તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • English Captain Joe Root Won The ICC Player Of The Month Award, Beating Eimear Richardson In The Women's Category.

રૂટની સિક્સર!:બુમરાહને ઓવર ટેક કરી ઇંગ્લિશ કેપ્ટન જો રૂટે જીત્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો અવોર્ડ, મહિલાઓની કેટેગરીમાં એમિયર રિચર્ડસને મારી બાજી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જો રૂટ અને એમિયર રિચર્ડસનની ફાઇલ તસવીર - Divya Bhaskar
જો રૂટ અને એમિયર રિચર્ડસનની ફાઇલ તસવીર
  • ICCએ એડિશનલ પ્લેયર ઓફ ધ મંથનો અવોર્ડ 'ડોગ'ને પણ આપ્યો
  • જો રૂટે ઈન્ડિયા સામેની સિરીઝમાં 3 સદી ફટકારી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓગસ્ટ મહિનામાં બેસ્ટ પ્લેયર કોણ રહ્યો એની જાહેરાત આજે સોમવારે કરી દીધી છે. ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટે સતત પ્રશંસનીય પ્રદર્શન દાખવી આ અવોર્ડ પોતાને નામ કર્યો છે. રૂટે ઈન્ડિયા સામે ટેસ્ટ સિરીઝમાં 3 સદી ફટકારીને રનનો પહાડ ખડકી દીધો હતો. તેવામાં જસપ્રીત બુમરાહની પસંદગી થાય એવી અટકળો પર પણ બ્રેક લાગી ગઈ છે.

રૂટે બુમરાહ (IND) અને શાહિન આફ્રિદી (PAK)ને ઓવરટેક કર્યા
ઇંગ્લિશ ટીમના કેપ્ટન જો રૂટે ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને પાકિસ્તાની બોલર શાહીન આફ્રીદીને પાછળ પાડી પ્લેયર ઓફ ધ મંથનો અવોર્ડ પોતાને નામ કર્યો હતો. જો રૂટે ઈન્ડિયા સામેની પાંચમાંથી 4 ટેસ્ટ મેચની 7 ઈનિંગમાં 94.00ની એવરેજથી 564 રન કર્યા હતા. આ સિરીઝમાં બુમરાહે પોતાની ફાસ્ટ બોલિંગથી પ્રભાવિત કરીને 18 વિકેટ ઝડપી હતી.

ઈન્ડિયા સામે રૂટે આક્રમક બેટિંગ કરી
લોર્ડ્સ ટેસ્ટમાં જો રૂટે ઈન્ડિયા સામે 180 રનની પ્રશંસનીય ઈનિંગ રમી હતી અને નોટઆઉટ રહ્યો હતો. વળી તેણએ લીડ્સમાં પણ સદી નોંધાવીને પોતાનો ક્લાસ વર્લ્ડ ક્રિકેટમાં દેખાડ્યો હતો. તેવામાં ICC વોટિંગ એકેડમીના પેનલિસ્ટ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેપી ડુમિનીએ રૂટ અંગે કહ્યું- એક કેપ્ટન તરીકે રૂટ ઉપર ઘણી જવાબદારી હતી. જેવી રીતે તેણે આક્રમક બેટિંગ કરીને પોતાનું યોગદાન આપ્યું હતું તેનાથી રૂટ ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર-1 બની ગયો હતો.

એમિયર રિચર્ડસનને મહિલાઓની કેટેગરીમાં પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરાઈ
વળી આયરલેન્ડની દિગ્ગજ મહિલા ખેલાડી એમિયર રિચર્ડસને મહિલા કેટેગરીમાં પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરાઈ છે. રિચર્ડસને ICC વુમન T20 વર્લ્ડ કપ યૂરોપ ક્વોલિફાયરમાં ગત મહિને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

એમિયરે ટૂર્નામેન્ટમાં 4.19ની ઇકોનોમી રેટથી કુલ 7 વિકેટ લીધી અને જર્મની, સ્કોટલેન્ડ, ફ્રાન્સ અને નેધરલેન્ડ જેવી ટીમ સામે પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. તેવામાં બેટિંગ દરમિયાન પણ તેનું ફોર્મ સારુ રહ્યું હતું. નેધરલેન્ડ સામે ફાઇનલ મેચમાં તેણે 49 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી અને ટૂર્નામેન્ટમાં કુલ મળીને 76 રન કર્યા હતા.

ICCએ એડિશનલ પ્લેયર ઓફ ધ મંથનો અવોર્ડ 'ડોગ'ને પણ આપ્યો​​​​​​
આયરલેન્ડમાં મહિલાઓની ક્રિકેટ મેચ દરમિયાન એક કૂતરું મેદાનમાં ફીલ્ડિંગ કરવા લાગ્યું હતું. એટલું જ નહીં તે ફીલ્ડર્સ પાસેથી બોલ ઝૂંટવીને મેદાનમાં આમ-તેમ દોડવા લાગ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો આયરલેન્ડ વુમન્સ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટે શેર કર્યો હતો, જે વાઇરલ થઈ રહ્યો છે. જોકે તમામ ખેલાડીને મેદાનમાં દોડ-પકડ રમાડ્યા પછી આ કૂતરું નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર જતું રહ્યું અને એક ખેલાડીને બોલ આપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...