તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ક્રિકેટના T-20 ફોર્મેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાની વાત કરી છે. તેણે કહ્યું કે, આ ફોર્મેટ 75 દેશોમાં રમવામાં આવે છે. જો T-20 ઓલિમ્પિકમાં સામેલ થાય છે, તો આ દેશોમાં રમતને વધુ બૂસ્ટ મળશે.
આ પહેલાં પણ ઘણા ક્રિકેટ બોર્ડ અને દિગ્ગજ ખેલાડીઓએ T-20 ફોર્મેટમાં ઓલિમ્પિકને સામેલ કરવાની વાત કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2018માં આ માટે સર્વે પણ કર્યો હતો. તેના મુજબ 87% ફેન્સ T-20ને ઓલિમ્પિકમાં સામેલ કરવાની વાત કરી છે.
ભારત ઓલિમ્પિકમાં ક્રિકેટ ટીમ મોકલવા માટે ઉત્સુક નથી
જોકે, ICCના સૌથી અમીર સદસ્ય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પોતાની ટીમને ઓલિમ્પિકમાં મોકલવા માટે ઉત્સુક નથી. 2010 અને 2014માં એશિયન ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ ભારતે કોઈ ટીમ મોકલી નહોતી.
ક્રિકેટને અલગ પ્રકારની સુવિધાની જરૂર
દ્રવિડે ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં કહ્યું કે, મારું માનવું છે કે- જો T-20 ફોર્મેટ ઓલિમ્પિકનો ભાગ બને છે તો આ બહુ સારી વાત રહેશે. આ તે 75 દેશો માટે પણ સારી વાત રહેશે જે T-20 ફોર્મેટ રમે છે. સ્વભાવિક છે કે વિવિધ પડકારોનો પણ સામનો કરવો પડશે કારણકે ક્રિકેટને અલગ પ્રકારની સુવિધાની જરૂર હોય છે.
દ્રવિડે વધુમાં કહ્યું કે, હાલમાં આપણે આ મુશ્કેલ સમયમાં IPLને પણ સફળ થતા જોઈ છે. જો તમે વેન્યૂ પર દરેક પ્રકારની સુવિધાની વ્યવસ્થા કરો છો તો આ સંભવ છે. જો શેડ્યુલને આગળ વધારવામાં આવે તો ક્રિકેટનો ઓલિમ્પિકમાં સમાવેશ થઇ શકે છે. મને લાગે છે કે, ક્રિકેટે પણ ઓલિમ્પિકમાં સ્થાન માટે પોતાની તરફથી પ્રયત્નો કરવા જોઈએ. આમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આ અશક્ય નથી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.