• Gujarati News
  • Sports
  • Cricket
  • Don’t Despair Of Losing Early Matches; We Will Make A Comeback, Tilak Bravis Are Playing Well: Suryakumar

ભાસ્કર ઇન્ટરવ્યૂ:પ્રારંભિક મેચો હારવાને કારણે નિરાશ નથી; અમે કમબેક કરીશું, તિલક -બ્રેવિસ સારું રમી રહ્યા છેઃ સૂર્યકુમાર

ચંદીગઢએક મહિનો પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક
સૂર્યકુમાર યાદવ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૂર્યકુમાર યાદવ - ફાઇલ તસવીર

IPL-2022માં મુંબઈ ઈન્ડિયન્સ એક પણ મેચ નથી જીતી શકી. ટીમને પાંચેય મેચમાં હાર મળી છે. આ ખરાબ પ્રદર્શન બાદ પણ ટીમનો બેટર સૂર્યકુમાર યાદવ નિરાન નથી. તેના મતે મુંબઈ ચેમ્પિયન ટીમ છે અને રહેશે. પ્રારંભિક મેચના પરિણામો ટીમના ચેમ્પિયન ટેગને નહીં હટાવી શકે. ે આશા છે કે, ટીમ ગુજરાત સામેની મેચથી કમબેક કરશે. તેણે કહ્યું કે,‘ટીમના ખેલાડીઓ સારું કરી રહ્યાં છે. તિલક-બ્રેવિસ સતત સારું રમી રહ્યાં છે. તેમણે જે રીતે જવાબદારી ઉઠાવી છે તે વાસ્તવમાં સારું રહ્યું છે. આવનારા સમયમાં તેઓ ઘણું મોટું કામ કરી શકે છે.’

ટીમ માટે ગમે તે ક્રમે બેટિંગ કરી શકું
મુંબઈ માટે સૂર્યકુમાર મોટાભાગે ત્રીજા ક્રમે રમ્યો છે. બ્રેવિસ-તિલકને કારણે તે પાંચમા ક્રમે રમે છે. સૂર્યકુમારે કહ્યું કે- હું કોઈપણ ક્રમે બેટિંગ કરવા સક્ષમ છું. હું 3-4, 5માં ક્રમે રમી શકું છું. બધુ સ્થિતિ પર છે. મારો લક્ષ્યાંક માત્ર ટીમને જીત અપાવવાનો રહે છે.

બ્રેવિસ અને તિલક શ્રેષ્ઠ ટીમનો ભાગ
સૂર્યકુમારે અત્યાર સુધી 3 માંથી 2 મેચમાં અડધી સદી ફટકારી છે. જોકે બ્રેવિસની આક્રમક બેટિંગની પ્રશંસા થઈ રહી છે. સૂર્યકુમારે કહ્યું કે- ‘બ્રેવિસ ભાગ્યશાળી છે કે, તે IPLની શ્રેષ્ઠ ટીમ તરફથી રમી રહ્યો છે. બ્રેવિસ-તિલક જેવા ખેલાડીઓ થકી અમે આગામી 3-4 વર્ષ માટે એક શ્રેષ્ઠ ટીમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હું પણ બ્રેવિસની જેમ મોટા શૉટ્સ રમવા માગું છું.’

ઈજા દરમિયાન મે પણ શૉટ્સ પર કામ કર્યું
લીગની પ્રથમ 2 મેચમાં સૂર્યા ઈજાને કારણે રમી શક્યો નહોતો. ઈજા અંગે સૂર્યાએ કહ્યું કે,‘કોઈપણ ક્રિકેટર ઈજાગ્રસ્ત થવા માગતો નથી. પરંતુ ઈજા થાય ત્યારે સારી માનસિકતામાં રહેવું જરૂરી છે. મે રોહિત સાથે વાત કરી હતી, તેને આંગળીઓમાં ઈજા થઈ હતી. મે ઈજાના સમયે પોતાના અમુક શૉટ્સ પર કામ કર્યું, જેથી કમબેક કરું ત્યારે સંપૂર્ણ તૈયાર હોઉં.’

અન્ય સમાચારો પણ છે...