• Gujarati News
  • Sports
  • Cricket
  • Enthusiasm For The Match Between India And Pakistan In The T20 World Cup, Eagerly Awaiting Tickets For The Match

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ટી20 વર્લ્ડ કપમાં દર્શકોનો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ઉત્સાહ, મેચની ટિકિટ માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે

દુબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુબઈમાં ભારત-પાક. મેચ 24 ઓક્ટોબરે, 60% દર્શકોને પ્રવેશ મળી શકે છે

જ્યારે વાત ભારત અને પાકિસ્તાનની મેચની હોય છે ત્યારે દર્શકોમાં ઝનુન વધારે હોય છે. ટી20 વર્લ્ડ કપમાં આ બંને વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે રમાશે. દર્શકો આ મેચની ટિકિટને લઇને આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

આ વચ્ચે ક્યૂ ટિકિટના જનરલ મેનેજર શહીમ મુસ્તફા જણાવે છે, ‘અમે પહેલા ઘણી આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટો વેચી છે. અમે સતત ઓથોરિટીના સંપર્કમાં છીએ અને ટી20 વર્લ્ડ કપની ટિકિટ સેલની રેસમાં છે. અમારા જૂના અનુભવથી અમે એ કહી શકીએ છીએ કે આઈસીસી ટૂર્નામેન્ટના 3-4 સપ્તાહ પહેલા વેન્ડરની જાહેરાત કરે છે. ટિકિટ પોર્ટલને તૈયારી માટે 2 સપ્તાહનો સમય લાગે છે. આશા છે કે એક સપ્તાહની અંદર ટિકિટની જાહેરાત થશે. તે વાત એકદમ સાચી છે કે ભારત-પાક. ની મેચની માંગ સૌથી વધુ રહેશે. થોડા કલાકોમાં જ મેચની ટિકિટ વેચાઇ જશે. તેના માટે પોર્ટલને બેકએન્ડમાં ઘણી મહેનત કરવી પડશે.’

નેશનલ ઇમરજન્સી ક્રાઇસિસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ વેક્સીનેટેડ દર્શકોને જ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે પરવાનગી આપી છે. આઈપીએલની જેમ ટી20 વર્લ્ડ કપમાં પણ 60% ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશવા દેવામાં આવશે.

દુબઈમાં ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર યુ-પ્રોના પ્રબંધ નિદેશક અને અબુ ધાબી ટી10 લીગની ફ્રેન્ચાઇઝી દિલ્હી બુલ્સના સીઓઓ મનીષ કિશોર કહે છે કે, ‘ભારત-પાક. મેચ બ્લોકબસ્ટર રહેશે. આંકડા પ્રમાણે ભારત મજબૂત સ્થિતિમાં રહેશે. દુબઈ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને છેલ્લી 2 મેચમાં હરાવી ચૂક્યું છે.

પણ છેલ્લા કેટલાક વર્ષોમાં યુએઈ પાકિસ્તાન માટે બીજું ઘર રહ્યું છે. તે કારણથી પાકિસ્તાનને સરળતાથી નહીં લે.’ તો 60ના દશકના રણજી ખેલાડીઓ અને દુબઈમાં ક્રિકેટ ફાઉન્ડર ફાધર્સમાંથી એક શ્યામ ભાટિયા જણાવે છે કે, ‘ભારત-પાકિસ્તાન મેચ અમારા જેવા જૂના લોકો માટે એક ઉત્સવ જેવી હોય છે.

અન્ય સમાચારો પણ છે...