તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • England Vs India Manchester Test Match Preview, Predicted Playing XI | LIVE MATCH | Virat Kohli | Joe Root

5મી ટેસ્ટ મેચ રદ, વિજેતા અંગે સસ્પેન્સ:સૌરવ ગાંગુલી આ મહિને બ્રિટન જશે, ECBના CEO સાથે મેચ રિ-શેડ્યૂલ મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના

14 દિવસ પહેલા
  • માન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં ઈન્ડિયન સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ
  • હોટલ રૂમની બહાર પણ નથી આવી રહ્યા ઈન્ડિયન પ્લેયર્સ, રાત્રે 2:30 વાગ્યા સુધી જાગતા રહ્યા; દિનેશ કાર્તિકનો ઘટસ્ફોટ

માન્ચેસ્ટરથી ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે 5 ટેસ્ટની અંતિમ મેચ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. તેવામાં બંને ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડવાની સંભવના રહેલી છે. આ દરમિયાન મીડિયાના અહેવાલો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ બ્રિટન જવાનો નિર્ણય કર્યો છે. ગાંગુલી 22 સપ્ટેમ્બર અને 23 સપ્ટેમ્બરે બ્રિટન પ્રવાસ પર જઈ શકે છે. જેમાં તેઓ ECBના CEO હૈરીસન સાથે મુલાકાત કરશે. જોકે, ગાંગુલીનો આ પ્રવાસ સત્તાવાર નહીં પણ ખાનગી રહેશે.

ECBએ અવાર-નવાર વિવાદિત નિવેદન આપ્યા
ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા પછી ટીમ ઈન્ડિયાના કેટલાક પ્લેયર્સે રમવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. જેથી આ મેચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તેવામાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું કે જો ઈન્ડિયન ટીમ મેચ રમવાની ના પાડી રહી છે તો આને વોકઓવર માનીને ઇંગ્લેન્ડની ટીમને આ મેચની વિજેતા જાહેર કરી દેવી જોઇએ. જોકે BCCIએ આ અંગે સ્પષ્ટપણે ના પાડી દીધી છે.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે નિવેદનમાં જણાવ્યું હતું કે BCCI સાથે ચાલી રહેલી વાતચીત દરમિયાન બંને પક્ષ મેચ રદ કરવા મુદ્દે રાજી થઈ ગયા છે. જોકે ત્યારપછી BCCIએ ઇંગ્લેન્ડને પાંચમી ટેસ્ટ મેચને રી-શિડ્યૂલ કરવાની ઓફર પણ આપી છે. તમને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી થયું કે કોરોનાને કારણે મેચ રદ કરવી પડી અને સિરીઝને સ્થગિત અથવા રદ કરવી પડી હતી. ગત વર્ષે 19 ટૂર અને આ વર્ષે 2 ટૂર રદ થયા છે પરંતુ અત્યારસુધી કોઇપણ ટીમને વોકઓવર મળ્યું નથી.

દિનેશ કાર્તિકનો ઘટસ્ફોટ, ઈન્ડિયન પ્લેયર્સ રાત્રે 2:30 વાગ્યા સુધી જાગતા રહ્યા
ઈન્ડિયન ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન રહી ચૂકેલા અને ટેસ્ટ સિરીઝમાં કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહેલા દિનેશ કાર્તિકે સ્કાઇ સ્પોર્ટ્સ સાથે વાતચીત દરમિયાન વિવિધ ઘટસ્ફોટ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મેં કોરોના અને પાંચમી ટેસ્ટ મુદ્દે ઈન્ડિયન પ્લેયર્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મને જાણવા મળ્યું હતું કે ચોથી ટેસ્ટ પછી દરેક ખેલાડી થાકી ગયા છે. સિરીઝની ચારેય મેચ રોમાંચક રહી હતી અને અત્યારે ઈન્ડિયન ટીમ પાસે માત્ર એક જ ફિઝિયો હતો, તે પણ હવે કોવિડ પોઝિટિવ આવતા ઈન્ડિયન પ્લેયર્સની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.

દિનેશ કાર્તિકે કહ્યું કે આપણે આ વાતને પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે આ સિરીઝ પછી IPL અને T-20 વર્લ્ડ કપ પણ રમાશે. તેવામાં હવે ટીમના પ્લેયર્સ કેટલા બાયો-બબલ બદલતા રહેશે!

રાત્રે 2:30 વાગ્યા સુધી ખેલાડીઓને ઊંઘ ન આવી
શું આ ટેસ્ટ મેચને 1-2 દિવસ સુધી ટાળી શકાશે નહીં? આ સવાલનો જવાબ આપતા દિનેશ કાર્તિકે કહ્યું હતું કે આવું તો કેવી રીતે શક્ય થઈ શકે છે. ગત રાત્રે મોટાભાગના ખેલાડીઓ રાત્રે 2:30 વાગ્યા સુધી જાગતા રહ્યા હતા. તેઓ અસમંજસમાં હતા. તેવામાં આજે કેવી રીતે મેચ રમી શકે?

કાર્તિકે વધુમાં કહ્યું કે ચલો માની લઇએ કે આજે મેચ રમવાનું શરૂ કરી દઇએ પરંતુ જો ત્રણ દિવસ પછી ફરી કોઇ ખેલાડીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો તો શું થયું હોત? મેચમાં ભાગ લઇ રહેલા દરેક ખેલાડી સંકટમાં મૂકાઈ ગયા હોત. જો આમ થયું હોત તો તેમને ફરજિયાત 10 દિવસ આઇસોલેશનમાં રહેવાની ફરજ પડી હોત, જેની સીધી અસર IPL અને તેમના સ્વાસ્થ્ય પર પડી હોત. વળી એવું તો છે નહીં કે જો આજે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો 2 દિવસ પછી તે પોઝિટિવ ન આવી શકે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમના ફિઝિયોનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ ઈન્ડિયન પ્લેયર્સ હોટલના રૂમની બહાર પણ નહોતા આવ્યા.

માનચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મેચ રદ થવાની માહિતી સ્ક્રિનબોર્ડ પર ફ્લેશ થઈ હતી
માનચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મેચ રદ થવાની માહિતી સ્ક્રિનબોર્ડ પર ફ્લેશ થઈ હતી

ઇંગ્લેન્ડે 2 વાર નિવેદનો બદલ્યા
મેચ રદ થયા પછી ECBએ અવાર-નવાર પોતાના નિવેદનો બદલ્યા છે. પહેલા તેણે કહ્યું કે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થતો હોવાથી ઈન્ડિયન ટીમ મેદાનમાં આવી નથી. તેવામાં ગણતરીની મિનિટોમાં ઇંગ્લેન્ડ બોર્ડે બીજુ નિવેદન આપતા કહ્યું કે BCCI સાથે વાતચીત પછી પાંચમી ટેસ્ટ રદ કરાઈ છે. કોરોના સંક્રમણની આશંકાના પગલે ઈન્ડિયન ટીમ મેદાનમાં ઉતરી નથી. તેવામાં બીજા નિવેદનમાંથી ઇંગ્લેન્ડે 'મેચ છોડી દીધી' હોવાનો શબ્દ હટાવ્યો હતો.

વધુ એક વિકલ્પ
આગામી જૂનમાં ઈન્ડિયન ટીમ લિમિટેડ ઓવરની સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ ટૂર કરવા જઈ રહી છે. આ ટૂરમાં ઈન્ડિયન ટીમ 3 T-20 અને 3 વનડે મેચની સિરીઝ રમશે. તેવામાં જો આજે મેચ રદ થાય અને વિજેતા અંગે સસ્પેન્સ યથાવત રહે તો આવતા વર્ષે જે ટૂર થશે ત્યારે અંતિમ મેચ રમાઈ શકે છે. જોકે આ તો માત્ર એક વિકલ્પ છે, આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

BCCIનો કોહલી-રોહિતને મેસેજ- રમવું પડ્યું તો રમીશું
ECB સાથેની વાતચીત દરમિયાન ઈન્ડિયન ક્રિકેટ બોર્ડના સીનિયર ખેલાડીઓ પૈકી કોહલી અને રોહિતે સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા હાર નહીં માને. જો કોવિડની પરિસ્થિતિમાં પણ અમારે રમવું પડ્યું તો અમે રમવા માટે તૈયાર છીએ. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે કોહલી અને રોહિત પણ હાર માનવા માટે તૈયાર નથી. તેમનું માનવું છે કે ઇંગ્લેન્ડ સિરીઝમાં 2-1થી પોતાની હાર માની લે અથવા અમે મેચ રમીશું.

કેટલાક પ્લેયર્સે ટેસ્ટ રમવાની ના પાડી દીધી
ટેસ્ટ મેચ અંગે ECB અને BCCI વચ્ચે ચર્ચા થઈ હતી અને BCCIએ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને જાણ કરી દીધી કે અમારા પ્લેયર્સ મેચ રમશે નહીં. બોર્ડએ કહ્યું અમારા પ્લેયર્સે હેલ્થ અપડેટ્સના પરિણામે મેચ રમવાની ના પાડી દીધી છે.

અગાઉ, રવિ શાસ્ત્રી સહિત અન્ય ઘણા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઈન્ડિયાની સમગ્ર ટીમનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તેનો અંતિમ રિપોર્ટ હજુ આજે આવશે. અંતિમ રિપોર્ટમાં કોઈ ખેલાડી ચેપગ્રસ્ત છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

પાંચમી ટેસ્ટ રદ થતા સ્ટેન્ડ્સ ખાલી જોવા મળ્યા હતા
પાંચમી ટેસ્ટ રદ થતા સ્ટેન્ડ્સ ખાલી જોવા મળ્યા હતા
માનચેસ્ટરમાં મેચ રમાશે કે નહીં એ મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફ કંઇક આવી રીતે મેદાનમાં નજરે પડ્યો હતો
માનચેસ્ટરમાં મેચ રમાશે કે નહીં એ મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફ કંઇક આવી રીતે મેદાનમાં નજરે પડ્યો હતો

ઈન્ડિયન ટીમ સિરીઝમાં 2-1થી આગળ
BCCIના જણાવ્યા મુજબ, ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં નિર્ણય લેવાયો છે. આ દરમિયાન કોમેન્ટેટર દિનેશ કાર્તિકે ટ્વીટ કરીને પહેલા દિવસે મેચ નહીં રમાય એ અંગે જાણકારી આપી હતી. ઓવલ ટેસ્ટ 157 રનથી જીતીને ઈન્ડિયન ટીમે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

માન્ચેસ્ટરમાં અત્યારસુધી નથી જીતી શકી ટીમ ઈન્ડિયા
ઇંગ્લેન્ડ ટૂર પર વિરાટસેનાએ અત્યારસુધી ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ઈન્ડિયાએ લોર્ડ્સ પછી ઓવલમાં સારું પ્રદર્શન દાખવીને સિરીઝમાં લીડ તો મેળવી લીધી છે, પરંતુ જો આંકડાઓની વાત કરીએ તો તેનું માન્ચેસ્ટરમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈન્ડિયન ટીમે આ મેદાનમાં પહેલી ટેસ્ટ 1936માં રમી હતી અને અત્યારસુધી અહીં રમાયેલી એકપણ મેચ તે જીતી શકી નથી. એટલું જ નહીં, ઈન્ડિયન ટીમને 9માંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 5 મેચ ડ્રો રહી હતી.

વળી, ઇંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં રમાયેલી 81 મેચમાંથી 31માં જીત મેળવી છે, જ્યારે 15માં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે તથા 35 મેચ ડ્રો રહી હતી. માન્ચેસ્ટર ટેસ્ટ જો ડ્રો રહી અથવા ઈન્ડિયન ટીમ જીતવામાં સફળ રહી તો 2007 પછી ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતીને ઇંગ્લેન્ડમાં પણ 'ન્યૂ ઈન્ડિયા'નો ડંકો વગાડશે.

છેલ્લી મેચ 1 ઈનિંગથી હારેલી ટીમ ઈન્ડિયા
2014માં ઈન્ડિયન ટીમે આ મેદાનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેને 1 ઈનિંગ અને 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિયાને આ મેદાન પર 2 વાર એક ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો છે.

ઇંગ્લેન્ડે છેલ્લી 10માંથી 8 મેચ જીતી
હોસ્ટ ઇંગ્લેન્ડ માટે ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરનું મેદાન હંમેશાં લકી રહ્યું છે. ઇંગ્લિશ ટીમે અહીં છેલ્લી 10 ટેસ્ટ મેચમાંથી 8 મેચ જીતી છે અને માત્ર એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 1 ડ્રો રહી હતી.

માન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં ઈન્ડિયન સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ
કોરોના વાઇરસે ફરી એકવાર ઈન્ડિયન ટીમના બાયો-બબલમાં પગપેસારો કરી દીધો છે. BCCIના સૂત્રએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે ઈન્ડિયન ટીમનો સપોર્ટ સ્ટાફ મેમ્બર યોગેશ પરમાર કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો, જેને કારણે માન્ચેસ્ટરમાં ઈન્ડિયન ટીમના પ્રેક્ટિસ સેશન્સ પણ સ્થગિત કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...