તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Did Not Train, Did Not Eat, Played Directly Against RCB Without Being Selected For The Tour Of Australia

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યકુમાર યાદવે કહ્યું...:ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી ન થતાં ટ્રેનિંગ ન કરી, જમ્યો નહીં, સીધો RCB સામે મેચ રમ્યો

નવી દિલ્હી5 દિવસ પહેલા
સૂર્યકુમાર યાદવે કહ્યું, RCB સામેની મેચ પછી હું અને કોહલી એક મિત્રની જેમ મળ્યા. -ફાઇલ ફોટો

મુંબઈ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે IPLની 13મી સીઝનની 48મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી સાથે થયેલા વિવાદ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. યુ-ટ્યૂબ ચેનલ સ્પોર્ટ્સ તક સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે મેચની ખબર ન પડી, પરંતુ મેચ પછી હું અને કોહલી એક મિત્રની જેમ મળ્યા.

સૂર્યકુમારે કહ્યું હતું, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સ્થાન ન મળતાં તે નિરાશ થયો હતો અને તેણે એ દિવસે ટ્રેનિંગ કરી નહોતી. તે સીધો બેંગલોર સામે મેચ રમવા ઊતર્યો હતો.

મેચ પછી મિત્રોની જેમ મળ્યા
સૂર્યકુમારે કહ્યું હતું કે મેચ પછી બધું એકદમ નોર્મલ હતું. કોહલીએ મારી પાસે આવીને મારાં વખાણ કરતાં કહ્યું, વેલ પ્લેડ. નોર્મલી તમે જે રીતે મિત્રને મળો છો કોહલી એ રીતે જ મળ્યો હતો.

આ પણ વાંચો: રોહિતે મૌન તોડ્યું:હિટમેને કહ્યું- હું બેક ટૂ બેક મેચોના કારણે વનડે અને T-20 ટીમનો ભાગ નથી, મારુ ફોકસ ટેસ્ટ પર

આ પણ વાંચો: ભાસ્કર એક્સપ્લેનર:ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને કેમ આવી ગઈ, ફાઇનલમાં પહોંચવા હવે શું કરવું પડશે?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી ન થતાં નિરાશ થયેલો
સૂર્યકુમારે વધુમાં કહ્યું હતું, મને આશા હતી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે મારું સિલેક્શન થશે. જ્યારે ટીમ સિલેક્શનના સમાચાર મળ્યા ત્યારે હું ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મારું સિલેક્શન નથી થયું એ જાણીને હું નિરાશ થઇ ગયો હતો. ટ્રેનિંગ પૂરી ન કરી શક્યો અને એ રાત્રે હું જમ્યો પણ નહીં. મેં કોઈની સાથે વાત પણ નહોતી કરી.

RCB સામે દબાણમાં બેટિંગ કરી
સૂર્યકુમારે કહ્યું, હું ઘણો દબાણમાં હતો, પણ કહેવાય છે ને, ધ શો મસ્ટ ગો ઓન અને એ પછીના દિવસે સીધો બેંગલોર સામે રમવા ઊતર્યો હતો. RCB સામે જેટલો પણ સમય બેટિંગ કરી, દબાણમાં રહ્યો, પરંતુ એ સાથે જ મેં મારી ઇનિંગ્સને ઘણી એન્જોય કરી.

2 હજાર રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ પ્લેયર
સૂર્યકુમાર યાદવ IPLમાં 2 હજાર રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી છે. મુંબઈ તરફથી રમતાં તેણે છેલ્લી ત્રણેય સીઝનમાં સતત 400થી વધુ રન બનાવ્યા છે. તેણે છેલ્લી 3 સીઝનમાં 46 મેચમાં 37ની એવરેજથી 1,416 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો