તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સુરેશ રૈનાએ કોમેન્ટરી દરમિયાન પોતાને બ્રાહ્મણ કહ્યો, સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • સોશિયલ મીડિયા પર રૈનાની ટીકા કરવામાં આવી રહી

ભારતના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના નવા વિવાદમાં ઘેરાયેલા જોવા મળ્યા છે. રૈનાના એક નિવેદને તેને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર લીધા છે. રૈના, જે ઉત્તરપ્રદેશના રહેવાસી છે, તામિળનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની 5મી સીઝનની શરૂઆતની મેચ માટે કોમેન્ટરી માટે આમંત્રણ પાઠવ્યું હતું. કોમેન્ટરી દરમિયાન કોઈ સવાલના જવાબ આપતા રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો, જે કારણે સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે રૈના આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

રૈનાએ મેચમાં કોમેન્ટરી કરતાં કહ્યું હતું કે તેઓ એક બ્રાહ્મણ છે અને આ જ કારણે તેમને ચેન્નઈની સંસ્કૃતિને અપનાવવા માટે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો નથી. રૈનાનું આ નિવેદન ફેન્સને જરા પણ પસંદ પડ્યું નહીં અને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો.

મેચ દરમિયાન એક કોમેન્ટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. એના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, 'મને લાગે છે કે હું પણ બ્રાહ્મણ છું. હું 2004થી ચેન્નઈમાં રમું છું, મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે પણ રમ્યો છું. સુબ્રહ્મણ્યમ બદ્રીનાથ અને એલ. બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નઈની સંસ્કૃતિ પસંદ છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું. રૈના 2008થી જ આઇપીએલની પ્રારંભિક આવૃત્તિથી સીએસકે તરફથી રમી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સને રૈનાને પોતાને બ્રાહ્મણ કહેવાનું પસંદ નથી પડ્યું. એક યુઝરે લખ્યું છે કે સુરેશ રૈના, તમને પોતાને શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ નથી કર્યો, જોકે તમે ઘણાં વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યા છો. "બીજા એક યુઝરે કહ્યું હતું કે સુરેશ રૈનાએ આ પ્રકારનો શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.

સુરેશ રૈનાની કારકિર્દી
રૈનાએ ભારત તરફથી 226 વનડેમાં 35.31ની સરેરાશથી 5615 રન બનાવ્યા હતા. તેણે 5 સદી અને 36 ફિફ્ટી ફટકારી છે, જ્યારે ટી-20માં રૈનાએ 66 ઇનિંગ્સમાં 29.18ની સરેરાશથી 1605 રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી 20 સદી પણ છે. રૈનાએ 18 ટેસ્ટ મેચ પણ રમી હતી, જેમાં તેણે સદીની મદદથી 768 રન બનાવ્યા હતા.