તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત vs ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ આજથી:ઇંગ્લેન્ડ 35 વર્ષથી ભારત સામે ચેન્નાઈમાં જીત્યું નથી, બંને ટીમો અહીં 4 વર્ષ બાદ ફરી આમને-સામને, 382 દિવસ પછી ભારતીય ખેલાડીઓ ઘરેલુ મેદાન પર રમશે

ચેન્નાઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ પર 4 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ શુક્રવારથી રમાશે. તેની સાથે જ ભારતીય ખેલાડીઓ 382 દિવસના લાંબા અંતરાળ બાદ ઘરેલુ મેદાન પર રમશે. ચેન્નઇમાં જ 13 ફેબ્રુઆરીથી શ્રેણીની બીજી મેચ રમાશે. તેના માટે 50 ટકા ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. આ શ્રેણી બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા ફાઈનાલિસ્ટનો નિર્ણય થશે.

ઇંગ્લેન્ડની ટીમ 35 વર્ષથી ભારતને આ મેદાન પર હરાવી શકી નથી. ઇંગ્લિશ ટીમે છેલ્લે 1985માં ચેપોકમાં જીત મેળવી હતી. આ પછી, ભારતે આ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે સતત 3 ટેસ્ટ જીતી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં છેલ્લી ટેસ્ટ 2016માં રમાઈ હતી. ત્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને ઇનિંગ્સ અને 75 રનથી માત આપી હતી. 4 વર્ષ પછી બંને ટીમો ફરી એક વખત અહીં આમને-સામને થશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

ભારતમાં ક્રિકેટની વાપસી
ભારતમાં 10 મહિના અને 26 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. છેલ્લા 28 વર્ષમાં દેશમાં બે આંતરરાષ્ટ્રીય મેચો વચ્ચે આ સૌથી લાંબુ અંતર હશે. ભારતમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 માર્ચ 2020ના રોજ ગ્રેટર નોઈડામાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ પછી, કોરોનાને કારણે કોઈ મેચ થઈ ન હતી.

બંને ટીમો વિરુદ્ધ સ્થિતિમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવીને પરત ફરી છે. સીનિયર નહીં પણ યુવા ખેલાડીઓના દમ પર ભારતે ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનો તેના ઘરઆંગણે 2-0થી વ્હાઇટવોશ કરીને ભારત આવી છે. તેવામાં બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

ટીમ ઇન્ડિયા ચેપોકમાં 22 વર્ષથી કોઈ ટેસ્ટ હાર્યું નથી
ભારતીય ટીમ ચેપોકમાં છેલ્લા 22 વર્ષથી એક પણ ટેસ્ટ હારી નથી. ભારતે છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને મેચ ગુમાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારત 5 જીત્યું છે અને 3 મેચ ડ્રો રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 6 મેચ જીતી છે. ઇંગ્લેન્ડે 2 ટેસ્ટ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

ભારત 3 સ્પિનર્સ અને 2 પેસ બોલર સાથે રમી શકે છે
ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં 3 સ્પિનર્સ અને 2 પેસ બોલર્સ સાથે રમી શકે છે. સંભાવના છે કે, પ્લેઈંગ-11માં રવિચંદ્રન અશ્વિન સાથે કુલદીપ યાદવ અને અક્ષર પટેલ રમી શકે છે. 2016માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી, ત્યારે 5 ટેસ્ટની સીરિઝમાં અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 93માંથી 54 વિકેટ લીધી હતી. ભારતે 4-0થી શ્રેણી જીતી હતી.

ચેપોકમાં ટેસ્ટ રમનાર અશ્વિન ટીમમાં એકમાત્ર સ્પિનર ​​છે
અશ્વિને ચેપોક સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 2 ટેસ્ટમાં 13 વિકેટ ઝડપી. તે જ સમયે, ઝડપી બોલરોમાં જસપ્રિત બુમરાહનું સ્થાન પાક્કું છે. ઇશાંત અને મોહમ્મદ સિરાજને તક આપવામાં આવશે. બેટ્સમેનમાં શુભમન ગિલ અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં સફળ થયા પછી ફરી એક વાર ઓપનિંગ કરતા જોવા મળશે. જ્યારે ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ઋષભ પંત મિડલ ઓર્ડર સંભાળશે.

પ્રથમ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11
શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ / વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા / મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડે છેલ્લા 10 વર્ષમાં ભારત સામે સૌથી વધુ મેચ જીતી
ઇંગ્લેન્ડ ભારતની ધરતી પર સૌથી સફળ વિદેશી ટીમોમાંથી એક છે. છેલ્લાં 10 વર્ષમાં ઇંગ્લેન્ડ એકમાત્ર એવી ટીમ છે જેણે ભારત સામે હારથી વધારે જીત મેળવી છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 23 ટેસ્ટ થઈ છે. તેમાંથી ભારતે 7 અને ઇંગ્લેન્ડે 13 ટેસ્ટ જીતી છે. 3 ટેસ્ટ ડ્રો રહી. આ સમયગાળામાં, ભારતીય ભૂમિ પર બંને ટીમો વચ્ચે 9 મેચ રમાઈ છે. આમાં ભારતે 5 અને ઇંગ્લેન્ડે 2 મેચ જીતી હતી. 2 મેચ ડ્રો રહી હતી.

SENA દેશોમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ

ટીમમેચજીતહારજીત%
ઇંગ્લેન્ડ122264721.31
ઓસ્ટ્રેલિયા102304329.41
ન્યૂઝીલેન્ડ59211235.59
સાઉથ આફ્રિકા39141535.89

ઇંગ્લિશ ટીમ 3 ફાસ્ટર અને 3 સ્પિનર સાથે રમી શકે છે
ટીમની વાત કરીએ તો ઇંગ્લેન્ડ કન્ડિશનના હિસાબે ટીમ પસંદ કરવાની જગ્યાએ પોતાની સ્ટ્રેન્થ પર રમી શકે છે. આ રણનીતિથી સાઉથ આફ્રિકાએ 2000 અને ઓસ્ટ્રેલિયાએ 2004-05માં ભારતમાં જીત મેળવી હતી. ઇંગ્લિશ ટીમ 3 ફાસ્ટ બોલર અને 3 સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે.

વોક્સ અને બ્રોડમાંથી કોઈ એકને તક મળી શકે છે
સ્પિનર તરીકે ડોમ બેસ, જેક લીચ અને મોઇન અલી ટીમમાં સામેલ થઈ શકે છે. જ્યારે ફાસ્ટ બોલર્સમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરનું રમવું નક્કી છે. ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રમવા માટે ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડ વચ્ચે જંગ થશે. રિવર્સ સ્વિંગ અને લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ કરતો હોવાથી વોક્સ આ બાજી મારી શકે છે. તે સિવાય સ્ટોક્સ પણ મીડિયમ પેસ બોલિંગ કરશે.

પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ-11
જેક ક્રાઉલી / ડોમિનિક સિબલે, રોરી બર્ન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, મોઇન અલી, જોસ બટલર (વિકેટકીપર), ક્રિસ વોક્સ / સ્ટુઅર્ટ બ્રોડ, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન

વેધર અને પિચ રિપોર્ટ
પહેલી ટેસ્ટમાં પાંચેય દિવસ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ટેસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.

ચેપોકની પીચ સામાન્ય રીતે સ્પિનરો-અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ઝડપી બોલરો માટે પણ તક હશે, કારણ કે પિચ પર ઘાસ છે. પિચ ક્યુરેટર વી.રમેશ કુમારે કહ્યું કે ચેપકની પિચ સામાન્ય રીતે જોવામાં સપાટ હોય છે, પરંતુ આ વખતે સ્કવેર અને આઉટફિલ્ડમાં ગ્રીન ઘાસ છે. ચેપોકમાં લાલ માટીનો ઉપયોગ થાય છે. ટેસ્ટમાં ત્રીજા દિવસથી સ્પિનરોને ખાસ મદદ મળી શકે છે.

ચેપોકમાં કુલ ટેસ્ટ: 32
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 10
બીજી બેટિંગ કરનાર ટીમ જીતી: 10
એવરેજ ફર્સ્ટ ઇનિંગ્સ સ્કોર: 337
એવરેજ સેકેંડ ઇનિંગ્સ સ્કોર: 356
એવરેજ થર્ડ ઇનિંગ્સ સ્કોર: 240
એવરેજ ફોર્થ ઇનિંગ્સ સ્કોર: 157
હાઈએસ્ટ ટોટલ: ભારત 759/7 (190.4 ઓવર) વિરુદ્ધ ઇંગ્લેન્ડ
લોએસ્ટ ટોટલ: ભારત 83/10 (38.5 ઓવર) વિરુદ્ધ ઇંગ્લેન્ડ

રેકોર્ડ્સ જે બની શકે છે

  • ઇશાંત 3 વિકેટ લેતા જ ટેસ્ટ કરિયરમાં 300 વિકેટ પૂરી કરશે. આવું કરનાર ભારતનો છઠ્ઠો બોલર બનશે.
  • 2 સદી ફટકારતાં જ કોહલીની ઇન્ટરનેશનલ સદી 72 થઈ જશે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (71)ને પાછળ છોડી દેશે.
  • આ સદીમાં 100 ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન દેશ બની શકે છે ભારત. અત્યાર સુધીમાં 98 ટેસ્ટ જીતી છે.
  • ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની આ 100મી ટેસ્ટ હશે. તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર 15મો ઇંગ્લિશ ખેલાડી બનશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો