ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પાસેથી શું શીખી શકે છે?:ઇંગ્લિશ ટીમની આક્રમક ઓપનિંગ જોડી અને ફિયરલેસ ક્રિકેટ; જાણો ભારતમાં શું ખામી રહી ગઈ

16 દિવસ પહેલા

રવિવારે ઇંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ડબલ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઇંગ્લેન્ડ ODI વર્લ્ડ કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. એવું પહેલીવાર બન્યું છે કે કોઈ ટીમ એક જ સમયે ODI અને T20 બન્નેનો વિશ્વ ખિતાબ ધરાવે છે.

આ વર્લ્ડ કપ સાથે ઇંગ્લેન્ડે આખી દુનિયાને જણાવી દીધું છે કે ક્રિકેટનું સૌથી ટૂંકું ફોર્મેટ કેવી રીતે રમાય છે. એક તરફ પાકિસ્તાનની ટીમ હતી, જેની પાસે શ્રેષ્ઠ બોલિંગ લાઇનઅપ હતી. તો આખા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ બન્ને ટીમ વર્લ્ડ કપ જીતી શકી નથી. બીજી તરફ ઇંગ્લેન્ડ પાસે બેટિંગ અને બોલિંગ એમ બન્ને ડિપાર્ટમેન્ટમાં શાનદાર ખેલાડીઓ છે, જેમણે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું. ત્યારે આજે આપણે જાણીશું કે ઇંગ્લેન્ડની પાસે એવા કયા પ્લેયર્સ છે, જેમણે આ વર્લ્ડ કપની શાનદાર જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

1. શાનદાર ઓપનિંગ પૈર
આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ પાસે જોસ બટલર અને એલેક્સ હેલ્સના રૂપમાં બે આક્રમક ઓપનર હતા. બન્ને પાવર-પ્લેમાં મોટા શોટ્સ મારતા હતા અને પ્રથમ 6 ઓવરમાં 60થી 70 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા સામેની સેમી-ફાઈનલ મેચમાં બન્નેએ 16 ઓવરમાં 169 રનના ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાન સામેની ફાઈનલમાં ભલે હેલ્સ શરૂઆતમાં આઉટ થયો હોય, પરંતુ જોસ બટલરે 17 બોલમાં 26 રન ફટકાર્યા હતા.

તો બીજીબાજુ ટીમ ઈન્ડિયા ઓપનર આખા વર્લ્ડ કપમાં ધીમું રમતા દેખાયા હતા. ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમી-ફાઈનલના પાવરપ્લેમાં માત્ર 38 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાના બન્ને ઓપનર્સે આખા વર્લ્ડ કપમાં 100થી પણ સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ જ પરિણામ ટીમે ભોગવવું પડ્યું હતું.

કેપ્ટન રોહિત શર્માએ પાવરપ્લેમાં લગભગ 95 રન બનાવ્યા હતા, જ્યારે લોકેશ રાહુલે 90ની આસપાસ સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા.

2. ઇંગ્લેન્ડ પાસે 7થી વધુ બોલિંગ વિકલ્પો છે
આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ પાસે 8 જેટલા બોલિંગ વિકલ્પો હતા. આનાથી કેપ્ટન જોસ બટલરનું કામ ખૂબ જ સરળ થઈ ગયું હતું. આ આખી ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની પાસે બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, સૈમ કરન, આદિલ રાશિદ, લિયામ લિવિન્ગસ્ટન, મોઈન અલી, માર્ક વુડ અને ક્રિસ જોર્ડન જેવા બોલર્સ હતા. જો કોઈ બોલર મોંઘો સાબિત થાય તો બટલર તરત જ તેની જગ્યાએ બીજા બોલરને બોલિંગ આપી દેતો હતો.

બીજી તરફ, વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાસે બોલિંગના 5થી 6 જ વિકલ્પો હતા. અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ અને આર. અશ્વિન. આમ તો આર. અશ્વિન અને અક્ષર પટેલ આખી ટૂર્નામેન્ટમાં ફ્લોપ રહ્યા હતા. સેમી-ફાઈનલમાં જ્યારે તમામ બોલર્સ ધોવાઈ જતા હતા, ત્યારે રોહિત શર્મા સમજી શકતો નહોતો કે કોને બોલિંગ આપવી! ટીમ મેનેજમેન્ટે આખી ટૂર્નામેન્ટમાં યુઝવેન્દ્ર ચહલ જેવા રિસ્ટ સ્પિનરને બેન્ચ પર બેસાડી રાખ્યો હતો.

ઇંગ્લેન્ડની આ વર્લ્ડ કપમાં સફર

તારીખVSવેન્યૂરિઝલ્ટ
22 ઓક્ટોબરઅફઘાનિસ્તાનપર્થ5 વિકેટથી જીત્યું
26 ઓક્ટોબરઆયર્લેન્ડમેલબોર્ન5 રનથી હાર્યું
28 ઓક્ટોબરઓસ્ટ્રેલિયામેલબોર્નનો રિઝલ્ટ
01 નવેમ્બરન્યૂઝીલેન્ડબ્રિસ્બેન20 રનથી જીત્યું
05 નવેમ્બરશ્રીલંકાસિડની4 વિકેટથી જીત્યું
10 નવેમ્બર (સેમી-ફાઈનલ)ભારતએડિલેડ10 વિકેટથી જીત્યું
13 નવેમ્બર (ફાઈનલ)પાકિસ્તાનમેલબોર્ન5 વિકેટથી જીત્યું

ટીમ ઈન્ડિયાની આ વર્લ્ડ કપમાં સફર

તારીખVSવેન્યૂરિઝલ્ટ
23 ઓક્ટોબરપાકિસ્તાનમેલબોર્ન4 વિકેટથી જીત્યું
27 ઓક્ટોબરનેધરલેન્ડ્સસિડની56 રનથી જીત્યું
30 ઓક્ટોબરસાઉથ આફ્રિકાપર્થ5 વિકેટથી હાર્યું
02 નવેમ્બરબાંગ્લાદેશએડિલેડ5 રનથી જીત્યું
06 નવેમ્બરઝિમ્બાબ્વેમેલબોર્ન71 રનથી જીત્યું
10 નવેમ્બર (સેમિફાઈનલ)ઇંગ્લેન્ડએડિલેડ10 વિકેટથી હાર્યું

3. ટીમ ઈન્ડિયા પાસે એક બેટર, જે બોલિંગ પણ કરી શકતો હતો
ઇંગ્લેન્ડ પાસે ટૉપ-5 બેટર્સમાં એવા 3 ખેલાડી હતા, જે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકતા હતા. તેમાં બેન સ્ટોક્સ, લિયામ લિવિન્ગસ્ટન અને મોઈન અલી છે. બીજી તરફ, ટીમ ઈન્ડિયા પાસે માત્ર એક જ પ્લેયર હતો, જેણે ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું અને તે હાર્દિક પંડ્યા છે. લિવિન્ગસ્ટને તો સેમી-ફાઈનલમાં 3 ઓવરમાં માત્ર 20 રન આપ્યા હતા.

આખા વર્લ્ડ કપમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે જ બેટિંગ કરી હતી. એવું પણ નથી કે કોહલી અને રોહિત શર્મા બોલિંગ નથી કરતા. રોહિતે IPLમાં હેટ્રિક પણ લીધી છે.

4. ડીપ બેટિંગ લાઇનઅપ
ઇંગ્લેન્ડ પાસે આ વર્લ્ડ કપમાં નંબર-10 અને નંબર-11 સુધીની બેટિંગ-લાઇનઅપ હતી. ઓપનર જોસ બટલરથી લઈને નંબર-11 આદિલ રાશિદ સુધી દરેક બેટિંગ કરી શકે છે. એ જ સમયે ટીમ ઈન્ડિયા પાસે બેટર્સની એટલી અછત હતી કે આર. અશ્વિનને ટીમમાં રાખવો પડ્યો, કારણ કે ટીમની બેટિંગ થોડી ઊંડી થઈ શકે!

5. ફિયરલેસ ક્રિકેટ
આ આખી ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડે બતાવ્યું કે ફિયરલેસ ક્રિકેટ શું છે. તેની ટીમ ક્રિકેટના ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ફિયરલેસ ક્રિકેટ રમી હતી. બેટર્સ ક્રીઝ પર આવતાંની સાથે જ તે મોટા શોટ્સ ફટકારવા લગાતા હતા.

આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના ઓપનર્સ રોહિત શર્મા અને કેએલ રાહુલનો સ્ટ્રાઈક રેટ મોઈન અલી અને લિયામ લિવિન્ગસ્ટન કરતાં પણ ઓછો છે. મોઈને 126 અને લિયામ લિવિન્ગસ્ટોને 122ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તો બીજી બાજુ, કેએલ રાહુલનો સ્ટ્રાઈક રેટ 120.75 અને રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 106 હતો.