• Gujarati News
  • Sports
  • Cricket
  • During Practice, Dravid Gave Virat The Guru Mantra Of Batting; Fellow Players Started Laughing When They Saw Kohli Playing; Learn Detailed Information

વિરાટ-દ્રવિડનું બોન્ડિંગ:પ્રેક્ટિસ દરમિયાન દ્રવિડે વિરાટને બેટિંગનો ગુરુમંત્ર આપ્યો; કોહલીને રમતો જોઈ સાથી ખેલાડી હસવા લાગ્યા; જાણો બધું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટેસ્ટ સિરીઝ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે માટે મહત્ત્વપૂર્ણ રહેશે

ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે, જેની પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ સેશનમાં મહેનત કરવાનું શરૂ કરી દીધું છે. BCCIએ સોમવારે ટીમના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઈન્ડિયન ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ એક ગેમપ્લાન અંતર્ગત ટીમને પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. ત્યારપછી કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડથી પોતાની બેટિંગ સ્કિલ્સ વધારવા પણ ટ્રેનિંગ લેતો નજરે પડ્યો છે.

વળી જ્યારે વિરાટ બેટિંગ કરે છે ત્યારે દ્રવિડ સહિત અન્ય પ્લેયર્સ સાથે મસ્તી કરતો પણ નજરે પડે છે. કોહલી જ્યારે બાઉન્સર બોલને છોડે છે ત્યારે અન્ય ટીમના મેમ્બર્સ પણ બૂમો પાડે છે કે લાલા ક્વોલિટી લાવો ક્વોલિટી. ત્યારપછી કોહલી હસતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં આ ઓડિયો સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો છે.

ઈશાંતે નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ કરી
BCCIએ શેર કરેલા વીડિયોમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સિરીઝમાં ઈજાગ્રસ્ત થયેલો ઈશાંત બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેવામાં દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા ટીમનો સૌથી અનુભવી બોલર આવી રીતે ફિટ અને ફાઈન જોવા મળતા સિલેક્ટર્સ માટે પણ એક રાહતના સમાચાર સમાન છે.

દ્રવિડનો પહેલો વિદેશ પ્રવાસ
ઈન્ડિયન ટીમના નિયમિત હેડ કોચ રાહુલ દ્રવિડનો ટીમ સાથે આ પહેલો વિદેશી પ્રવાસ પણ છે. આ ટૂર દ્રવિડ અને સંપૂર્ણ ટીમ માટે ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. કારણ કે ઈન્ડિયન ટીમે આફ્રિકામાં અત્યારસુધી એકપણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. તેવામાં રાહુલ અને વિરાટની જોડી ઈતિહાસ રચી શકે છે. વળી અત્યારે ચાલી રહેલા કેપ્ટનશિપ વિવાદ મુદ્દે પણ આ સિરીઝ વિરાટ માટે ઘણી મહત્ત્વપૂર્ણ રહેશે. જોકે રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનું ફોર્મ પણ છેલ્લા ઘણા દિવસોથી સારુ ચાલી રહ્યું નથી. તેવામાં જો આ ટૂરમાં તેઓ સારી બેટિંગ નહીં કરે તો આ બંને અનુભવી બેટરને યુવા ખેલાડી રિપ્લેસ કરી દેશે. અત્યારે મયંક અગ્રવાલ અને શ્રેયસ અય્યર સહિત સૂર્યકુમાર યાદવ જેવા શાનદાર વિકલ્પો પણ ભારત પાસે છે. જેથી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે માટે પણ આ સિરીઝ કરો અથવા મરો સમાન રહેશે.

અન્ય સમાચારો પણ છે...