તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Everyone Seated In A Stand At The Melbourne Cricket Ground Was Isolated; In Sydney, Spectators Must Wear A Mandatory Mask

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોક્સિંગ ડે ટેસ્ટ જોવા પહોંચેલા દર્શકને કોરોના:મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના એક સ્ટેન્ડમાં બેઠેલા બધાને આઇસોલેટ કરાયા; સિડનીમાં દર્શકોએ ફરજિયાત માસ્ક પહેરવાં પડશે

સિડની2 મહિનો પહેલા
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં દર્શકોએ ફરજિયાત માસ્ક પહેરવાં પડશે. (ફાઇલ ફોટો) - Divya Bhaskar
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં દર્શકોએ ફરજિયાત માસ્ક પહેરવાં પડશે. (ફાઇલ ફોટો)

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 ડિસેમ્બરે બીજી ટેસ્ટ જોવા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર પહોંચેલા એક પ્રેક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયન અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, આ દર્શક જે સ્ટેન્ડમાં બેઠો હતો ત્યાં આવેલા બધા લોકોને આઇસોલેટ કરાયા છે. આ સાથે જ 7 જાન્યુઆરીએ શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં આવનારા પ્રેક્ષકોએ માસ્ક ફરજિયાત પહેરવાં પડશે.

બીજી ટેસ્ટ મેલબર્નમાં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન રમાઈ હતી. જ્યારે આ ટેસ્ટ રમાઈ ત્યારે દર્શકો માટે માસ્ક જરૂરી નહોતાં. જે દર્શકને કોરોના થયો તે બીજા દિવસે મેચ જોવા આવ્યો હતો.

જે આઇસોલેટ થયા તેઓ સિડની જઈ શકશે નહીં

 • બોક્સિંગ ડે ટેસ્ટ જોવા માટે મેલબર્નમાં ગયેલા જે દર્શકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે તેઓ હવે સિડનીમાં ત્રીજી ટેસ્ટ જોવા જઈ શકશે નહીં.
 • તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો તેઓ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે તો તેમને દંડ પણ ફટકારવામાં આવશે.

વેસ્ટર્ન સિડનીના લોકોને પણ ત્રીજી ટેસ્ટમાં પ્રવેશ મળશે નહીં

 • ન્યૂ સાઉથ વેલ્સ (એનએસડબ્લ્યુ)ના આરોગ્યમંત્રી બ્રેડ હેઝાર્ડે કહ્યું હતું કે પશ્ચિમ સિડનીમાં આ દિવસોમાં કોરોનાના ઘણા કેસો નોંધાયા છે.
 • તેથી ત્યાંના લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. તેમણે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા, પરંતુ ખાનગી વાહન અથવા ટેક્સીનો ઉપયોગ કરીને સ્ટેડિયમ પહોંચવાની અપીલ કરી હતી.

ફક્ત 25% દર્શકોને ત્રીજી ટેસ્ટમાં પ્રવેશ મળશે

 • સિડનીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતાં એનએસડબ્લ્યુ સરકારે ત્રીજી ટેસ્ટ માટે દર્શકોની સંખ્યા મર્યાદિત કરી છે.
 • ત્રીજી ટેસ્ટમાં ફક્ત 25% લોકોને પ્રવેશ આપવામાં આવશે. સિડની સ્ટેડિયમની કુલ ક્ષમતા 38 હજાર લોકોની છે. ફક્ત 9500 દર્શકોને દૈનિક પ્રવેશ મળશે.
 • આ અગાઉ ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં 2 વનડે અને ટી 20 મેચ પણ રમી હતી.
 • વનડેમાં 18 હજાર અને ટી-20માં 30 હજારથી વધુ દર્શકોને એન્ટ્રી આપવામાં આવી હતી. એ સમયે સિડનીમાં કોરોનાના ઓછા કેસ હતા.
 • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરીઝ 1-1ની બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ સિડની અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો