બીજી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો:પહેલી ઈનિંગમાં ઇંગ્લેન્ડ 236 રનમાં ઓલઆઉટ, સ્ટાર્કે 4 તથા લાયને 3 વિકેટ લીધી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિઝ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. તેવામાં ઓસ્ટ્રેલિયા અત્યારે 237 રનથી આગળ છે. આ ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન પેસર મિચેલ સ્ટાર્કે 4 વિકેટ લીધી છે. જ્યારે નેથન લાયને 3 વિકેટ સાથે ઇંગ્લેન્ડની ટીમના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.

ઇંગ્લેન્ડનો કોઈપણ બેટર સારી બેટિંગ કરી શક્યો નથી. આ ઈનિંગમાં ડેવિલ મલાને સૌથી વધારે 80 રન કર્યા છે. વળી કેપ્ટન રૂટે પણ સારી બેટિંગના પરિણામે 62 રન કર્યા હતા. તેવામાં ઓસ્ટ્રેલિયા દ્વારા સેટ કરાયેલા તોતિંગ ટાર્ગેટના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ સારી શરૂઆત નહોતી કરી શકી અને ઓપનર્સે જ બેક ટુ બેક પેવેલિયન ભેગા થઈ ટીમની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ઓસ્ટ્રેલિયન બેટરે પહેલી ઈનિંગમાં વિસ્ફોટક બેટિંગ કરી
ઓસ્ટ્રેલિયન બેટરે પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી ઇંગ્લેન્ડના બોલર્સના ગેમ પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો. જોકે પહેલી ઈનિંગમાં બેટિંગ દરમિયાન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પોતાની સદી ચૂક્યા હતા પરંતુ લાબુશેને 103 રનની શાનદાર ઈનિંગ રમી એક જંગી સ્કોર ઊભો કર્યો હતો.

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટર એલેક્સ કેરીએ ટેસ્ટ કરિયરની પહેલી ફિફ્ટી મારી હતી. તેણે 107 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. એટલું જ નહીં અંતે બેટિંગ કરવા આવેલા મિચેલ સ્ટાર્ક અને માઈકલ નેસરે ચોગ્ગા છગ્ગા મારી 35-35 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...