તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નઈ ટેસ્ટમાં ભારત 317 રને જીત્યું:કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ધોનીની બરાબરી કરી; અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી

14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ જીત સાથે વિરાટ કોહલીએ ઘરઆંગણે 21 ટેસ્ટ જીતી છે, ધોનીએ પણ ઘરઆંગણે 21 ટેસ્ટ જ જીતી છે
 • ભારતની આ રનના માર્જિનથી ઓવરઓલ પાંચમી સૌથી મોટી જીત છે, ઇંગ્લેન્ડ સામે રનના માર્જિનથી સૌથી મોટી જીત

ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. 482 રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત માટે અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે. ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ઘરઆંગણે સૌથી સફળ ભારતીય કપ્તાન
આ મેચ જીતીને વિરાટ કોહલીએ કપ્તાન તરીકે ઘરઆંગણે 21મી ટેસ્ટ જીતી છે. તેણે આ મામલે ધોનીની બરાબરી કરી છે. અમદાવાદ ખાતેની 2માંથી એક ટેસ્ટ જીતીને કોહલી ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી સફળ ભારતીય કપ્તાન બની જશે.

ભારતની ટેસ્ટમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત

 • 337 vs સાઉથ આફ્રિકા, દિલ્હી 2015/16
 • 321 vs ન્યૂઝીલેન્ડ, ઇન્દોર 2016/17
 • 320 vs ઓસ્ટ્રેલિયા, મોહાલી 2008/09
 • 318 vs વેસ્ટ ઇન્ડિઝ, નોર્થ સાઉન્ડ 2019
 • 317 vs ઇંગ્લેન્ડ, ચેન્નઈ 2020/21 *
 • 304 vs શ્રીલંકા, ગોલ 2017
 • (ટોપ 6માંથી પાંચ ટેસ્ટ કોહલી હેઠળ જીતી)

ભારત માટે ડેબ્યુ પર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર સ્પિનર્સ:

 • 5/64 વીવી કુમાર vs પાકિસ્તાન, દિલ્હી 1960/61
 • 6/103 દિલીપ દોશી vs ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ 1979/80
 • 8/61 & 8/75 નરેન્દ્ર હિરવાની vs વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નઈ 1987/88
 • 5/71 અમિત મિશ્રા vs ઓસ્ટ્રેલિયા, મોહાલી 2008/09
 • 6/47 રવિચંદ્રન અશ્વિન vs વેસ્ટ ઇન્ડિઝ, દિલ્હી 2011/12
 • 5/41 અક્ષર પટેલ vs ઇંગ્લેન્ડ, ચેન્નઈ, 2020/21*

જો રૂટ 8 ટેસ્ટમાં પહેલીવાર ભારતમાં ફિફટી ન મારી શક્યો
જો રૂટ 33 રને અક્ષર પટેલની બોલિંગમાં રહાણેના હાથે સ્લીપમાં કેચ આઉટ થયો હતો. તે પ્રથમ દાવમાં 6 રને અક્ષરનો જ શિકાર થયો હતો. રૂટ 8 ટેસ્ટમાં પહેલીવાર ભારતમાં ફિફટી મારી શક્યો નથી. આ પહેલાં તેણે ભારતમાં રમેલી તમામ ટેસ્ટમાં ફિફટી મારી હતી.

સૌથી ઓછી ઇનિંગ્સમાં ચોથી ચોથા દાવમાં 50 વિકેટ લેનાર બોલર્સ:

 • 14 ઇનિંગ્સ: રવિચંદ્રન અશ્વિન
 • 16 ઇનિંગ્સ: અનિલ કુંબલે
 • 17 ઇનિંગ્સ: મુથૈયા મુરલીધરન
 • 18 ઇનિંગ્સ: રંગાના હેરાથ
 • 19 ઇનિંગ્સ: શેન વોર્ન

અશ્વિને આજે પ્રથમ બોલે જ વિકેટ લીધી
ડેનિયલ લોરેન્સ રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે 53 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોરેન્સને આઉટ કર્યો તે ચોથા દિવસે અશ્વિનનો પ્રથમ બોલ હતો. તે પછી બેન સ્ટોક્સ 8 રને અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો.

ઋષભ પંતે ડેનિયલ લોરેન્સને સ્ટમ્પ કર્યો હતો.
ઋષભ પંતે ડેનિયલ લોરેન્સને સ્ટમ્પ કર્યો હતો.

સૌથી વધારે રન ચેઝ કરવાનો રેકોર્ડ વિંડીઝના નામે
ટેસ્ટમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2003માં 418 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. ભારતના મેદાન પર અત્યાર સુધીમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો છે.

ભારતમાં વિદેશી ટીમે સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
માત્ર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતમાં 276 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. તેણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.

રોહિત અને પંત સ્ટંપ આઉટ
પૂજારા (7) રનઆઉટ થઈ ગયા. ત્યારપછી રોહિત પણ વધુ ટક્યા નહીં અને 26 રન બનાવીને પવેલિયન પાછા ગયા. જેક લીચના બોલ પર વિકેટકીપર બેન ફોક્સે તેમને સ્ટમ્પ કર્યા. રહાણેએ ઉપર રમવા આવેલા ઋષભ પંત 8 રન બનાવીને લીચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા. ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે(10) આઉટ થયા. મોઈન અલીએ તેમને ઓલી પોપના હાથે ચેક આઉટ કરાવ્યા.

ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં 134 રન જ બનાવી શકી
બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા. રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમી. તેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ રોહિતના સ્કોરની પણ બરાબરી ન કરી શકી અને 134 રન પર જ સમેટાઈ ગઈ.જેને ધ્યાનમાં રાખી ભારતને પહેલી ઈનિંગમાં 195 રનની લીડ મળી.

ભારતમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો
ભારતીય જમીન પર અત્યાર સુધી સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકાય છે. ડિસેમ્બર 2008માં ભારતે ઈંગ્લેન્ડને ચેન્નાઈના જ મેદાન પર ટેસ્ટમાં 4 વિકેટથી હાર અપાવી હતી. જ્યારે વિદેશી ટીમની વાત કરીએ તો માત્ર વેસ્ટઈન્ડિઝે ભારતમાં સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હાર અપાવી હતી.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો