• Gujarati News
  • Sports
  • Cricket
  • English Wicketkeeper Butler Dives Into The Ashes, Catches The Admirable Catch With One Hand, Going 4 Feet Away

જોસનો એશિઝના જોશમાં શાનદાર કેચ:ઇંગ્લિશ વિકેટકીપર બટલરે એશિઝમાં ડાઈવ મારી, 4 ફુટ દૂર જતા બોલ એક હાથ વડે પકડી પ્રશંસનીય કેચ પકડ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડ વિકેટકીપર જોસ બટલરે શાનદાર કેચ પકડ્યો હોવાથી ચર્ચામાં છે. તેણે પોતાની જમણી બાજૂ 4 ફુટ દૂર જતા બોલને ડાઈવ મારી પકડી માર્કસ હેરિસને પેવેલિયન ભેગો કર્યો હતો. તેવામાં બોલ બુલેટ સ્પિડે તેની પાસેથી પસાર થયો હોવા છતા અઘરા કેચને સરળતાથી પકડી લેતા બટલરની ભારે પ્રશંસા થઈ રહી છે. તો ચલો આપણે તેના વાઈરલ વીડિયો પર નજર ફેરવીએ.....

મેચની આઠમી ઓવરમાં શાનદાર કેચ
બીજી ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઈ રહી છે. આ મેચની આઠમી ઓવરમાં ઇંગ્લેન્ડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે રાઉન્ડ ધ વિકેટ બોલ ફેંક્યો હતો. જેમાં હેરિસ લોફ્ટેડ શોટ મારવા જતા બેટ સાથે સંપર્ક થયો અને પાછળ વિકેટકીપર અને સ્લિપ વચ્ચે જતો રહ્યો હતો.

ઇંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે ગણતરીની સેકન્ડમાં ડાઈવ મારી શાનદાર કેચ પકડ્યો હતો. હેરિસે પહેલી ઈનિંગમાં માત્ર 3 રન જ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...