• Gujarati News
  • Sports
  • Cricket
  • England Have A Chance To Win The Series Against Pakistan After 10 Years, The Hosts Are 1 0 Ahead In The 3 Test Series, The Last Test Starts Tomorrow.

સાઉથહેમ્પટન:ઇંગ્લેન્ડ પાસે 10 વર્ષ પછી પાકિસ્તાન સામે સીરિઝ જીતવાની તક, 3 ટેસ્ટની શ્રેણીમાં યજમાન 1-0થી આગળ, છેલ્લી ટેસ્ટ આવતીકાલથી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લેન્ડ છેલ્લે પાકિસ્તાન સામે જુલાઈ 2010માં ઘરઆંગણે 3-1થી સીરિઝ જીત્યું હતું
  • વર્તમાન સીરિઝમાં ઇંગ્લેન્ડ પહેલી મેચ 3 વિકેટે જીત્યું હતું, જ્યારે બીજી ટેસ્ટ વરસાદના લીધે ડ્રો થઈ હતી
  • સાઉથહેમ્પટન ટેસ્ટ ભારતીય સમયાનુસાર શુક્રવારે બપોરે 3:30 વાગે શરૂ થશે, લાઈવ બ્રોડકાસ્ટિંગ સોની સિક્સ પર થશે

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ આવતીકાલથી સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન 10 વર્ષથી ઇંગ્લેન્ડ સામે સીરિઝ હાર્યું નથી, પરંતુ વર્તમાન શ્રેણીમાં 0-1થી પાછળ છે. આમ, મહેમાન ટીમ માટે પોતાનો રેકોર્ડ જાળવી રાખવા મેચ જીતવી જરુરી છે.

ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચ વરસાદના લીધે ડ્રો થઈ હતી. ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ જીતીને સીરિઝ 2-0થી જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે પાકિસ્તાન મેચ જીતીને સીરિઝ 1-1થી ડ્રો કરવા માગશે.

10 વર્ષમાં બંને ટીમો વચ્ચે 4 સીરિઝ રમાઈ, પાકિસ્તાન અપરાજિત

  • ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે છેલ્લે પાક. સામે જુલાઈ 2010માં જીત્યું હતું. ત્યારે તેમણે મહેમાન ટીમને 3-1થી હરાવી હતી. ત્યારથી બંને દેશ વચ્ચે 10 વર્ષમાં 4 સીરિઝ રમાઈ છે.
  • તેમાંથી 2012 અને 2015માં પાકિસ્તાને 2 સીરિઝ જીતી, જે UAEમાં થઈ હતી. જ્યારે ઇંગ્લેન્ડમાં રમાયેલી 2016 અને 2018ની બંને સીરિઝ ડ્રો થઈ હતી.

ઇંગ્લેન્ડ ઘરઆંગણે 12માંથી 8 સીરિઝ જીત્યું છે

  • ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે 6 વર્ષથી કોઈ સીરિઝ હાર્યું નથી. આ દરમિયાન ઇંગ્લેન્ડે 12માંથી 8 બાઇલેટરલ સીરિઝ જીતી છે, જ્યારે બાકીની 4 ડ્રો રહી છે.

હેડ-ટૂ-હેડ

  • ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે 85માંથી 26 ટેસ્ટ જીત્યું છે. 21માં હારનો સામનો કર્યો, જ્યારે 38 ટેસ્ટ ડ્રો રહી છે.
  • ઘરે ઇંગ્લેન્ડે પાક.ને 55માંથી 24 ટેસ્ટ હરાવ્યું, 12 હાર્યું, જ્યારે 19 ટેસ્ટ ડ્રો રહી છે.

પાકિસ્તાન ઇંગ્લેન્ડમાં 15માંથી માત્ર 3 સીરિઝ જીત્યું

  • સીરિઝની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ 25 સીરિઝ રમાઈ છે. આ દરમિયાન ઇંગ્લેન્ડ 9 સીરિઝ જીત્યું અને 8 હાર્યું છે. 8 સીરિઝ ડ્રો રહી છે.
  • જ્યારે ઇંગ્લેન્ડ ઘરે 15માંથી 7 ટેસ્ટ સીરિઝમાં પાક. સામે જીત્યું છે. ત્રણમાં હારનો સામનો કર્યો છે અને પાંચ ડ્રો રહી છે.

સ્ટેડિયમમાં કુલ ટેસ્ટ: 5

  • પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 2
  • પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 1
  • ફર્સ્ટ ઇનિંગ્સ એવરેજ સ્કોર: 287
  • બીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 281
  • ત્રીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 280
  • ચોથી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 187

સીરિઝમાં હાર-જીતની ટેસ્ટ ચેમ્પિયનશિપ પર અસર

  • ઇંગ્લેન્ડનો મેચ જીતે તો તેને એક સ્થાનનો ફાયદો થશે અને 319 પોઇન્ટ સાથે બીજા નંબરે પહોંચશે.
  • જ્યારે પાકિસ્તાન સીરિઝ બરાબર કરશે તો તે 193 પોઇન્ટ સાથે ચોથા નંબરે પહોંચશે. ભારત 360 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.

બંને ટીમો

પાકિસ્તાન: અઝહર અલી (કેપ્ટન), બાબર આઝમ (વાઇસ કેપ્ટન), આબીદ અલી, અસદ શફીક, ફહિમ અશરફ, ફવાદ આલમ, ઇમામ ઉલ હક, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સરફરાઝ અહેમદ, શાદાબ ખાન , શાહીન શાહ આફ્રિદી, શાન મસુદ, સોહેલ ખાન, ઉસ્માન શિનવારી, વહાબ રિયાઝ અને યાસીર શાહ.

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફરા આર્ચર, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલે, સેમ કરન, ઓલી પોપ, ડોમ સિબલે, ક્રિસ વોક્સ અને માર્ક વુડ

અન્ય સમાચારો પણ છે...