તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટર ઈશાન કિશનના પેરેન્ટ્સનો EXCLUSIVE ઈન્ટર્વ્યૂ:માતાએ કહ્યું- સપનું હતું કે દીકરાને TVમાં મેચ રમતો જોઉં, પિતાએ કહ્યું- ઈશાનની મહેનતે તેને આગળ વધાર્યો

11 દિવસ પહેલાલેખક: બૃજમ પાંડેય
  • કૉપી લિંક
  • ઈશાન કિશનની માતાએ કહ્યું- હવે પુત્ર સાથે મુલાકાત જ થઈ શકતી નથી

બિહારના ઈશાન કિશનની પસંદગી T-20 વર્લ્ડ કપમાં થઈ ગઈ છે. તેનું નામ 15 ખેલાડીઓની યાદીમાં સામેલ થતા ઈશાનના ઘરમાં દિવાળી જેવો ઉત્સવ ઉજવાયો હતો. આ અંગે તેના પિતા અને તેની માતાએ ઈશાનની તનતોડ મહેનતને શ્રેય આપ્યો છે. તેમણે કહ્યું છે કે ઈશાને ક્યારેય પણ મુશ્કેલ પરિસ્થિતિમાં હાર માની નથી. આ જ કારણોસર તેને સફળતા મળતી રહી છે. ભાસ્કર ગ્રુપના પત્રકાર બૃજમ પાંડેએ પટનામાં સ્થિત ઈશાનના માતા-પિતા સાથે ખાસ વાતચીત કરી હતી.....

પિતા પ્રણવ પાંડેએ કહ્યું, 'ઈશાન બાળપણથી ક્રિકેટ રમે છે. તે 6 વર્ષનો હતો ત્યારથી જ ક્રિકેટ રમી રહ્યો છે. તેની મહેનત તેને આ પદ પર લાવી છે. અમને ખાતરી હતી કે દીકરાની T-20 વર્લ્ડ કપમાં પસંદગી થશે જ. મને મારા એક પરિચિત દ્વારા આ વિશે જાણ કરવામાં આવી હતી.

ઈશાનના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે હમણાં ઇશાન IPL રમવા માટે દુબઇમાં છે. અમે તેની સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. ઇશાન ક્યારેય ગભરાતો નથી. તે તેના સંઘર્ષના દિવસોમાં પણ હાર માનતો નથી. તે ઘણી વખત તેની ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. હું તેને તેની ખામીઓ વિશે પણ જણાવતો રહું છું.'

માતાએ કહ્યું- હવે પુત્ર સાથે મુલાકાત જ થઈ શકતી નથી
ઈશાનની માતા સુચિત્રા સિંહે કહ્યું હતું કે જ્યારથી ઈશાન ક્રિકેટ રમતો હતો ત્યારથી મારુ સપનું હતું કે હું તેને ટીવી પર રમતો જોઇ શકું. જોકે તેની કારકિર્દીની શરૂઆતમાં એ શક્યન ન થયું પરંતુ અત્યારે તે ઘણી સારી પદવી પર છે. હું દરરોજ ભગવાનને તેના માટે પ્રાર્થના કરતી રહું છું.

ઈશાન કિશનની માતાએ વધુમાં જણાવ્યું હતું કે આ T20 વર્લ્ડ કપ ઈન્ડિયા જીતે એવી આશા છે. અત્યારે છેલ્લા ઘણા સમયથી મારી ઈશાન સાથે મુલાકાત થઈ શકી નથી. ગત વર્ષે અમે લોકડાઉનમાં સાથે રહી શક્યા હતા પરંતુ હવે તેવો સમય રહેતો નથી. ઈશાન આમ તો સાત્વિક ખોરાક જ ખાય છે પરંતુ જ્યારે પણ તેને મસાલેદાર ખાવાનું મન થાય તો હું ઘરે જ બનાવી દઉં છું.

અન્ય સમાચારો પણ છે...