પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો:ફખર ઝમનની વિકેટ લેનાર આવેશ ખાનને વાઈરલ ફિવર, ટીમમાંથી બહાર થઈ શકે છે

એક મહિનો પહેલા
  • અગાઉ ઈજાના લીધે રવીન્દ્ર જાડેજા પણ એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 સપ્ટેમ્બરે રમાનારી મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર આવેશ ખાનને વાઈરલ ફિવર થયો છે અને તે બે દિવસથી હોટેલના રૂમમાંથી બહાર નીકળ્યો નથી. જેના કારણે તેનું પ્લેઇંગ-11માં સ્થાન હોવું અઘરું થઈ ગયું છે.

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું તે હાલ તો રમવાની સ્થિતિમાં લાગતો નથી. મેડિકલ ટીમ તેની સાથે સતત પડખે ઊભી છે. જો આવેશ ખાન પ્લેઇંગ-11માં નહિ હોય તો ભારતીય પેસ ઐટેકને મોટું નુક્સાન પહોંચી શકે છે. તે એશિયા કપમાં ભારતનો એકમાત્ર એવો બોલર છે કે જે 140ની ઝડપે ફાસ્ટ બોલિંગ કરી શકે છે.

આવેશ ખાને પાકિસ્તાન સામેની મેચમાં ફખર ઝમનની વિકેટ ઝડપી હતી.
આવેશ ખાને પાકિસ્તાન સામેની મેચમાં ફખર ઝમનની વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન સામેની મેચમાં મહત્વ વિકેટ ઝડપી હતી
આવેશ ખાન ભલે બન્ને મેચમાં મોંઘો સાબિત થયો હોય, પરંતુ તેણે પાકિસ્તાનના ફખર ઝમનની મહત્વની વિકેટ લીધી હતી. ફખર ઝમન જ્યારે પણ ભારત સામે રમ્યો છે, ત્યારે તેણે સારી બેટિંગ કરી છે. તેવામાં આવેશે ટીમને મોટી સફળતા અપાવી હતી. તે હંમેશાં મોકા ઉપર ટીમને બ્રેક-થ્રુ અપાવે છે. આ જ કારણથી ટીમ મેનેજમેન્ટે તેના ઉપર ભરોસો રાખ્યો હતો.

જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ગેરહાજરીમાં સિલેક્ટર્સે આવેશ ખાન ઉપર ભરોસો બતાવ્યો હતો.
જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ગેરહાજરીમાં સિલેક્ટર્સે આવેશ ખાન ઉપર ભરોસો બતાવ્યો હતો.

દરિયા કિનારે મસ્તી કરતો દેખાયો હતો
શુક્રવારે BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં આવેશ ખાન વિરાટ કોહલી સાથે વોલિબોલ રમતો દેખાતો હતો. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમારની સાથે અર્શદીપ સિંહ અને આવેશ ખાનને પેસ એટેકની જવાબદારી સોંપી હતી. જોકે એશિયા કપમાં ભુવીને છોડીને કોઈપણ પેસર પ્રભાવ છોડી શક્યો નથી.

ફખર ઝમનની વિકેટ લીધા પછી જશ્ન મનાવતા ભારતીય ખેલાડીઓ.
ફખર ઝમનની વિકેટ લીધા પછી જશ્ન મનાવતા ભારતીય ખેલાડીઓ.

આવેશ નહિ તો કોણ હોઇ શકે છે?
આવેશ ખાન જો ટીમમાંથી બહાર થઈ જાય છે તો દીપક ચહર પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. દીપક હાલ રિઝર્વ ખેલાડી તરીકે છે. જો દીપક ચહરનો ટીમમાં સમાવેશ કરવામાં આવે છે તો ભારતની બેટિંગ વધુ મજબૂત બની શકે છે. દીપક ડેથ ઓવર્સમાં પણ રન બનાવી શકે છે.

જાડેજા પણ એશિયા કપમાંથી ઈજાને કારણે બહાર
અગાઉ શુક્રવારે BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાણ કરી હતી કે રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ રિઝર્વ પ્લેયર રહેલા ઓલરાઉન્ડર અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.