ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ ચેમ્પિયન:પાકિસ્તાનને બીજી વખત ફાઈનલમાં હાર મળી, ઇંગ્લિશ ટીમ ક્રિકેટની ડબલ ચેમ્પિયન ટીમ બની

4 મહિનો પહેલા

આજે T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલ રમાઈ રહી ગઈ હતી. ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે. તેઓ બીજી વખત T20 વર્લ્ડ કપમાં જીત્યા છે. ઇંગ્લેન્ડની ટીમ 13 વર્ષે T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. તેઓ છેલ્લે 2010માં જીત્યા હતા.

ફાઈનલમાં પાકિસ્તાને આપેલા 138 રનના ટાર્ગેટને તેઓએ 19 ઓવરમાં 5 વિકેટે જ ચેઝ કરી લીધો હતો. ઇંગ્લેન્ડની આ શાનદાર જીતમાં બેન સ્ટોક્સનો ફાળો રહ્યો હતો. તેણે 49 બોલમાં 52 રન કરીને ઇંગ્લેન્ડને જિતાડી દીધું હતું. પ્રેશરવાળી પરિસ્થિતિમાં તેણે ટીમની ઇનિંગને સંભાળીને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ઇંગ્લેન્ડની આ જીતમાં કેપ્ટન જોસ બટલરે પણ 17 બોલમાં 26 રન બનાવ્યા હતા.

પાકિસ્તાન તરફથી હારિસ રઉફે 2 વિકેટ લીધી હતી. તો શાદાબ ખાન, શાહિન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયરને 1-1 વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડની ટીમ બીજીવાર T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે.
ઇંગ્લેન્ડની ટીમ બીજીવાર T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે.

અગાઉ ઇંગ્લેન્ડની સામે પાકિસ્તાનનો ધબડકો જોવા મળ્યો હતો. પાકિસ્તાને નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 137 રન કર્યા હતા. પાકિસ્તાની ઇનિંગને ધરાશાયી કરવામાં સૈમ કરનનો ફાળો રહ્યો છે. તેણે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડનને 2-2 વિકેટ, જ્યારે બેન સ્ટોક્સને 1 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી હાઈએસ્ટ રન સ્કોરર શાન મસૂદ રહ્યો હતો. તેણે 28 બોલમાં 28 રન બનાવ્યા હતા.જ્યારે કેપ્ટન બાબર આઝમે 28 બોલમાં 32 રન કર્યા હતા.

T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમ

વર્ષચેમ્પિયન ટીમરનરઅપવેન્યૂ
2007ભારતપાકિસ્તાનજોહનિસબર્ગ
2009પાકિસ્તાનશ્રીલંકાલોર્ડ્સ
2010ઇંગ્લેન્ડઓસ્ટ્રેલિયાબાર્બાડોઝ
2012વેસ્ટઈન્ડિઝશ્રીલંકાકોલંબો
2014શ્રીલંકાભારતઢાકા
2016વેસ્ટઈન્ડિઝઇંગ્લેન્ડકોલકત્તા
2021ઓસ્ટ્રેલિયાન્યૂઝીલેન્ડદુબઈ
2022ઇંગ્લેન્ડપાકિસ્તાનમેલબોર્ન

પ્લેયર ઑફ ધ મેચ
T20 વર્લ્ડ કપના પ્લેયર ઑફ ધ મેચ સૈમ કરનને બનાવવામાં આવ્યો હતો. તેણે ફાઈનલમાં ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 3 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ અને મોહમ્મદ નવાઝને આઉટ કર્યા હતા. તેની બોલિંગ ફિગર 4-0-12-3ની રહી હતી.

પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ સૈમ કરન
T20 વર્લ્ડ કપ-2022નો પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ સૈમ કરન બન્યો છે. તે આ સાથે જ સૌથી યુવા વયે T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બનનાર પ્લેયર બની ગયો છે. સૈમ કરને 11.38ની એવરેજથી 13 વિકેટ ઝડપી છે. તો વિરાટ કોહલી એકમાત્ર એવો પ્લેયર છે, કે જેણે સતત બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હોય! વિરાટ કોહલીને વર્ષ 2014 અને વર્ષ 2016માં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બનાવવામાં આવ્યા હતા. આ વખતે પણ તેઓ જીતી શખે તેમ હતા, પરંતુ સૈમ કરને ફાઈનલમાં 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપતા, તેને આ ખિતાબ મળ્યો હતો.

અત્યારસુધીના T20 વર્લ્ડ કપના પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ

વર્ષપ્લેયરદેશ
2007શાહિદ આફ્રિદીપાકિસ્તાન
2009તિલકરત્ને દિલશાનશ્રીલંકા
2010કેવિન પીટરસનઇંગ્લેન્ડ
2012શેન વોટસનઓસ્ટ્રેલિયા
2014વિરાટ કોહલીભારત
2016વિરાટ કોહલીભારત
2021ડેવિડ વોર્નરઓસ્ટ્રેલિયા
2022સૈમ કરનઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડ પહેલી ટીમ બની કે વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ એકસાથે જીતી
ઇંગ્લેન્ડે આ જીત સાથે જ ઈતિહાસ રચી દીધો છે. તેઓની ટીમ એકસાથે વન-ડે વર્લ્ડ કપ ચેમ્પિયન અને T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનનાર પહેલી ટીમ બની ગઈ છે. ઇંગ્લેન્ડે 2019માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. તેઓ હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તો આ T20 વર્લ્ડ કપ જીતીને પણ તેઓ હવે ચેમ્પિયન બની ગયા છે. ત્યારે તેઓ હવે બન્ને ટાઈટલ એકસાથે જાળવી રાખનાર પહેલી ટીમ બની ગઈ છે.

બેન સ્ટોક્સ બન્ને વર્લ્ડ કપનો હીરો રહ્યો

ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે T20 કપની ફાઈનલમાં જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેણે પાકિસ્તાન સામે ફાઈનલમાં 49 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો 2019ના વન-ડે વર્લ્ડ કપમાં પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે 98 બોલમાં 84* રનની વિજયી ઇનિંગ રમી હતી. તો સુપર ઓવરમાં પણ 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. આમ તેણે હવે ઇંગ્લેન્ડની ટીમને બન્ને વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વેસ્ટઈન્ડિઝની બરાબરી કરી
ઇંગ્લેન્ડની ટીમે આ T20 વર્લ્ડ કપ જીતીને વેસ્ટઈન્ડિઝની ટીમની બરાબરી કરી લીધી છે. ઇંગ્લેન્ડની ટીમે બીજીવાર T20 વર્લ્ડ કપ જીત્યો છે. અગાઉ તેઓએ 2009માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત વેસ્ટઈન્ડિઝની ટીમ પણ બે વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે. કેરેબિયન ટીમે 2012 અને 2016માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

પાકિસ્તાન બીજીવાર ફાઈનલમાં હાર્યું
પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં કુલ બીજીવાર હારી છે. પાકિસ્તાનની ટીમને 2007માં ટીમ ઈન્ડિયા સામે 5 રને હાર મળી હતી. તો આ વખતે 2022માં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટે હાર મળી છે. આમ તેઓને બે વખતે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ કુલ 3 વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં આવી હતી. જેમાં તેઓને 2007 અને 2022ના T20 વર્લ્ડ કપમાં હાર મળી હતી. તો 2009માં તેઓ ચેમ્પિયન બન્યા હતા.

જોસ બટલરે શાનદાર શોટ ફટકાર્યો હતો.
જોસ બટલરે શાનદાર શોટ ફટકાર્યો હતો.
હારિસ રઉફે બાઉન્ડરી પર જોરદાર ફિલ્ડિંગ કરી હતી.
હારિસ રઉફે બાઉન્ડરી પર જોરદાર ફિલ્ડિંગ કરી હતી.
શાહિન શાહ આફ્રિદીએ શરૂઆતમાં જ એલેક્સ હેલ્સને ક્લાસિક ઇનસ્વિંગરથી બોલ્ડ કર્યો હતો.
શાહિન શાહ આફ્રિદીએ શરૂઆતમાં જ એલેક્સ હેલ્સને ક્લાસિક ઇનસ્વિંગરથી બોલ્ડ કર્યો હતો.
આદિલ રાશિદે બે મહત્ત્વની વિકેટ ઝડપી છે. તેણે મોહમ્મદ હારિસ અને બાબર આઝમની વિકેટ લીધી છે.
આદિલ રાશિદે બે મહત્ત્વની વિકેટ ઝડપી છે. તેણે મોહમ્મદ હારિસ અને બાબર આઝમની વિકેટ લીધી છે.
સૈમ કરને પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાનને બોલ્ડ કર્યો હતો.
સૈમ કરને પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાનને બોલ્ડ કર્યો હતો.

1992ના વર્લ્ડ કપમાં પણ પહેલો બોલ નો બોલ પડ્યો હતો
એવું કહેવાય છે કે 1992ના વર્લ્ડ કપમાં અને આ વખતના વર્લ્ડ કપમાં ખૂબ જ સામ્યતા છે. ત્યારે પણ પાકિસ્તાને સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તો ઇંગ્લેન્ડ પણ ફાઈનલમાં આવ્યું હતું. તે વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો. ત્યારે આજે વધુ એક રોચક ઘટના બની છે. પાકિસ્તાનની ઇનિંગમાં પણ પહેલો બોલ નો બોલ પડ્યો હતો. ત્યારે ડેરેક પ્રિંગલ્સે આમિર સોહેલને નો બોલ નાખ્યો હતો. અને આજે બેન સ્ટોક્સે મોહમ્મદ રિઝવાનને નો બોલ નાખ્યો હતો.

ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ફિલ્ટ સોલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રૂક્સ, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન, સૈમ કરન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન અને આદિલ રશિદ.​​​​​

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

અન્ય સમાચારો પણ છે...