• Gujarati News
  • Sports
  • Cricket
  • Even Imran Khan Could Not Save PAK V S NZ Cricket Series, New Zealand Government Decided For Security Reasons

NZનો પાકિસ્તાન પ્રવાસ રદ:ઇમરાન ખાન પણ ન બચાવી શક્યા PAK v/s NZ ક્રિકેટ સિરીઝ, ન્યૂઝીલેન્ડ સરકારે સુરક્ષાનાં કારણોને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો

એક મહિનો પહેલા
  • ન્યૂઝીલેન્ડના PM સાથે PAKના PM ઇમરાન ખાને ચર્ચા પણ કરી હતી

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લિમિટેડ ઓવરની ક્રિકેટ સિરીઝને છેલ્લી ઘડીએ રદ કરાઈ છે. સુરક્ષાનાં કારણોને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડ સરકારે શુક્રવારે આ સિરીઝ ન રમવાનો નિર્ણય લીધો છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ સિરીઝને સ્થગિત થઈ હોવાનું જણાવી રહ્યું છે અને આનું આયોજન ભવિષ્યમાં થઈ શકે છે એવી માહિતી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ સિરીઝનું આયોજન કરવા પ્રયત્નો કર્યા હતા અને ન્યૂઝીલેન્ડના PM સાથે પણ ખાનગીમાં વાત કરી હતી, પરંતુ આનો કોઇ ઉપાય બહાર ન આવતાં કિવી ટીમે પ્રવાસ રદ કરી દીધો છે.

કિવી ટીમને તાત્કાલિક ધોરણે પાકિસ્તાનમાંથી બહાર કઢાશે
આ ટૂરમાં 3 વનડે અને 5 T20 મેચ રમાવાની હતી. ન્યૂઝીલેન્ડની ટીમને સુરક્ષા સંદર્ભે ઇન્ટેલિજન્સ અલર્ટ પણ મળ્યા હતા. હવે ટીમને જેમ બને તેમ જલદી પાકિસ્તાનમાંથી બહાર કાઢવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

હોટલની બહાર નથી આવી બંને ટીમ
પહેલી વનડે મેચ ઈન્ડિયન ટાઇમિંગ અનુસાર, બપોર 3 વાગ્યાથી શરૂ થવાની હતી, જેનો ટોસ 2.30 વાગ્યે થાય એ પહેલા બંને ટીમના કોઇપણ ખેલાડી હોટલની બહાર આવ્યા નહોતા. વળી, ખેલાડી અને સપોર્ટ સ્ટાફને હોટલમાં જ રોકાણ કરવાની સૂચના અપાઈ હતી.

2009માં થયો હતો શ્રીલંકા પર હુમલો
પાકિસ્તાનમાં ટીમની સુરક્ષાનો મુદ્દો હંમેશાં ચિંતાનો વિષય બનીને રહી ગયો છે. 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ બસ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં કોઇની જાનહાનિ થઈ નહોતી, પરંતુ કેટલાક ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર પછી તમામ ટીમે પાકિસ્તાન પ્રવાસ પર જવાનું ટાળી દીધું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાને ફરીથી ત્યાં ક્રિકેટ રમાય એવું આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ હવે કિવી ટીમ જો પરત ફરશે તો તેની છાપ ફરીથી ખરાબ થઈ જશે.

અફઘાનિસ્તાન સંકટને કારણે જોખમ વધ્યું
તાજેતરમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. ત્યાર પછી પાકિસ્તાનમાં પણ સુરક્ષા મુદ્દે જોખમો સામે આવી રહ્યાં છે. T-20 વર્લ્ડ કપ પહેલાં ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. તેવામાં શું ઇંગ્લેન્ડ પણ ત્યાં પ્રવાસ પર જશે કે કેમ એ જોવા જેવી રહેશે.

અન્ય સમાચારો પણ છે...