• Gujarati News
  • Sports
  • Cricket
  • DK, Hardik, Bhuvi Remained Plus Points; The Strategy Of Not Making Further Changes In The Team Was Successful

ભાસ્કર એનાલિસિસ:ડીકે, હાર્દિક, ભુવી પ્લસ પોઈન્ટ રહ્યા; ટીમમાં વધુ ફેરફારો ન કરવાની રણનીતિ સફળ રહી

મુંબઈ15 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • 0-2થી પાછળ રહ્યા બાદ ભારતીય યંગ બ્રિગેડે કમબેક કરાવ્યું, સીરિઝ ડ્રો રહી
  • ​​​​​​​દ.આફ્રિકા સામે સ્પિનર્સે નિરાશ કર્યા
  • ​​​​​​​​​​​​​​

ભારત અને દ.આફ્રિકા વિરુદ્ધ 5 મેચની ટી-20 સીરિઝ ડ્રો રહી હતી. બેંગલુરમાં પાંચમી અને નિર્ણાયક મેચમાં વરસાદે રમત બગાડી અને સીરિઝ 2-2થી પૂર્ણ થઈ. ભારત ઘરઆંગણે 2011થી દ.આફ્રિકા વિરુદ્ધ દ્વિપક્ષીય સીરિઝમાં લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં સીરિઝ જીતી શક્યું નથી. ટીમ આ સીરિઝમાં 0-2થી પાછળ હતી, પરંતુ ત્યાંથી મજબૂતીથી કમબેક કરવું મોટી ઉપલબ્ધિ રહી. કેપ્ટન રોહિત, કોહલી, જાડેજા, બુમરાહ સહિત ઘણા ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ટીમ માટે મોટી સિદ્ધિ છે. યુવા ટીમ ભલે પ્રારંભિક 2 મેચમાં નિષ્ફળ રહી પરંતુ જે રીતે કમબેક કર્યું તે પ્રશંસનીય છે. ભારતીય ટીમના કમબેકમાં ભુવનેશ્વર, કાર્તિક અને હાર્દિકનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. ત્રણેય ટી-20 સ્પેશિયાલિસ્ટ ખેલાડી છે. ભુવનેશ્વરે પોતાના અનુભવ સાથે બોલિંગ યુનિટનું નેતૃત્ત્વ કર્યું. તે ગત ટી-20 વર્લ્ડ કપ બાદ ખરાબ પ્રદર્શનના કારણે ટાર્ગેટ પર હતો. દ.આફ્રિકા વિરુદ્ધ સીરિઝમાં તે ફરી પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો. તેણે IPL દરમિયાન પણ સારું પ્રદર્શન કર્યું હતું.

કાર્તિકની ભૂમિકા નિશ્ચિત, હવે પંત માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ
કાર્તિક તથા હાર્દિક ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યા. સીરિઝમાં યોગ્ય સમયે આક્રમક ઈનિંગ્સ રમી ટીમનું કમબેક કરાવ્યું. તેઓ જાણે છે કે, ક્યારે મોટા શૉટ્સ રમવાના છે. કાર્તિકના અભિગમથી લાગી રહ્યું હતું કે- તેણે ખબર છે કે ટી-20માં તેની ભૂમિકા શું છે. કાર્તિકના ટીમમાં આવવાથી રિષભ પંત પર દબાણ વધ્યું છે. મોટા ખેલાડીઓ પરત આવશે પંત માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ રહેશે.

હર્ષલ પટેલ ભારતીય ટીમમાં ચોથો ટી-20 સ્પેશિયાલિસ્ટ ખેલાડી
ભુવનેશ્વરને સીરિઝમાં હર્ષલ પટેલનો સંપૂર્ણ સાથ મળ્યો. જે ભારતીય ટી-20 સ્કવૉડમાં ચોથો ટી-20 સ્પેશિયાલિસ્ટ છે. તેણે પ્રારંભિક 2 મેચમાં સંઘર્ષ કર્યો. પરંતુ અંતિમ 2 મેચમાં કમબેક કર્યું. સીરિઝમાં હાર્દિકની બેટિંગ ટીમ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ સાબિત થયો. તેણે અંતિમ ઓવર્સમાં ક્રીઝ પર રહી આક્રમક ઈનિંગ્સ રમતા ટીમને મેચમાં મજબૂત સ્થિતિમાં રાખી.

ઋતુરાજ અને શ્રેયસે તક ગુમાવી, આવેશ ખાન પર વિશ્વાસ મૂકવો સફળ રહ્યો​​​​​​​

  • ઈશાને સારી બેટિંગ કરી ભારત માટે ઝડપી શરૂઆત કરી. ઋતુરાજને જે તકો મળી તેનો તે ફાયદો ઉઠાવી શક્યો નહીં. તેને આ વાતનો અફસોસ રહેશે. શ્રેયસને હવે આગામી અમુક સમય માટે ટી-20માં તક મળવાની શક્યતા નથી. ચહલે ધીમી શરૂઆત કરી, IPLમાં સારા પ્રદર્શન બાદ તેનાથી સીરિઝમાં વધુ આશા હતી. જોકે, અંતિમ મેચોમાં તેણે પણ સફળતાઓ મેળવી.
  • પ્રારંભિક 2 મેચમાં નિષ્ફળ રહેનાર આવેશને બહાર કરવાનું ટીમ પર દબાણ હતું. પરંતુ તેણે કમબેક કરી પોતાના પરના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો. ટીમ મેનેજમેન્ટની પ્રશંસા કરવી જોઈએ, જેણે વધુ ફેરફારો ન કરવા પર ભાર આપ્યો. તેનો અર્થ એ છે કે, હવે હુડ્ડા, વેંકટેશ, ઉમરાન અને અર્શદીપને આયર્લેન્ડ પ્રવાસે તક મળશે. જ્યાં સેમસન, સૂર્યકુમાર અને ત્રિપાઠી પર પણ વિશ્વાસ દાખવી શકાય તેમ છે.​​​​​​​
અન્ય સમાચારો પણ છે...