તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાની ટીમ ટ્રોલ થઈ:ઈંગ્લેન્ડની B ટીમે PAKને 9 વિકેટથી હરાવ્યું, પૂર્વ ક્રિકેટર અખ્તર અને અકમલ ભડક્યાં; કહ્યું- પૈસા આપીને પણ કોઈ આમની મેચ ના જોવે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની ખોટી નિતી અને સિલેકશનના કારણે પાકિસ્તાની ટીમ વલખાં મારે છે- શોએબ અખ્તર

ઈંગ્લેન્ડની B ટીમે પહેલી વનડેમાં પાકિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું હતું. આ શર્મનાક હાર પછી પાકિસ્તાની ટીમ ટ્રોલ થઈ રહી છે. કારમી હાર પછી પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને વિકેટકીપર કામરાન અકમલે ટીમ પર નિશાન સાધ્યું હતું. અકમલે તો પાકિસ્તાન ટીમની તુલના શ્રીલંકા ટીમ સાથે કરી દીધી.

અકમલે બેન સ્ટોક્સની કેપ્ટનશિપની પ્રશંસા કરી
અકમલે કહ્યું હતું કે પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં જે પ્રમાણે પ્રદર્શન દાખવ્યું હતું, એનાથી પણ ખરાબ પાકિસ્તાનનું પ્રદર્શન રહ્યું હતું. મને તો લાગ્યું કે શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામે રમી રહી છે, પરંતુ આ તો પાકિસ્તાનની ટીમ હતી. ઇંગ્લેન્ડે એવું કામ કર્યું જે પાકિસ્તાને કરવા જેવું હતું. આ દરમિયાન અકમલે બેન સ્ટોક્સની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી હતી.

લોકો હવે પાકિસ્તાનની મેચ જોવાનું બંધ કરી રહ્યા છે- શોએબ અખ્તર
રાવલપિંડી એક્સપ્રેસના નામથી ફેમસ પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલરે પોતાની ટીમની ટીકા કરી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમમાં પહેલા જેવું ટેલેન્ટ અને ખેલાડીઓ રહ્યા નથી. લોકો હવે પાકિસ્તાનની મેચ જોવાનું બંધ કરી રહ્યા છે. અત્યારે પાકિસ્તાનની હાલત એવી છે કે બાબર અને ફકર ઝમાં ના રમી શક્યા તો ટીમ 150 રન પણ નહીં બનાવી શકે.

શોએબ અખ્તરે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાન ટીમની આ સ્થિતિ બોર્ડની ખોટી નિતી અને સિલેકશનના કારણે થઈ છે. પાકિસ્તાની ટીમમાં કોઇપણ એવો ખેલાડી નથી જેને તમે પૈસા આપીને જોવા માગો છો.

PAK ટીમની 9 વિકેટથી કારમી હાર
ડેવિડ મલાન (68*) અને જેક ક્રાઉલે (58*)ની શાનદાર અર્ધસદીના જોરે ઈંગ્લેન્ડની ટીમે પહેલી વનડે મેચમાં પાકિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું હતું. કાર્ડિફમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાની ટીમ માત્ર 141 રન બનાવી શકી હતી. મલાન અને ક્રાઉલે વચ્ચે બીજી વિકેટ માટે 120* રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 21.5 ઓવરમાં જ 142 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

શાકિબ મહમૂદે ચાર વિકેટ લીધી
પહેલી ઓવરમાં પાકિસ્તાની ટીમે 2 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી. ત્યારપછી 20 બોલની અંદર તો ટીમની 3 વિકેટ પડી ગઈ હતી. પાકિસ્તાન તરફથી ફખર ઝમાંએ 47 અને શાદાબ ખાને 30 રન બનાવ્યા હતા. વળીં, ઇંગ્લેન્ડના શાકિબ મહમૂદે 42 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે લુઈસ ગ્રેગરી અને મેટ પાર્કિંસને 2-2 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...