જો રૂટની સદીથી પહેલી ટેસ્ટ જીત્યું ઇંગ્લેન્ડ:લોર્ડ્સ ટેસ્ટમાં NZને 5 વિકેટથી હરાવ્યું, સ્ટોક્સની કેપ્ટનશિપમાં પહેલી જીત; રૂટના ટેસ્ટમાં 10 હજાર રન પૂરા

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટ ફોર્મેટમાં જો રૂટ વિશ્વનો 14મો દસ હજાર રન પૂરો કરનારો બેટર બન્યો

જો રૂટ (115)ની સદીની સહાયથી ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવી દીધું છે. આ જીતની સાથે તેણે સિરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. રવિવારે મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે એકપણ વધારાની વિકેટ ગુમાવ્યા વિના 61 રન કરી લીધા હતા. ઇંગ્લેન્ડે આ દિવસે ઈનિંગની શરૂઆત 216/5ના સ્કોર સાથે કરી હતી. તેને છેલ્લી ઇનિંગ્સમાં 277 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ટેસ્ટમાં 10 હજાર રનના ક્લબમાં રૂટની એન્ટ્રી
ક્રમખેલાડીદેશરન
1સચિન તેંડુલકરભારત15,921
2રિકી પોન્ટિંગઓસ્ટ્રેલિયા13,378
3જેક કાલિસદ.આફ્રિકા13,289
4રાહુલ દ્રવિડભારત13,288
5એલિસ્ટર કૂકઇંગ્લેન્ડ12,472
6કુમાર સંગાકારાશ્રીલંકા12,400
7બ્રાયન લારાવેસ્ટ ઈન્ડિઝ11,953
8ચંદ્રપોલવેસ્ટ ઈન્ડિઝ11,867
9મહેલા જયવર્દનેશ્રીલંકા11,814
10બોર્ડરઓસ્ટ્રેલિયા11,174
11એસ.વોગઓસ્ટ્રેલિયા10,927
12સુનીલ ગાવસ્કરભારત10,122
13યુનીસ ખાનપાકિસ્તાન10,099
14જો રૂટઇંગ્લેન્ડ10,001

સ્ટોક્સ-મેક્કલમની જોડી હિટ

  • ઇંગ્લિશ બોર્ડે પૂર્વ કિવી બેટર બ્રેન્ડન મેક્કલમની ટીમના કોચ તરીકે નિમણૂક કરી હતી. જ્યારે બેન સ્ટોક્સને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
  • મેક્કલમ-સ્ટોક્સની જોડી માટે આ પહેલી ટેસ્ટ હતી.
  • ઇંગ્લેન્ડની ટીમે 9 મેચ પછી જીત મેળવી છે. તેણે 25 ઓગસ્ટ 2021ના દિવસે ભારત સામે છેલ્લી જીત મેળવી હતી.
  • જો રૂટે એશિઝમાં કારમી હાર પછી કેપ્ટનશિપ છોડી દીધી હતી. જ્યારે મેક્કલમે ક્રિસ સિલ્વરવૂડની જગ્યા લીધી હતી.

પહેલા દિવસે જ કુલ 17 વિકેટ પડી ગઈ
મેચના પહેલા જ દિવસે બંને ટીમની મેળવીને કુલ 17 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે મેચ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ જશે. પરંતુ, ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં સારૂ ફાઈટબેક આપ્યું હતું. જોકે ત્યારપછી ઇંગ્લેન્ડે જો રૂટની સદીની મદદથી મેચ જીતી લીધી છે.

રૂટ ટેસ્ટમાં 10 હજારી બન્યો
જો રૂટે 170 બોલમાં 115 રન કર્યા હતા. આની સાથે જ રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પણ પૂરા કરી લીધા છે. તે 10 હજાર રનનો આંકડો પાર કરનારો બીજો ઈંગ્લિશ બેટર બની ગયો છે. અગાઉ એલિસ્ટર કૂકે (12472) આ પડાવ પાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે જો રૂટ વિશ્વનો 14મો દસ હજાર રન પૂરા કરનારો બેટર બની ગયો છે. જેમાં ત્રણ ભારતીયો (સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...