટકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો