• Gujarati News
  • Sports
  • Cricket
  • Dravid Got Emotional Seeing The Superb Fielding, Applauded The Coach For Seeing The Fielding In Happiness; VIDEO VIRAL

ઈશાનનો રોકેટ થ્રો:શાનદાર ફિલ્ડિંગ જોઈ દ્રવિડ ખુશ થઈ ગયો, ફિલ્ડિંગ કોચને પણ શાબાશી આપી; VIDEO વાઈરલ

6 દિવસ પહેલા

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ઈશાન કિશને શાનદાર ફિલ્ડિંગ કરીને 2 કીવી ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા હતા. તેવામાં યુવા ખેલાડીને આવી રીતે ફિલ્ડિંગ કરતા જોઈને રાહુલ દ્રવિડ ખુશ થઈ ગયો હતો અને તેણે ફિલ્ડિંગ કોચને શાબાશી પણ આપી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 73 રનથી હરાવી 3-0થી સિરીઝ જીતી લીધી છે.

સેન્ટનર અને સેઈફર્ટ પેવેલિયન ભેગા
ન્યૂઝીલેન્ડની ઈનિંગની 12મી ઓવરમાં ઈશાને શાનદાર થ્રો કરી ટિમ સેઈફર્ટને રન આઉટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સેઈફર્ટ બીજો રન લેવા જતા ઈશાનના રોકેટ થ્રોના પરિણામે પેવેલિયન ભેગો થયો હતો. ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન ઈશાને 14મી ઓવરમાં પણ પોતાની ફિલ્ડિંગથી ફેન્સના દિલ જીત્યાં હતા. દીપક ચાહરની ઓવરમાં સેન્ટનરે ગેપમાં શોટ મારી 2 રન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં ઈશાનના ડાયરેક્ટ થ્રોના પરિણામે સેન્ટનર રનઆઉટ થઈ પેવેલિયન ભેગો થયો હતો.

રાહુલ દ્રવિડની પ્રતિક્રિયા વાઈરલ
સતત 2 થ્રો અને 2 રન આઉટને જોતા કેપ્ટન રોહિત શર્મા પણ ખુશ થઈ ગયો હતો અને ઈશાન કિશન સાથે મસ્તી કરતો નજરે પડ્યો હતો. વળી સ્ટેન્ડમાં બેઠેલા ઈન્ડિયન હેડ કોચ દ્રવિડે પણ તેમની બાજુમાં બેઠેલા ઈન્ડિયન ટીમના ફિલ્ડિંગ કોચ દિલીપની પીઠ થાબડી હતી. દિલીપ પણ ઈશાનની આક્રમક ફિલ્ડિંગને જોઈ ખુશ થઈ ગયા હતા.

ઈશાન કિશનના થ્રોથી રોહિત શર્મા ખુશ થઈ ગયો હતો.
ઈશાન કિશનના થ્રોથી રોહિત શર્મા ખુશ થઈ ગયો હતો.

ભારતે 3-0થી સિરીઝ જીતી
કોલકાતામાં રમાયેલી ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ભારતે 73 રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આની સાથે જ ઈન્ડિયન ટીમે 3-0થી સિરીઝ પોતાને નામ કરી કીવી ટીમનો વ્હાઈટ વોશ પણ કર્યો છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન કર્યા હતા. જેના જવાબમાં કીવી ટીમ 17.2 ઓવરમાં 111 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...