તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • England Players Not Allowed To Play In IPL, ECB's Shocking Decision; The Structure Of The Test Series Will Remain The Same

BCCIની ચિંતામાં વધારો:ઈંગ્લેન્ડના ખેલાડીઓને IPLમાં રમવાની અનુમતિ નહીં મળે, ECBનો ચોંકાવનારો નિર્ણય; ટેસ્ટ સીરીઝનું માળખું યથાવત રહેશે

2 મહિનો પહેલા
IPLના બીજા તબક્કા માટે અમે અંગત પ્લાનમાં ફેરફાર કરીશું નહીં - ECB
  • IPLનો બીજો ફેઝ 20 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે યોજાઇ શકે છે

BCCIએ IPLનો પ્રથમ ફેઝ પૂર્ણ કર્યા પછી હવે સપ્ટેમ્બરમાં બીજા ફેઝની મેચ રમવાની તૈયારીઓ આરંભી દીધી છે. તેવામાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે IPLના બીજા તબક્કા માટે અમે અંગત પ્લાનમાં ફેરફાર કરીશું નહીં. ECBના એમડી એશ્લેએ કહ્યું હતું કે એક તો BCCIએ કોઇપણ પ્રકારના ઓફિશિયલ નિર્ણય અંગે અમારી સાથે ચર્ચા કરી નથી અને આની સાથે અમે ઈંગ્લેન્ડના પ્લાનમાં પણ બદલાવ કરવાના નથી.

BCCI પાસે IPLની 14મી સીઝનના ફેઝ-2ને આયોજિત કરવા માટે ફક્ત 20-22 દિવસની વિન્ડો છે. મીડિયા અહેવાલોના આધારે જાણવા મળ્યું હતું કે IPLનો બીજો ફેઝ 20 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે યોજાઇ શકે છે. પરંતુ આ સમયે ઈંગ્લેન્ડની ટીમને બાંગ્લાદેશ ટૂર પર પણ જવાનું છે. આના પર એશ્લેએ કહ્યું હતું કે જો અમે પાંચમી ટેસ્ટ સપ્ટેમ્બરમાં પૂર્ણ કરીશું, તો અમારે 19-20 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ જવા માટે નિકળવું પડશે. તેથી અમે આ કાર્યક્રમમાં કોઇપણ પ્રકારનો બદલાવ લાવવા ઇચ્છતા નથી.

ખેલાડીઓને આરામ કરવા દેશે ECB, પરંતુ IPLમાં રમવાની છૂટ નહીં મળે
એશ્લે એટલુ અવશ્ય જણાવી દીધુ હતું કે ભારત વિરૂદ્ધની ટેસ્ટમેચ પછી તેઓ ટીમના મુખ્ય ખેલાડીઓને આરામ કરવાનો સમય આપશે. પરંતુ એનો એ અર્થ નથી કે તેઓને અમે IPLમાં રમવાની છૂટ આપી છે. તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં અમારે ઘણા મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને થોડો બ્રેક આપવો પડશે. અમારે અમારા કાર્યક્રમને પણ યોગ્ય ગોઠવવો પડશે, જેના કારણે અમે T-20 વર્લ્ડ કપ અને એશિઝ માટે પણ તૈયારીઓ આગળ વધારી શકીએ. આ બંને સીરીઝની મેચ 18 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી યોજાશે.

મોટાભાગની IPL ટીમ પર આની અસર વર્તાશે
ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, ક્રિસ વોક્સ, સેમ કરન અને ક્રિસ જોર્ડન IPLમાં પોતાની ટીમ માટે સારૂ પ્રદર્શન દાખવી રહ્યા છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ જો આમાં ભાગ નહીં લે તો CSK, RR, પંજાબ કિંગ્સ જેવી ટીમના ગેમ પ્લાનમાં ઘણો ફેરફાર થશે.

12 મહિનામાં ત્રીજીવાર IPL યોજાશે
એવુ અનુમાન લગાવાઇ રહ્યું છે કે આ દિવસોમાં BCCI અને ECBના સંબંધો સારા છે. પરંતુ IPLના માળખામાં સતત ફેરફાર થવાને કારણે ECB માટે પણ પોતાના ખેલાડીઓને રિલીઝ કરવા અને રમાડવા અંગે ઘણી મુશ્કેલીઓ સામે આવી રહી છે. IPL 2020નું આયોજન 10 સપ્ટેમ્બર 2020ના રોજ UAEમાં કરાયું હતું. ત્યારપછી માર્ચમાં IPL-2021 શરૂ થઇ હતી. હવે ફરી સપ્ટેમ્બરમાં IPL-2021નો બીજો તબક્કો આયોજિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...