વર્લ્ડ કપમાં વિજેતા ટીમ પર કરોડોની ધનવર્ષા:ઇંગ્લેન્ડને 13 કરોડ રૂપિયા મળ્યા, પાકિસ્તાનને 6.5 કરોડ રૂપિયા મળ્યા; જાણો ટીમ ઈન્ડિયાને કેટલા મળ્યા છે

16 દિવસ પહેલા

ઇંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસનું પહેલું ડબલ વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજીવાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો હતો. આમ તો વન-ડે વર્લ્ડ કપમાં પણ હાલ તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ 2019માં તેઓ વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. અને હવે તેઓ T20 વર્લ્ડ કપ પણ જીતી ગયા છે. ત્યારે ઇંગ્લેન્ડ પહેલી ટીમ બની છે કે જેમની પાસે ODI અને T20, બન્ને વર્લ્ડ કપના ટાઈટલ છે.

ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ જીતી ગઈ છે. ત્યારે તેમને હવે ICC તરફથી પ્રાઇસ મનીમાં 13 કરોડ રૂપિયા મળ્યા છે. તો રનર-અપ પાકિસ્તાનની ટીમને અંદાજે 6 કરોડ 44 લાખ રૂપિયા મળ્યા છે.

ICCએ આ વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ પ્રાઇસ મની જાહેર કરી દીધી હતા, જેમાં વિજેતા ટીમથી લઈને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર થનારી ટીમ, બધાને પ્રાઇસ મની આપવામાં આવી છે. બધાના ટોટલ કરવામાં આવે તો ICCએ ટૂર્નામેન્ટમાં કુલ 45 કરોડ 68 લાખ રૂપિયા પ્રાઇસ મની આપી છે.

ક્વોલિફાઇંગ સ્ટેજથી સેમી-ફાઈનલ સુધી
સુપર-12માંથી બહાર થવા પર અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જીતીને બહાર થવા પર અને સેમી-ફાઈનલમાં પહોંચવા પર પણ ઈનામની રકમ પણ હતી.

ટીમ ઈન્ડિયાને અંદાજે 4 કરોડ 25 લાખ રૂપિયા મળ્યા
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને 4 કરોડ 25 લાખ રૂપિયા મળ્યા છે. વાત એમ છે કે ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં હારી ગઈ, એટલે તેને 3.22 કરોડ મળ્યા હતા, પરંતુ ટીમ સુપર-12માં 5માંથી 4 મેચ જીતી હતી, એટલે ટીમને તેની પણ પ્રાઇસ મની મળી હતી. કુલ મળીને આ રકમ અંદાજે 4 કરોડ 25 લાખ થાય છે.

ઇંગ્લેન્ડ ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું
ઇંગ્લેન્ડે 2010માં T20 વર્લ્ડ કપ અને 2019માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. આ ઇંગ્લેન્ડનો બીજો T20 વર્લ્ડ કપ છે. વેસ્ટઈન્ડીઝ પછી ઇંગ્લેન્ડ એવી બીજી ટીમ છે કે જેણે બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે.

T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનારી ટીમ

વર્ષચેમ્પિયન ટીમરનરઅપવેન્યૂ
2007ભારતપાકિસ્તાનજોહનિસબર્ગ
2009પાકિસ્તાનશ્રીલંકાલોર્ડ્સ
2010ઇંગ્લેન્ડઓસ્ટ્રેલિયાબાર્બાડોઝ
2012વેસ્ટઈન્ડીઝશ્રીલંકાકોલંબો
2014શ્રીલંકાભારતઢાકા
2016વેસ્ટઈન્ડીઝઇંગ્લેન્ડકોલકાતા
2021ઓસ્ટ્રેલિયાન્યૂઝીલેન્ડદુબઈ
2022ઇંગ્લેન્ડપાકિસ્તાનમેલબોર્ન

ટૂર્નામેન્ટમાં વિરાટે સૌથી વધુ રન બનાવ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર અને ક્રિકેટના કિંગ એવા વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેમણે 6 મેચમાં 98.66ની એવરેજથી 296 રન ફટકાર્યા છે.

ટૂર્નામેન્ટના ટૉપ-5 બેટર્સ

પ્લેયરટીમમેચરનસ્ટ્રાઈક રેટ
વિરાટ કોહલીભારત6296136.40
મેક્સ ઑ'ડૉડનેધરલેન્ડ્સ8242112.55
સૂર્યકુમાર યાદવભારત6293189.68
જોસ બટલરઇંગ્લેન્ડ6225144.23
કુસલ મેન્ડિસશ્રીલંકા8223142.94

શ્રીલંકાના હસરંગાએ સૌથી વધુ વિકેટ ઝડપી
બોલિંગની વાતસ કરીએ તો શ્રીલંકાના વાનિન્દુ હસરંગાએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે 8 મેચમાં 15 વિકેટ ઝડપી છે.

ટૂર્નામેન્ટના ટૉપ-5 બોલર્સ

પ્લેયરટીમમેચવિકેટઇકોનોમી
વાનિન્દુ હસરંગાશ્રીલંકા8156.41
સેમ કરનઇંગ્લેન્ડ6136.52
બાસ ડી લીડેનેધરલેન્ડ્સ8137.68
બ્લેસિંગ મુઝરબાનીઝિમ્બાબ્વે8127.65
જોશુઆ લિટિલઆયર્લેન્ડ7117

સેમ કરન પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ
ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરન પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે. તેણે વર્લ્ડ કપમાં 6 મેચમાં 13 વિકેટ ઝડપી છે. તો ફાઈનલમાં પાકિસ્તાન સામે 3 મહત્ત્વની વિકેટ લીધી હતી અને પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.

સેમ કરને ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે.
સેમ કરને ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે.