SA સામે સતત 7 હાર પછી જીત્યું ભારત:INDએ 48 રનથી મેચ જીતી, હર્ષલ પટેલે 4 વિકેટ લીધી; ઈશાન-ઋતુરાજની વિસ્ફોટક બેટિંગ

વિશાખાપટ્ટનમ21 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચ 48 રને જીતી લીધી છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટને જોડીને દક્ષિણ આફ્રિકા સામે સતત 7મી હાર બાદ ભારતની આ મહત્ત્વપૂર્ણ જીત છે.

વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે ટોસ હારીને પહેલાં બેટિંગ કરતા 5 વિકેટે 179 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 57 રન કર્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.1 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હર્ષલ પટેલે 4 વિકેટ અને ચહલે ત્રણ વિકેટ લીધી હતી.

SAની ખરાબ શરૂઆત

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન અને ઓપનર બઉમા આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ અક્ષર પટેલે લીધી હતી. તે જ સમયે, તેનો પાર્ટનર ડ્વેન પ્રિટોરિયસ 20 બોલમાં 23 રન કરીને આઉટ થયો હતો. બંને ઓપનરોના આઉટ થયા બાદ રેસી વાન ડેરડુસેન પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 1 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. બીજી બાજુ ભારત માટે યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી.

ત્રીજી મેચમાં ફરી એકવાર ઉમરાન મલિકને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. ટીમ ઈન્ડિયાને પહેલી બે મેચમાં મળેલી કારમી હાર પછી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે તેમને આજની મેચમાં તક મળી શકે છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

કેપ્ટન પંતનું ખરાબ ફોર્મ યથાવત
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રિષભ પંતનો ફ્લોપ શો ત્રીજી T20માં પણ ચાલુ રહ્યો છે. 8 બોલમાં તેણે માત્ર 6 રન જ કર્યા હતા. છેલ્લી મેચમાં પણ પંત બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને તે માત્ર 6 રન કરીને આઉટ થઈ ગયો હતો. તે જ સમયે, પ્રથમ મેચમાં પંત 29 રન કરી શક્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે પણ ફિફ્ટી ફટકારી
ઋતુરાજ ગાયકવાડે પણ ફિફ્ટી ફટકારી

ઈશાનદાર કિશનની ફિફ્ટી
આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો ઓપનર ઈશાન કિશન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. ત્રીજી ટી-20માં કિશને ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતા 35 બોલમાં 54 રન કર્યા હતા. તેણે આ દરમિયાન 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ 154.28નો રહ્યો હતો.

આફ્રિકાનું પ્રદર્શન ઓલરાઉન્ડ રહ્યું, ભારતનો બીજી મેચમાં ધબડકો

પહેલી મેચમાં ભારત અને દ.આફ્રિકા બંનેના બેટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 212 રનનો તોતિંગ ટાર્ગેટ સેટ કરવાથી લઈ આફ્રિકાએ તેને ચેઝ કરવા માટે પોતાનું બેસ્ટ આપ્યું હતું. આ રોમાંચક મેચ પછી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ભારતીય ટીમ બીજી મેચ જીતવા માટે પોતાનું બેસ્ટ આપશે. જોકે મેદાન પર એના વિપરિત ભારત ફરીથી ટોસ હારી પહેલા બેટિંગ કરવા આવ્યું.

આ દરમિયાન પંતે બેટિંગ ઓર્ડરમાં ખેલાડીને પસંદ કરી યોગ્ય ક્રમમા મોકલવાની ભૂલ કરી તથા શ્રેયસ અય્યર સિવાય અન્ય કોઈ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો નહીં, તેથી ટીમ 149 રનનો ટાર્ગેટ જ સેટ કરી શકી હતી. જેના જવાબમાં દ.આફ્રિકાએ આ સ્કોર સરળતાથી ચેઝ કરી સતત બીજી મેચ આ સિરીઝની પોતાને નામ કરી લીધી હતી.

પિચ કંડિશન

ફાઈલ ફોટો.
ફાઈલ ફોટો.

વિશાખાપટ્ટનમના સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી રહેશે. જેમાં હાર્ડ હિટર્સને શરૂઆતની ઓવર્સથી જ લોફ્ટેડ શોટ મારવાની ફ્રિડમ મળી શકે છે. તેવામાં હવે આ સિરીઝ ડિસાઈડર મેચ હશે એટલે વિજેતા કેપ્ટન ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. કારણ કે દ.આફ્રિકાએ બંને મેચથી ટોસ જીતી આ નિર્ણય લીધો છે અને મેચ જીતવામાં પણ સફળ રહી છે.

અન્ય સમાચારો પણ છે...