• Gujarati News
  • Sports
  • Cricket
  • Dravid Declared An Innings In The 2004 Multan Test, Sachin Was 6 Runs Away From A Double Century; UVA Criticized

દ્રવિડના નિર્ણયથી યુવરાજ અસહમત:2004 મુલ્તાન ટેસ્ટમાં દ્રવિડે ઈનિંગ ડિક્લેર કરી, સચિન બેવડી સદીથી 6 રન દૂર હતો; યુવીએ ટિકા કરી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવીએ કહ્યું- બે ઓવર વધુ રમાડી હોત તો કંઈ ફેર ન પડ્યો હોત

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2004માં રમાયેલી મુલ્તાન ટેસ્ટ મેચને વીરેન્દ્ર સહેવાગના 309 રનની ઈનિંગથી યાદ રાખવામાં આવે છે. આ મેચમાં સહેવાગ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારનારો પહેલા ઈન્ડિયન બેટર બની ગયો હતો.

તે મેચમાં સચિન તેંડુલકરે 194 રન કર્યા હતા જોકે તે 6 રનથી પોતાની બેવડી સદી પૂરી કરી શક્યો નહોતો. આ દરમિયાન સ્ટેન્ડ ઈન કેપ્ટન રાહુલ દ્રવિડે ફેન્સ અને ક્રિકેટના નિષ્ણાંતોને ચોંકાવી દે એવો નિર્ણય લીધો હતો. 18 વર્ષ પછી, ભારતના પૂર્વ બેટર યુવરાજ સિંહે હવે આ અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેણે કહ્યું કે સચિનના 200 રન પૂરા થાય ત્યારપછી ઈનિંગ ડિક્લેર કરવી જોઈતી હતી.

યુવરાજના આઉટ થતા ઈનિંગ ડિક્લેર
રાહુલ દ્રવિડે ભારતનો સ્કોર 675/5 હતો ત્યારે ડિક્લેર કરવાનો નિર્ણય લીધો હતો. યુવરાજ સિંહે 59 રનની ઈનિંગ રમી હતી અને તે આઉટ થઈ જતા ઈનિંગ ડિક્લેર કરાઈ હતી. યુવરાજે કહ્યું કે મને અને સચિનને ઈનિંગમાં વિસ્ફોટક બેટિંગ કરવાનું જણાવ્યું હતું. જો સચિનને વધુ એક ઓવર મળી ગઈ હોત તો તે 6 રન કરી બેવડી સદી ફટકારી શક્યો હોત.

યુવરાજે મીડિયા સાથેની વાતચીતની આગામી 2 ઓવર પછી ઈનિંગ ડિક્લેર કરી હોત તો ટીમને કંઈ ફેર ન પડ્યો હોત. જો આ ત્રીજો અથવા ચોથો દિવસ હોત તો તમારે ટીમને પ્રાથમિકતા આપવી પડે અને જ્યારે સચિન 150 પર હતો ત્યારે ઈનિંગ ડિક્લેર કરી શકાઈ હોત. આ અંગે બધાના મત અલગ હોઈ શકે.

યુવરાજે કહ્યું મને ટેસ્ટમાં વધુ તક નહોતી મળી
ભારતે મુલ્તાન ટેસ્ટ એક ઈનિંગ અને 52 રનથી જીતી લીધી હતી. ઈન્ડિયન ટીમે 2-1થી સિરીઝ જીતી અને આ પાકિસ્તાનમાં ટીમની પહેલી ટેસ્ટ સિરીઝ જીત પણ હતી. યુવરાજે લાહોર ટેસ્ટમાં સદી ફટકારી અને ત્રણેય ટેસ્ટ મેચમાં 57.50ની એવરેજથી 200થી વધુ રન કર્યા હતા.

ઈન્ડિયન ટીમે 2-1થી સિરીઝ જીતી અને આ પાકિસ્તાનમાં ટીમની પહેલી ટેસ્ટ સિરીઝ જીત પણ હતી
ઈન્ડિયન ટીમે 2-1થી સિરીઝ જીતી અને આ પાકિસ્તાનમાં ટીમની પહેલી ટેસ્ટ સિરીઝ જીત પણ હતી

કેન્સરના કારણે બીજી તક ગુમાવી
યુવીએ જણાવ્યું કે સહેવાગે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી હતી. ત્યારપછી દ્રવિડ, સચિન, ગાંગુલી અને લક્ષ્મણની એન્ટ્રી થઈ. લાહોરમાં સદી માર્યા પછી આગામી ટેસ્ટમાં તેને ઓપનિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે ગાંગુલીએ નિવૃત્તી લીધી ત્યારે યુવરાજને ટેસ્ટમાં વધુ તક મળી શકે એમ હતું પરંતુ ત્યારે તેને કેન્સર થઈ ગયું.

યુવીના જણાવ્યા પ્રમાણે હું સતત પ્રયત્ન કરી રહ્યો હતો કે 100 ટેસ્ટ મેચ રમું ફાસ્ટ બોલર્સની સામે શાનદાર શોટ્સ મારું. પરંતુ આ શક્ય થયું નહીં.

યુવરાજ સિંહની કારકિર્દી
યુવીએ કારકિર્દીમાં 40 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 33.92ની એવરેજથી 1900 રન કર્યા હતા. તેવામાં 2007 T20 વર્લ્ડ કપ અને 2011ના વનડે વર્લ્ડ કપની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા યુવરાજે 2019માં નિવૃત્તિ લઈ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...