તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની અપેક્સ કાઉન્સિલની 17 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ મિટિંગ થશે. તેમાં IPLથી લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના 2023થી 2031 સુધીમાં ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (FTP) પર ચર્ચા થશે. સાથે જ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે તૈયાર કરવામાં આવેલા બાયો-બબલમાં રણજી ટ્રોફી કરાવવા પર વિચાર થશે.
આ મિટિંગમાં 7 મુદ્દાઓ પર ચર્ચા થશે, જેમાં ઘરેલુ ટૂર્નામેન્ટ સૌથી મહત્ત્વપૂર્ણ છે. BCCIના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, "90% સંભાવના છે કે, રણજી ટ્રોફી ફેબ્રુઆરીમાં થઈ શકે છે. સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટ માટે 6 બાયો-બબલ તૈયાર કરાયા છે. રણજીને પણ તેમાં જ કરાવવામાં આવી શકે છે. તે માટે 5 ગ્રુપમાં 6-6 ટીમો અને એક ગ્રુપમાં 8 ટીમો હશે."
IPL માટે મોટી વિંડોની માંગ કરી શકે છે
IPL 2022થી 10 ટીમો સાથે રમવાની છે. આવી સ્થિતિમાં, આ લીગ ખૂબ લાંબી ચાલી શકે છે. આ કારણોસર, બોર્ડ તેની બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના FTP પર પણ ચર્ચા કરશે. ઉપરાંત, ICC પાસેથી લીગ માટે મોટી વિંડોની માંગ કરી શકે છે.
IPL માટે BCCI વિદેશી ખેલાડીઓને વધુ સારી ડીલ આપી શકે છે
IPLમાં ઓછામાં ઓછા બે મહિનાના વિંડોની જરૂર પડશે. આવી સ્થિતિમાં BCCI ટી -20 અને ટેસ્ટ ક્રિકેટની સરખામણીએ ઓછી વનડે સિરીઝ રમી શકે છે. એવી ટીકાઓ થઈ ચૂકી છે કે વનડે ક્રિકેટ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. ઉપરાંત, IPLમાં રમવા માટે, બોર્ડવિદેશી ખેલાડીઓ અને અન્ય ક્રિકેટ બોર્ડને વધુ સારી ડીલ આપી શકે છે.
T-20 વર્લ્ડ કપના કરવેરાના વિવાદને હલ કરવાનો પ્રયાસ
ભારત આ વર્ષે ટી -20 વર્લ્ડ કપનું પણ આયોજન કરશે. આ અંગે ICCએ BCCIને ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટ મેળવવા જણાવ્યું હતું. જ્યારે કે કેન્દ્ર સરકાર આવી છૂટ આપતી નથી. અગાઉ પણ આપવામાં આવી નહોતી. આ વિવાદ બંને વચ્ચે ચાલી રહ્યો છે. બેઠકમાં આ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે. BCCIને જો કેન્દ્ર પાસેથી છૂટ ન મળે તો ICCને કહેશે કે, તેને મળનાર રાશિમાંથી ટેક્સની રકમ કાપી લે.
NCA પ્રોજેક્ટની ચર્ચા અને બિહાર ક્રિકેટ અંગેના નિર્ણય
બેંગલુરુમાં બની રહેલી નવી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના કાર્ય અને સંબંધિત પ્રગતિ અંગે NCA સાથે ચર્ચા કરવામાં આવશે. તેમજ મુંબઈના BCCI મુખ્યાલયમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. તે જ સમયે, બિહાર ક્રિકેટ એસોસિએશનમાં ચાલી રહેલી સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. તમામ રાજ્યોની ટીમોમાં નિષ્પક્ષ અને પારદર્શક પસંદગી માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી શકે છે.
બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે:
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.