તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • ENG Vs PAK Match Update | Man Sitting In The Stands Proposed To The Girlfriend In The Ongoing Match, The Woman Got Emotional And Said ‘yes’; The Spectators Forgot The Match And Started Watching The Couple

ENG v/s PAKની મેચમાં લાઇફની ન્યૂ 'BIG' ઈનિંગ:સ્ટેન્ડ્સમાં બેઠેલા દર્શકે ચાલુ મેચમાં પ્રેમિકાને પ્રપોઝ કરી, મહિલાએ ભાવુક થઈને 'હા' પાડી; લોકો મેચ ભૂલી કપલને જોવા લાગ્યા

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની 2-1થી T-20 સિરીઝ જીતી હતી

ઇંગ્લેન્ડે મંગળવારે પાકિસ્તાન સામેની ત્રણ T-20 મેચની સિરીઝને 2-1થી જીતી લીધી હતી. એણે પાકિસ્તાનને 3 વિકેટથી હરાવીને નિર્ણાયક મેચ જીતી હતી. જોકે આ મેચમાં ઇંગ્લેન્ડના દર્શકોનું ધ્યાન રસપ્રદ મેચ સિવાય વધુ એક ઘટનાએ પોતાના તરફ આકર્ષિત કર્યું હતું, જેમાં એક શખસે LIVE મેચમાં પોતાની પ્રેમિકાને લગ્ન માટે રિંગ આપી પ્રપોઝ કરી હતી, જેનો વીડિયો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલમાં શેર કર્યો હતો.

ઘૂંટણીએ બેસી પ્રેમિકાને પ્રપોઝ કરી
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી T-20 મેચ ઓલ્ડ ટ્રેફર્ટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચને જોવા માટે લગભગ 20 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમમાં આવ્યા હતા, જેની 9મી ઓવર દરમિયાન એક શખસે સ્ટેન્ડ્સમાં બેઠેલી તેની પ્રેમિકાને તમામ દર્શકો વચ્ચે પ્રપોઝ કરી હતી.

કોમેન્ટેટર્સ મેચની કોમેન્ટરી છોડી કપલની વાત કરવા લાગ્યા
મેચમાં કોમેન્ટરી કરી રહેલા ડેવિડે ક્રિકેટ કોમેન્ટરી કરવાનું છોડીને પ્રોપોઝ કરી રહેલા કપલ પર કોમેન્ટરી કરવાનું શરૂ કરી દીધું હતું. શખસે જ્યારે તેની પ્રેમિકાને રિંગ પહેરાવી ત્યારે છોકરી ભાવુક થઈને રડી પડી હતી અને છેલ્લે તેણે હા પાડી હતી.

ત્યાર પછી દર્શકોની સાથે કોમેન્ટેટર્સ પણ ખુશ થઈ ગયા હતા, જેનો વીડિયો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ ટ્વિટર આઈડીએ પોસ્ટ કર્યો હતો. મહત્ત્વની વાત એ હતી કે આ સમગ્ર ઘટના કેમેરા મેન દ્વારા બિગ સ્ક્રીન પર તથા LIVE ટીવીમાં ટેલિકાસ્ટ થઈ હતી.

દર્શકોએ તાળીઓ વગાડી કપલને શુભેચ્છા પાઠવી
સ્ટેડિયમમાં આવેલા દર્શકોનું ધ્યાન જ્યારે પ્રપોઝ કરી રહેલા શખસ પર પડ્યું ત્યારે તેમણે પણ તાળીઓ વગાડવાનું શરૂ કરી દીધું હતું. આ તમામ ક્ષણ વચ્ચે મહિલાએ ભાવુક થઈ રડતાં-રડતાં તેના પ્રેમીને હા પાડી હતી. મહિલા તાત્કાલિક રિંગ પહેરીને તેના પ્રેમીને ભેટી પડી હતી.

મહિલા તાત્કાલિક રિંગ પહેરી 'હા' પાડી દીધી હતી. ત્યારે મહિલાનો નિર્ણય આવતાંની સાથે સ્કોરબોર્ડ પર પણ ' તેણે હા પાડી' એમ દેખાડ્યું હતું.
મહિલા તાત્કાલિક રિંગ પહેરી 'હા' પાડી દીધી હતી. ત્યારે મહિલાનો નિર્ણય આવતાંની સાથે સ્કોરબોર્ડ પર પણ ' તેણે હા પાડી' એમ દેખાડ્યું હતું.

ઇંગ્લેન્ડે 2-1થી T-20 સિરીઝ જીતી લીધી
જેસન રોયની (64) આક્રમક ઈનિંગ અને આદિલ રાશિદ (4/35)ની બોલિંગના કારણે ઇંગ્લેન્ડે ત્રીજી મેચ તથા 2-1થી સિરીઝ જીતી લીધી હતી. પાકિસ્તાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં મોહમ્મદ રિઝવાને 57 બોલમાં 76 રનની આક્રમક ઈનિંગ રમી હતી. તેના આ સ્કોરના કારણે જ પાકિસ્તાન 20 ઓવરમાં 154 રન બનાવી શક્યું હતું.

રન ચેઝ કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમના જેસન રોયે 36 બોલમાં 12 ચોગ્ગા અને 1 સિક્સની સહાયથી 64 રન બનાવ્યા હતા. રોયની આક્રમક ઈનિંગને કારણે ઇંગ્લેન્ડે 19.4 ઓવરમાં 7 વિકેટના નુકસાને 155 રન બનાવી મેચ જીતી લીધી હતી.