એશિયા કપ ફાઇનલમાં ઇન્ડિયન ફેન્સ સાથે ભેદભાવ:ઇન્ડિયન જર્સી પહેરી તો સ્ટેડિયમમાં એન્ટ્રી ન આપી, કહ્યું- પાકિસ્તાની જર્સી પહેરીને આવો

17 દિવસ પહેલા

એશિયા કપની ફાઈનલ દરમિયાન ઇન્ડિયન ફેન્સ સાથે ભેદભાવ થયાની ઘટના સામે આવી છે. ઇન્ડિયન ફેન્સને પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની મેચ જોવાથી રોકવામાં આવ્યા, કારણ કે ચાહકોએ ભારતીય જર્સી પહેરી હતી. એટલું જ નહીં, ભારતીય ચાહકોને શ્રીલંકા અથવા પાકિસ્તાનની જર્સી પહેરવાની ફરજ પાડવામાં આવી. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી ફેન ક્લબ 'ભારત આર્મી'ના એક સભ્યએ રવિવારે દાવો કર્યો હતો કે તેને અને અન્ય બે પ્રશંસકને ભારતીય જર્સી પહેરીને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. તેમને પાછા મોકલવામાં આવ્યા હતા. 'ભારત આર્મી'એ ટ્વિટર પર લખ્યું, 'આ ખૂબ જ આઘાતજનક વર્તન હતું કે અમે અને અન્ય ભારતીય ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેચમાં નથી શકતા.' ICC અને ACCને ટેગ કરીને તેણે લખ્યું- અમારા કેટલાક સભ્યો એશિયા કપની ફાઈનલ મેચ જોવા ગયા હતા. ત્યાં સ્થાનિક અધિકારી અને પોલીસે તેમને કહ્યું હતું કે તમે સ્ટેડિયમમાં પ્રવેશી નહીં શકો. તેમણે ખરાબ વર્તન કર્યું. અમે તમને વિનંતી કરીએ છીએ. તેણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

ભારત આર્મીની પોસ્ટ

ભારત આર્મીની બીજી પોસ્ટ

એજબેસ્ટન ટેસ્ટમાં પણ દુર્વ્યવહાર થયો હતો
આ પહેલીવાર નથી, જ્યારે ભારતીય પ્રશંસકો સાથે દુર્વ્યવહાર થયો હોય. અગાઉ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ચાહકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. 5મી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડ ટીમના પ્રશંસકોએ તેના પર જાતિવાદી ટિપ્પણી કરી હતી. બાદમાં ECBએ મામલાને ગંભીરતાથી લીધો અને તપાસ હાથ ધરી અને સ્થાનિક પોલીસે આરોપી ચાહકોની ધરપકડ કરી.

ભારત આર્મી શું છે?
'ભારત આર્મી' એ ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોનું એક ગ્રુપ છે, જે ટીમ ઈન્ડિયાને ફોલો કરે છે અને દેશ-વિદેશમાં તેની મેચ જોવા જાય છે. આ ગ્રુપ 1999 માં બનાવવામાં આવ્યું હતું.
ટીમ ઈન્ડિયા સુપર-4 સ્ટેજમાંથી બહાર
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની વાત કરીએ તો રોહિત આર્મી સુપર-4 સ્ટેજમાંથી બહાર થઈ ગયો હતો. તેણે સુપર-4 રાઉન્ડમાં ત્રણમાંથી એક મેચ જીતી છે. જ્યારે 2માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના 2 પોઈન્ટ હતા. તેણે લીગ રાઉન્ડની બંને મેચો જીતીને સુપર-4માં પ્રવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...