પસંદગીનો નિર્ણય:હાર્દિકના દ.આફ્રિકા પ્રવાસ પર જવા અંગે શંકા, બોર્ડે ફિટનેસ સાબિત કરવા કહ્યું

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાંબા સમયથી ખરાબ ફોર્મમાં રહેલા હાર્દિક પંડ્યાનું દ.આફ્રિકાના પ્રવાસે જવા અંગે શંકા છે. બીસીસીઆઈ અને સિલેક્ટર્સ ઈચ્છે છે કે, હાર્દિક આરામ બાદ એનસીએમાં રિપોર્ટ કરે અને દ.આફ્રિકા પ્રવાસ અગાઉ ફિટનેસ સાબિત કરે. જો તે ફિટ હશે તો વન-ડે અને ટી-20 સીરિઝ માટે પસંદગી કરાશે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે યોજાયેલી સીરિઝમાંથી હાર્દિકને બહાર કરાયો હતો. તેના સ્થાને વેંકટેશ અય્યરને તક અપાઈ. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે,‘ઈજામાંથી બહાર આવી ફિટનેસ મેળવવી તે આરામ પર નિર્ભર છે. હાર્દિકે વહેલી તકે એનસીએમાં રિપોર્ટ કરવાનું રહેશે. અમે તેની ફિટનેસના આધારે દ.આફ્રિકાના પ્રવાસ માટે પસંદગીનો નિર્ણય લઈશું.’

અન્ય સમાચારો પણ છે...