તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તું જો માને તો હું તારી જ આસપાસ છું, તેં જે લીધો હમણાં, હું એ જ શ્વાસ છું ! વિશ્વમાં આજે કપલ્સ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે દિવ્યભાસ્કર તમારી સમક્ષ લાવ્યું છે સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટની લવયાત્રા. જયદેવે તાજેતરમાં એક પ્રાઇવેટ ફંક્શનમાં નજીકના લોકોની હાજરીમાં મંગેતર રિની કંટારિયા સાથે લગ્ન કર્યા. જયદેવ-રિનીની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ? એ કઈ મોમેન્ટ હતી, જ્યારે બંનેએ લાગ્યું કે હી/શી ઇઝ ધ વન. પ્રપોઝલથી લઈને મ્યુચ્યુઅલ કનેક્શન, પ્રેમના એકરાર માટે કોણે પહેલ કરી હતી. જાણો પાવર કપલની જર્ની અંગેની બધી બાબતો આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ થકી...
ભાસ્કર: તમે બંને પહેલીવાર ક્યારે મળ્યાં? એકબીજા પ્રત્યેની ફર્સ્ટ ઇમ્પ્રેશન શું હતી?
રિની: અમે લોકો પહેલીવાર મળ્યા એ અરેન્જ્ડ સેટઅપ હતું. એ એક ફોર્મલ મીટિંગ હતી, જેમાં બંનેની ફેમિલી સામેલ હતી. સૌથી ખાસ વાત છે કે પહેલીવાર મળ્યા ત્યારથી અમને એકબીજામાંથી સારી વાઇબ્ઝ મળી. એનાથી એક કનેક્શન ફીલ થયું કે જયદેવ એવી વ્યક્તિ છે, જેની સાથે હું મારું ફ્યુચર જોઈ શકું છું.
જયદેવ: જેમ રિનીએ કહ્યું એમ, અમે પહેલીવાર મળ્યાં એ અરેન્જ્ડ હતું, અમે ફેમિલી થ્રુ મળ્યાં હતાં. અમે જેવા મળ્યાં એવાં એકબીજા સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગ્યાં. અમે વાતો કરવાની શરૂ કરી અને જેમ વાતો વધતી ગઈ તો ખબર પડવા લાગી કે અમારો ઇન્ટરેસ્ટ ભલે અલગ હોય, પણ વાઇબ્ઝ એક જ છે. એક મુલાકાતમાં તમને કોઈ વ્યક્તિની બધી વસ્તુઓ કે તેની વિશેષતા ખબર નથી પડતી, પરંતુ અમારી વાઇબ્ઝ એકસરખી હતી. અમે બંને એકબીજાને બીજીવાર મળવા માટે ઉત્સુક હતા. એ મારા પ્રમાણે અમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન હતી.
ભાસ્કર: એ કઈ મોમેન્ટ હતી, જ્યારે તમને લાગ્યું કે- શી ઇઝ ધ વન/ હી ઇઝ ધ વન...?
જયદેવ: પહેલી મીટિંગમાં એવું ફીલ નહોતું થયું. અમે પહેલીવાર મળ્યાં એ પછી 2-3 વાર મળ્યાં હતાં; ત્યારે રણજી ટ્રોફી સીઝન ચાલતી હતી, એટલે અમે ફોન પર વધુ વાતો કરતાં હતાં. કોઈ એક પર્ટિક્યુલર મોમેન્ટ નહોતી, પણ જે રીતે અમે મળતાં હતાં અને વાતો ચાલતી હતી, તો જ્યારે અમે ત્રીજી વખત મળ્યા અને મળીને પછી છૂટાં પડ્યાં તો મને ખાતરી થઈ ગઈ હતી કે શી ઇઝ ધ વન ફોર મી. અમારે બંનેને એકબીજાને અમુક પ્રશ્નો પૂછીને ડાઉટ્સ સોલ્વ કરવા હતા, પણ એ કર્યા વગર જ ખબર પડી ગઈ હતી અને હું સુપરશ્યોર હતો કે શી ઇઝ ધ વન ફોર મી અને હું પછી એ રીતે જ જોઈ રહ્યો હતો.
રિની: જયદેવે કહ્યું એમ મને પણ નથી લાગતું કે કોઈ સ્પેસિફિક મોમેન્ટ હતી, પણ વિથ ટાઈમ જેમ વાતો થતી ગઈ એમ અમે એકબીજાને વધુ જાણવા લાગ્યાં. પહેલાં અમે વાતો કરવાની શરૂઆત ઇન્સ્ટાગ્રામથી કરી હતી. પછી ત્યાંથી અમારી વાતો અને ડિસ્કશન ઇન્ટેન્સ થવા લાગી. હું તેને એક વ્યક્તિ તરીકે ઓળખવા લાગી. મને એ ખબર પડી કે તેનો આઈડિયા શું હતો એક ડ્રીમ પાર્ટનરનો અને ખ્યાલ આવ્યો કે મારો પણ લાઈફ પાર્ટનર માટેનો એ જ વિચાર છે. હું જયપુરની એક ટ્રિપ પર જવાની હતી, એ પહેલાં અમે ત્રીજીવાર મળ્યાં હતાં. ત્યારે એ મુલાકાત દરમિયાન હું શ્યોર હતી કે મારે જયદેવ સાથે મારી બાકીની લાઈફ સ્પેન્ડ કરવી છે. એટલી શ્યૉરિટી મને લાઈફમાં ક્યારેય બીજી કોઈ વસ્તુ માટે હજી સુધી થઈ નથી.
ભાસ્કર: મ્યુચ્યુઅલ કનેક્શનની વાત સમજાઈ ગઈ, પણ એમ હોઈને કે કોઈએ ઇનિશ્યટિવ લેવું પડે, એ કોણે લીધું અને કેટલું અઘરું હતું?
જયદેવ: પ્રશ્નો પૂછવા, અલગ-અલગ બાબતો વિશે જાણવા માટેનું ઇનિશ્યટિવ રિનીએ લીધું હતું. અમે ચેટિંગ કરતાં ત્યારે સાચું કહું તો હું તેને જાણવા માગતો હતો, પરંતુ મારી પાસે બહુ બધા પ્રશ્નો નહોતા. જ્યારે બીજી તરફ, એની પાસે લિસ્ટ તૈયાર હતું. તો પછી હું એવું કરતો કે એ જે પ્રશ્નો પૂછે હું એ જ તેને રિટર્નમાં પૂછી લેતો હતો. એ રીતે સારું રહેતું હતું. તે બધી રીતે એકદમ તૈયાર હતી અને તેનો એક કપલ તરીકે અમને ફાયદો થયો.
ભાસ્કર: જયદેવે કહ્યું એમ તમને અમુક પ્રશ્નોના જવાબ જોતા હતા, તો એ કયા પ્રશ્નો હતા કે એ કઈ બાબત હતી?
રિની: જ્યારે તમે કોઈની સાથે આખું જીવન પસાર કરવાનો નિર્ણય લો તો અમુક પ્રશ્નો હોવા પણ સ્વાભાવિક છે, જેમ કે ફેમિલી સિચ્યુએશન કેવી હશે, જોડે ભવિષ્ય કેવું રહેશે. જીવનના વિવિધ ફેઝમાં આગળ કેવી રીતે વધવું છે? વગેરે વગેરે. આ કોઈ ચિંતાની વાત નહોતી, પણ જ્યારે તમારે મેરેજ જેવી બાબત માટે ડિસાઇડ કરવું હોય તો આ બાબતો પર ચર્ચા કરવી જરૂરી છે.
ભાસ્કર: તમારા મેરેજ વખતની ક્લિપનું ટીઝર બહાર આવ્યું હતું, જેમાં જયદેવ કહે છે, હું આટલો નર્વસ તો ડેથ ઓવર્સમાં ધોની સામે બોલિંગ કરતી વખતે પણ નહોતો. એ કઈ વાત હતી? પ્રપોઝ સમયની ફીલિંગ વ્યક્ત કરી રહ્યા હતા?
જયદેવ: એ પ્રપોઝલ સમયની વાત નહોતી. અમે 3-4 વાર મળ્યાં હતાં એમ છતાં હું તેની આસપાસ થોડો નર્વસ હતો. મને રિની ગમવા લાગી હતી, પરંતુ હું ચોક્કસપણે કોઈ ખોટી સાઈન આપવા માગતો નહોતો. કોઈ પિક્ચર ક્લિક કરવું હોય કે તેના ખભે મારો હાથ મૂકવો હોય ત્યારે પણ હું બહુ પ્રેશરમાં હતો... (રિની ફોન પર હસવા લાગે છે).... એ સિવાય આપણામાં જેમ મીઠી જીભ હોય (લગ્ન પહેલાં બધું નક્કી થાય એ વિધિનું નામ), લગ્ન પહેલાંનો પ્રથમ ઓફિશિયલ સ્ટેપ. ત્યારે બંનેની એક્સટેન્ડેડ ફેમિલી પણ હાજર હતી. જ્યારે આટલા બધા મોટા લોકો ભેગા હોય તો દબાણ તો અનુભવાય જ છે. હું ઈચ્છતો હતો કે બધું સ્મૂથલી જાય, તેથી હું એ પ્રેસરમાં હતો, જેવો માત્ર ઓન ધ ફિલ્ડ અનુભવું છું.
ભાસ્કર: તમે પ્રપોઝ કેવી રીતે કર્યું?
જયદેવ: કોઈ ફોર્મલ રીતે પ્રપોઝ કરવામાં આવ્યું નહોતું. આ એક મ્યુચ્યુઅલ ફીલિંગ અને નિર્ણય હતો. અમે 31 ડિસેમ્બર 2019ના રોજ અર્ધી રાત્રે એકબીજાને ફોન પર પૂછ્યું કે શું અમે આગળ વધવા માગીએ છીએ. બંનેએ હા પાડી. આ રિનીનો આઈડિયા હતો કે વર્ષ બદલાઈ રહ્યું છે તો આ મોમેન્ટમાં જોડાયેલાં રહીએ. તે પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી માટે ગઈ હતી, એમ છતાં અમે ફોન પર કનેક્ટેડ હતાં. તો આમ, અમે લોકોએ મિડનાઇટે નક્કી કર્યું કે ધિસ ઇઝ ઇટ.
ભાસ્કર: ત્યારે રણજી ટ્રોફી ચાલી રહી હતી, જેવી સીઝન સમાપ્ત થઈ તમે લોકોએ સગાઈ કરી લીધી. તો શું તમે સીઝન પતે એની રાહ જોઈ રહ્યાં હતાં?
રિની: સીઝન પતે અને અમે સગાઈ કરીએ એવું પ્લાનિંગ નહોતું. ટાઈમિંગ એવો હતો કે અમને લાગ્યું કે આ જ સમય છે. ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું હતું. પછી અમે એન્ગેજમેન્ટ કર્યું . આ ડબલ ટ્રોફી જીતવા જેવું થઈ ગયું.
ભાસ્કર: તમારી સગાઈ થઈ અને પછી તરત મહામારી આવી, લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તો એ લાંબી જુદાઈનો પિરિયડ કેવો રહ્યો હતો?
જયદેવ: લોકડાઉનને લીધે અમને બહુ સારો ટાઇમ મળી ગયો. પહેલાં 2-3 મહિના અઘરું હતું, જ્યારે અમે મળી શક્યાં નહોતાં. પણ એ બાદ અમે બની શકે ત્યારે મળતાં હતાં. ત્યારે મેચો નહોતી અને રિની પણ ઘરે હતી, તે પહેલાં અમદાવાદમાં કામ કરતી હતી અને પછી પાછી ઘરે (જૂનાગઢ) આવી ગઈ હતી. ત્યારે અમારી વચ્ચે બે લાઈફ કમ્પૅનિયન વચ્ચે હોય એવું ટ્યૂનિંગ થઈ ગયું હતું. લોકડાઉન અમારા માટે બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવી ઘટના હતી. અમે ખુશ છીએ કે લાઈફનો મોટું સ્ટેપ લેતાં પહેલાં અમને એ સમય મળ્યો.
ભાસ્કર: ડેટિંગ પિરિયડમાં જયદેવ કેવી ગિફ્ટ અને સરપ્રાઇઝ આપતા હતા, એ રોમેન્ટિક છે કે સુપર રોમેન્ટિક છે
રિની: બધાએ મને કહ્યું હતું અને હવે હું પણ માનું છું કે તે ફિલ્ડ પર જેટલા અગ્રેસિવ છે, એમ ઓફ ધ ફિલ્ડ એ સૌથી કૂલેસ્ટ પર્સન છે. એ એવી વ્યક્તિ છે, જેની સાથે ચિલ કરવું ગમે. જરૂર હોય ત્યારે અમે રોમેન્ટિક હોઈએ છીએ, પરંતુ અમે મેરેજલાઈફમાં ફ્રેન્ડશિપને વધુ મહત્ત્વ આપીએ છીએ. મળ્યાં ત્યારથી અમારે આવું જ રહ્યું છે, પણ હા, સ્ટાર્ટિંગના પિરિયડમાં જ્યારે તમે છોકરીને જીતવા માગો છો, એમાં છોકરીને ઈમ્પ્રેસ કરવામાં જયદેવ સુપર સ્મૂથ છે. જયદેવને જોઈને કોઈને લાગશે નહીં, પરંતુ એ સુપર રોમેન્ટિક છે.
જયદેવ: આ બાબત બંને તરફ સમાન છે. એડવોકેટ હોવાથી શરૂઆતમાં એ બહુ હાર્ડ હતી, અઘરા પ્રશ્નો સાથે તૈયાર હતી, પણ સમય સાથે મેં રિનીની બીજી સાઈડ પણ જોઈ, જે સુંદર હતી. એનાથી મને તેની સાથે વધુ પ્રેમ થયો. એ ઇમોશનલી બહુ બેલેન્સ્ડ છે.
ભાસ્કર: તમારી એક કપલ તરીકે ફેવરિટ ગો ટુ પ્લેસ
જયદેવ: ફેવરિટ ગો ટુ પ્લેસ? જગ્યા તો બહુ બધી થઈ ગઈ છે. બંને હસવા લાગે છે... પણ મને લાગે છે અમે બંને કહીશું કે સાંતે સ્પા અને ક્યુઝિન રેસ્ટોરન્ટ, અમદાવાદ. આ એ જગ્યા તો નથી, જ્યાં અમે પહેલીવાર મળ્યાં હતાં, પરંતુ ત્યાં અમારી ઘણી સારી મેમરીઝ છે.
ભાસ્કર: તો પછી પહેલીવાર બહાર કઈ જગ્યાએ મળ્યાં હતાં?
જયદેવ: ધ ગ્રાન્ડ ભગવતી, અમદાવાદ.
ભાસ્કર: કોરોનાને લીધે મેરેજ ક્લોઝ અફેર હતું કે કોરોના ન હોત તોપણ ક્લોઝ અફેર જ રાખત?
જયદેવ: મેરેજ ક્લોઝ અફેર જ હોત, પરંતુ કોરોનાને લીધે અમારા મેરેજ એક્સ્ટ્રા ક્લોઝ અફેર થઈ ગયા.
ભાસ્કર: એવી એક વસ્તુ જે માટે તમને લાગે છે કે જેના માટે રિની બહુ ઓબ્સેસ્ડ (ઘેલછા ધરાવે) છે અને એવી રીતે તમે કોઈ વસ્તુ માટે હોવ તેમના પ્રમાણે.
જયદેવ: રિની બધી વસ્તુઓ જગ્યા પર રાખવા માટે બહુ ઓબ્સેસ્ડ છે. ઘરે હોઈએ કે ક્યાયં પણ, તેને બધી વસ્તુઓ જગ્યાએ જ જોઈએ. એ એક વસ્તુ છે, જેના માટે એ ઓબ્સેસ્ડ છે. હા, મારા પછી એ બસ આના માટે જ ઓબ્સેસ્ડ છે.
રિની: અરે.. હું એ કહેવાની હતી (મારા માટે ઓબ્સેસ્ડવાળી વાત). વેલ, મને નથી લાગતું કે જયદેવ કોઈ વસ્તુ માટે ઓબ્સેસ્ડ છે. તેને જોઈએ કે વસ્તુઓ તેના કંટ્રોલમાં રહે. તેનામાં બહુ સેલ્ફ-કંટ્રોલ છે, જે બધામાં નથી હોતો.
ભાસ્કર: ડ્રેસિંગથી લઈને ડેકોરેશન સુધી લગ્નમાં ઇન્વોલ્વમેન્ટ ક્યા લેવલનું હતું?
રિની: લગ્નમાં અમે બંને સુપર ઇન્વોલ્વ્ડ હતાં. બધા વેન્ડર્સ સાથે કોઓર્ડિનેટ કરવું, ડેકોરેશનથી લઈને ડિઝાઇનિંગ સુધી અમે દરેક વસ્તુમાં જોડાયેલાં હતાં.
જયદેવ: બધી વસ્તુઓનું અમે એકદમ ડિટેલમાં ધ્યાન રાખ્યું હતું.
ભાસ્કર: તમે બંનેએ મેરેજ ફંક્શનમાં એકબીજા માટે સ્પીચ લખી હતી, એમાં શું હતું અને આ કેમ કર્યું હતું, એ વિશે જણાવો.
જયદેવ: એ વસ્તુ ઈન ધ મોમેન્ટ નક્કી થઈ હતી. અમે ફેસ ટુ ફેસ એકબીજાને અત્યારસુધીની જર્ની વિશે કહેવા માગતાં હતાં. અમે ફંક્શન પહેલાં રૂમમાં જતાં રહ્યાં, સાથે બેઠાં અને જે પણ મગજમાં આવ્યું એ લખ્યું. એ હૃદયથી એકદમ નેચરલ હતું. અમે અઠવાડિયાથી પ્લાન કરી રહ્યાં હતાં, પરંતુ જો અમે છેલ્લી ઘડીએ ન કર્યું હોત તો આટલી સારી રીતે એક્ઝિક્યુટ ન થાત.
ભાસ્કર: રિની એડવોકેટ છે તો તમારી વચ્ચે કોઈ ડિબેટ કે આર્ગ્યુમેન્ટ થાય તો પહેલા સોરી કોણ કહે છે?
જયદેવ: હસતાં હસતાં કહે છે, એ વસ્તુ લાઈફટાઈમ માટે ક્લોઝ થઈ ગઈ છે.
રિની: અને હંમેશાં આમ જ રહેશે.
(બંને હસે છે)
ભાસ્કર: રિની નારાજ હોય તો મનાવો છો કઈ રીતે?
જયદેવ: દરેક વસ્તુની એક રીત હોય છે. હું તેની બાજુમાં બેસું અને મારો લવ એક્સપ્રેસ કરું. એ કહું કે અમે એકબીજાને અત્યારસુધી કેટલો પ્રેમ કર્યો છે અને અમે એક કપલ તરીકે કેટલાં આગળ આવ્યાં છીએ. મોટે ભાગે આવું કહું એટલે તે માની જાય છે, પણ આવું બહુ રેરલી થતું હોય કે મનાવવાની વાત આવે.
ભાસ્કર: તમારા બંનેની સાથે પસાર કરેલી ફેવરિટ મોમેન્ટ?
રિની: જયદેવે મને સરપ્રાઈઝ આપી હતી અને મધુબન રિસોર્ટ ગયાં હતાં. ત્યારે અને એને લઈને જ નક્કી કરેલું કે અહીં જ લગ્ન કરીશું.
જયદેવ: મારા માટે લોકડાઉન પછી ત્રણ મહિનામાં પહેલીવાર મળ્યાં એ મોમેન્ટ. ત્યારે રિનીને પોરબંદરથી જૂનાગઢ મળવા જવા માટે મારે કલેકટર અને એસપીની પરમિશન લેવી પડી હતી. માત્ર સવારથી સાંજ સુધીની પરમિશન હતી, પણ સગાઈ પછી આટલા સમયે પહેલીવાર મળવાની ખુશી બહુ થઈ હતી. બધા અન્ય સ્પેશિયલ ડેઝ સમક્ષ આ સુપર સ્પેશિયલ ડે હતો.
ભાસ્કર: જયદેવ, તમે જેટલું સ્મૂથલી બધું વર્કઆઉટ કર્યું છે, ફર્સ્ટ ડેથી લગ્ન સુધી, તો આજના પ્રેમીપંખીડાને શું સલાહ આપશો?
જયદેવ: હું એ લોકોને એ જ સલાહ આપીશ કે પ્રેમીપંખીડાના ટાઇટલથી દૂર રહો. તમે એવું બનવા જ ન દો. જ્યાં સુધી લોકો તમને એ રીતે ન બોલાવે, બધું બરાબર છે. વેલ, બેઝિકલી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ જાળવી રાખવું બહુ અગત્યનું છે. બંનેમાંથી એકને પણ હળવાશથી ન લો, કારણકે બંને બહુ ઈમ્પોર્ટન્ટ છે. બેલેન્સ રાખવું અને બેટર હાફને સરપ્રાઈઝ આપતી રહેવી બહુ જરૂરી છે. ધેટ ઇઝ ધ વે ફોરવર્ડ. મારા માટે એ રિલેશનશિપનો સાર છે.
ભાસ્કર: રિની, તમને ક્રિકેટમાં કેટલો રસ છે, ક્રિકેટરને ડેટ કરવું અને પછી લગ્ન કરવા કેવું છે?
રિની: પ્રથમવાર અમે મળ્યાં ત્યારે મને ક્રિકેટ વિશે ઝીરો આઈડિયા હતો. આટલા સમય પછી હું કહીશ કે મને 10% ખબર પડે છે.
જયદેવ: 10%થી બહુ વધારે
રિની: હવે હું ઇન્વોલ્વડ થાઉં છું, કારણકે હવે મારા માટે આ પર્સનલ વસ્તુ છે. મારા માટે હવે આ એક રમત નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ઈમોશનની વાત છે. હવે હું ગેમ બાબતે વધુ સમજવા લાગી છું. જયદેવ જે સ્ટેજ પર છે, ત્યાં પહોંચવા બહુ મહેનત કરવી પડે છે. તો હું ગેમ સમજવા લાગી છું. ટેક્નિકલી હજી બેઝિક લેવલે છું, પરંતુ ઈમોશનલ સાઈડ બહુ સારી રીતે સમજુ છું.
ભાસ્કર: છેલ્લો પ્રશ્ન, તમે બંને આ જર્નીને એક વર્ડ અથવા એક સેન્ટ્ન્સમાં કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો?
જયદેવ: એક સેન્ટ્ન્સમાં ડિસ્ક્રાઇબ કરવું અઘરું છે. હું કહીશ કે મારી પાસે હવે આખી લાઈફ માટે એક કમ્પૅનિયન છે અને હું આનાથી વધુ ખુશ ન થઈ શકું.
રિની: હું કહીશ કે હું જયદેવ માટે બહુ ગ્રેટફુલ છું.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.