મુરલી વિજયના નખરા!:બાયો બબલમાં રહેવું નથી, વેક્સિન લેવી નથી; સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી પણ બહાર

19 દિવસ પહેલા

ડોમેસ્ટિક ક્રિકેટમાંથી એક ચોંકવાનારા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી મુરલી વિજયે કોવિડ-19 વેક્સિન લેવાની ના પાડી દીધી છે અને પોતાને બાયો-બબલથી દૂર રહેવાની પણ અપીલ કરી છે. ત્યારપછી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેવાની પણ ના પાડી દેતા બધા ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પરિણામે મુરલીએ વેક્સિન અને બાયો-બબલથી દૂર રહેવા માટે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય સુધી દૂરી બનાવી લેવાનો નિર્ણય લીધો છે.

BCCIના ચુસ્ત નિયમોનું પાલન કરવું પડશે
મુરલી વિજય તમિલનાડુની ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને ટીમ અત્યારે સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહી છે. BCCIના પ્રોટોકોલ પ્રમાણે જે પણ ખેલાડીને મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેવો હશે તેને ફરજિયાત વેક્સિનેશન કરાવેલું હોવું જોઈએ, તથા બાયોબબલમાં રહી ક્રિકેટ રમવું પડશે. બોર્ડે રાજ્ય સંઘોને પણ આ નિયમોનું કડકાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો છે.

વિજયને વેક્સિન નથી લેવી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મુરલી વિજય વેક્સિન લેવા માગતો નથી અને BCCIના ચુસ્ત કોવિડ પ્રોટોકોલ પ્રમાણે વેક્સિનેશન પ્રાથમિક જરૂરિયાત છે. આના સિવાય કોઈપણ ટૂર્નામેન્ટની શરૂઆતના એક સપ્તાહ પહેલા ખેલાડીએ બાયોબબલમાં સામેલ થવું પડશે અને ત્યાં સુધી આ બબલમાં જ રહેવું પડશે. પરંતુ વિજય આ માટે તૈયાર નહોતો, તેથી તમિલનાડુ ક્રિકેટ સંઘે તેનું નામ પસંદ કરવાનો વિચાર ના કર્યો.

વિજય 2018માં છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો
મુરલી વિજય ભારતીય ટેસ્ટ ટીમનો અનુભવી ખેલાડીમાંથી એક છે. વર્ષ 2008માં પોતાની કરિયરની શરૂઆત કરતા પહેલા વિજયે 2018ના ઓસ્ટ્રેલિયા ટૂર પર ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. અત્યારસુધી રમાયેલી 61 ટેસ્ટ મેચમાં તેણે 38.28ની એવરેજથી 3982 રન કર્યા છે. 105 ઈનિંગમાં તેણે 15 અર્ધસદી અને 12 સદી પણ મારી છે.

અન્ય સમાચારો પણ છે...