તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Experienced Indian Middle Order Did Not Have The Answer Of Kiwi Bowlers, Bumrah's Loss Of Wicket Was A Big Loss.

ભાસ્કર એનાલિસિસ:અનુભવી ભારતીય મધ્યમક્રમ પાસે કીવી બોલરોનો જવાબ ન હતો, બુમરાહને વિકેટ ન મળવી તે મોટું નુકસાન

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • ભારતીય ટીમ દરેક સ્તર પર પાછળ, વિલિયમ્સન પાસે દરેક પરિસ્થિતિ માટે પ્લાન બી હતો

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે ભારતને હરાવી દીધું હતું. આ પરિણામથી ભારતીય ચાહકોને ઘણા નિરાશ કર્યા હતા. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દરેક વિભાગમાં કોહલી સેનાને માત આપી. બેટિંગ અને બોલિંગની સાથે ટીમ ઇન્ડિયાના ફીલ્ડરોએ પણ નિરાશ કર્યા. ચોથી ઇનિંગમાં વિલિયમ્સન અને ટેલરના સહેલા કેચ છોડવા. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ હતી. ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું. તેમ છતાં ન્યૂઝીલેન્ડની સામે ફાઇનલ મેચમાં ટકી શક્યા નહીં.

સુકાની: મેચમાં ગંભીરતાએ આક્રમકતા પર બાજી મારી
ફાઇનલમાં વિલિયમ્સનની ગંભીરતા કોહલીની આક્રમકતા પર ભારે પડી. વિલિયમ્સનની પાસે હંમેશા પ્લાન બી જોવા મળ્યો. પહેલી ઇનિંગમાં ભારતે સારી શરૂઆત કરી. વિલિયમ્સને વેગનરને લેગ સાઇડમાં અટેક કરાવ્યું. પહેલી ઇનિંગમાં 49 અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી. બેટથી નિશ્ફળ રહેનાર કોહલી ન્યુઝીલેન્ડની ઇનિંગ પર લગામ લગાવી શક્યો નહીં.

બેટિંગ: ભારતનો મધ્યમક્રમ નિષ્ફળ, કીવીના ટેલેન્ડર્સ ચાલ્યા
રોહિત-ગિલે પહેલી ઇનિંગમાં સારી શરૂઆત અપાવી. પણ બીજી ઇનિંગમાં ખાસ કરી શક્યા નહીં. હિલને ફુટવર્ક પર કામ કરવાની જરૂરિયાત. મધ્યમક્રમમાં પુજારા, કોહલી, રહાણે નિષ્ફળ રહ્યા. કીવીના ઓપનરે પહેલી ઇનિંગમાં સારી રમત દેખાડી. ટેલર બીજી ઇનિંગમાં અણનમ રહ્યો. 162/6 થી ટીમ 249 સુધી પહોંચવામાં સફળ રહી.

બોલિંગ: કીવીના બોલરો ભારતીય બેટ્સમેન પર ભારે
ભારતના બેટ્સમેનો પાસે જેમિસન, સાઉથી, બોલ્ટ, વેગનર જેવા બોલરોનો જવાબ ન હતો. બીજી તરફ ભારતના મુખ્ય બોલર બુમરાહને સફળતા જ ન મળી. જે મોટુ અંતર સાબીત થાય છે. જાડેજાને બોલિંગમાં વધુ તક ન મળી અને બેટિંગમાં કઇ ખાસ કરી ન શક્યો. અશ્વિને તક મળતા સફળતા મેળવી.

ત્રણ મેચની સીરિઝથી થાય વિજેતાનો નિર્ણય: કોહલી
​​​​​​​
ભારતીય સુકાની વિરાટ કોહલીએ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ આઈસીસીના નિયમ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેનું કહેવું છે કે એક મેચથી સર્વશ્રેષ્ઠ ટીમનો નિર્ણય ન થઇ શકે. તેના માટે ઓછામાં ઓછી ત્રણ મચેની સીરિઝ થવી જોઇએ. 3 ટેસ્ટની સીરિઝમાં બે ટીમને ભૂલો સુધારવાની તક મળે છે. ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા કોચ રવિ શાસ્ત્રીએ પણ આવંુ જ કહ્યું હતું.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...