તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • England Captain Nasir Hussain Says Babur Azam Is Not Praised As Much As He Deserves, If It Was Kohli, Everyone Would Be Talking About Him

નિવેદન:ઇંગ્લેન્ડના કેપ્ટન નાસિર હુસેને કહ્યું- બાબર આઝમના એટલા વખાણ નથી થતા જેનો તે હકદાર છે, જો કોહલી હોત તો બધા તેની જ વાત કરત

એક વર્ષ પહેલા
બાબર (જમણે)એ ઓગસ્ટ 2018થી 14 ટેસ્ટમાં 68.57ની એવરેજથી 1303 રન બનાવ્યા, જ્યારે આ દરમિયાન કોહલીએ 19 ટેસ્ટમાં 51.24ની એવરેજથી 1486 રન બનાવ્યા છે. -ફાઇલ ફોટો
 • બાબર આઝમ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 100થી વધુની એવરેજે રન કરનાર એકમાત્ર બેટ્સમેન
 • ભારતીય કેપ્ટન કોહલીએ 52.25 અને સ્ટીવ સ્મિથે 73.42ની એવરેજથી રન કર્યા
 • વસીમ અકરમે કહ્યું- બાબરને પોતાના પ્રદર્શનથી સંતોષ નથી, આ મહાન ખેલાડીની નિશાની છે

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર નાસિર હુસેન માને છે કે પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ જેટલો સક્ષમ છે. પરંતુ તેને એટલું અટેન્શન (ધ્યાન) મળતું નથી, જેનો તે હકદાર છે. હુસેને પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટની કોમેન્ટ્રી દરમિયાન આ વાત કરી હતી.

હુસેને કહ્યું કે, જો કોહલી આઝમની જગ્યાએ રમી રહ્યો હોત, તો બધા જ તેના પ્રદર્શન વિશે વાત કરી રહ્યા હોત. 2018થી તેની ટેસ્ટમાં એવરેજ 68 અને વ્હાઇટ બોલ ક્રિકેટમાં 55ની છે. તે યુવા છે, એલીગેન્ટ છે. દરેક જણ ફેબ ફોર (વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન અને જો રૂટ) વિશે વાત કરે છે. આ ફેબ ફાઇવ છે અને બાબર આઝમ તેનો એક ભાગ છે.

આઝમના એ રીતે વખાણ નથી થઈ રહ્યા, જેનો તે હકદાર છે

 • તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના ઘરથી દૂર રમવાનું પરિણામ છે કે કોઈ આઝમને જોઈ રહ્યું નથી. પાકિસ્તાનની ટીમ મોટા ભાગે UAEમાં રમે છે. જ્યાં કોઈ આ બેટ્સમેનને જોઈ રહ્યું નથી.
 • પાકિસ્તાન એક રીતે ભારતીય ક્રિકેટના પડછાયામાં છુપાયેલું છે. તે તેમાંથી બહાર આવી રહ્યું નથી. પાકિસ્તાની ખેલાડીઓ IPL કે ભારત વિરુદ્ધ ક્રિકેટ નથી રમતા.

આઝમે તેની રમતમાં ખૂબ સુધારો કર્યો: અકરમ

 • પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ પણ હુસેન સાથે સહમત થયા હતા. તેમણે કહ્યું કે મને પણ લાગે છે કે આઝમની અવગણના કરવામાં આવી રહી છે.
 • આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સરેરાશ 65થી વધુ છે. તેણે બેટ્સમેન અને વ્યક્તિ તરીકે પોતાને ઘણો સુધાર્યો છે.
 • તેનામાં આત્મવિશ્વાસની કમી નથી, પરંતુ તે તેના પ્રદર્શન સંતુષ્ટ નથી. તે મહાન ખેલાડીની નિશાની છે અને બાબર સાચા માર્ગ પર છે.

છે

 • ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દિવસે બાબરે પોતાના કરિયરની 14મી ફિફટી મારી હતી. તે દિવસના અંતે 69 રને અણનમ રહ્યો હતો.
 • 2018 પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ એવરેજ આઝમની છે. આઝમે ઓગસ્ટ 2018થી અત્યાર સુધીમાં 14 ટેસ્ટમાં 68.57ની એવરેજથી 1303 રન બનાવ્યા છે. આ દરમિયાન 5 સદી મારી છે.
 • આ વર્ષે તેની એવરેજ 212ની છે. તેણે 2 ટેસ્ટમાં 212 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 26 ટેસ્ટમાં 45.12ની એવરેજથી 1850 રન કર્યા છે.

ઓછી છે

 • જો છેલ્લા 2 વર્ષમાં ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડ પર નજર કરીએ, તો તેણે 19 ટેસ્ટમાં 51.24ની સરેરાશથી 1486 રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટને 2 વર્ષમાં 5 સદી ફટકારી હતી.
 • આ વર્ષની વાત કરીએ તો તેણે 2 ટેસ્ટમાં 19ની સરેરાશથી માત્ર 38 રન બનાવ્યા છે.
 • કોહલીએ અત્યાર સુધીમાં 86 ટેસ્ટમાં 53.62ની સરેરાશથી 7240 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 27 સદી ફટકારી છે.
 • તે જ સમયે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે છેલ્લા 2 વર્ષમાં 9 ટેસ્ટમાં 73.42ની સરેરાશથી 1028 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી ફટકારી છે.

આઝમની ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એવરેજ 100થી વધુ

 • આઝમ અત્યાર સુધીમાં ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 684 રન બનાવી ચૂક્યો છે. તેની સરેરાશ 114 છે. તે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 100થી વધુની એવરેજ ધરાવનાર એકમાત્ર બેટ્સમેન છે.
 • ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 1249 રન બનાવનાર માર્નસ લબુશેને 83.26ની એવરેજથી રન બનાવ્યા છે. કોહલીએ 52.25 અને સ્મિથે 73.42ની એવરેજથી રન બનાવ્યા છે.