• Gujarati News
  • Sports
  • Cricket
  • Fan Arrived With A Poster Of A Bulldozer On The Ground Of The Over, Praising The Law And Order Situation

લંડનમાં પણ યોગીજીની બોલબાલા:ઓવલના મેદાન પર બુલડોઝરનું પોસ્ટર લઈ પહોંચ્યો ફેન, કાયદા વ્યવસ્થાની પ્રશંસા કરી

3 મહિનો પહેલા
  • બુમરાહે લીધી 6 વિકેટ; રોહિત-ધવને પણ તોફાની બેટિંગ કરી

આમ જોવા જઈએ તો યોગી આદિત્યનાથની ચર્ચા અવારનવાર થતી રહેતી હોય છે, પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી વન-ડે મેચમાં યોગીજીનો સમર્થક તેમનું પોસ્ટર લઈને મેદાનમાં પહોંચ્યો હતો. અહીં ઓવલના ગ્રાઉન્ડ પર તે બુલડોઝર બાબાને યાદ કરતો જોવા મળ્યો હતો. તે પોતાના હાથમાં બુલડોઝર બાબાનું પોસ્ટર લઈને આવેલા આ દર્શકે CM યોગી આદિત્યનાથની ઘણી પ્રશંસા કરી હતી. તેણે ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો.

આ દર્શક વ્યવસાયે એન્જિનિયર છે અને તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. યોગીની તસવીરવાળી ટીશર્ટ પહેરી આ ફેનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં ઘણા બ્રિટિશ નાગરિક પણ જોવા મળી રહ્યા છે.

48 વર્ષ પછી ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો
ટીમ ઈન્ડિયાએ 3 વન-ડે મેચની સિરીઝના પહેલા મુકાબલામાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું. 48 વર્ષમાં આ પહેલી વખત છે કે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. ભારતે અંગ્રેજ વિરુદ્ધ 1974માં પહેલી વખત વન-ડે મુકાબલો રમ્યા હતા. 110 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમમાં સૌથી વધુ રન કેપ્ટન રોહિત શર્માએ બનાવ્યા.

જસપ્રીત બુમરાહે (19/6) કરિયર બેસ્ટ પર્ફોર્મન્સને કારણે ટીમ ઈન્ડિયાએ ત્રણ વન-ડે મેચની સિરીઝના પહેલા મુકાબલામાં ઈંગ્લેન્ડને 25.2 ઓવરમાં 110 રને ઓલઆઉટ કરી દીધા. આ ઈંગ્લેન્ડનો ભારત વિરુદ્ધ અત્યારસુધીનો સૌથી ઓછો સ્કોર છે. બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક દિવસીય મેચમાં સૌથી ઉત્કૃષ્ટ બોલિંગ કરનાર ભારતીય બોલર પણ બની ગયો. તેણે આશિષ નેહરાનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

બુમરાહે લીધી 6 વિકેટ; રોહિત-ધવને પણ તોફાની બેટિંગ કરી
2003ના વર્લ્ડ કપમાં નેહરાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 23 રન આપીને 6 વિકેટ લીધી હતી. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમીએ પણ શાનદાર બોલિંગ કરતાં 3 વિકેટ લીધી. ભારતે ઈંગ્લેન્ડની 5 વિકેટ 10 ઓવરમાં જ પાડી દીધી હતી. 2004 પછી આ કારનામો પહેલી વખત ટીમ ઈન્ડિયાના બોલર્સે દેખાડ્યું. આ પહેલાં દામ્બુલામાં UAE વિરુદ્ધ ભારતે 10 ઓવરમાં 5 વિકેટ લીધી હતી.

વન-ડેમાં બીજીવાર બધી વિકેટ પેસર્સને મળી
ભારત તરફથી 10 વિકેટ ફાસ્ટ બોલર્સે જ લીધી હતી. વન-ડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ આ પ્રમાણેનો રેકોર્ડ માત્ર બીજીવાર જ નોંધાવ્યો છે, જ્યારે બધી વિકેટ પેસર્સ ઝડપી ગયા હોય. અગાઉ 2014માં બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુર વન-ડેમાં આવું થયું હતું. ત્યારે સ્ટુઅર્ટ બિન્નીએ 6 અને મોહિત શર્માએ 4 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...