તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોનીએ રમવું પડશે:ધોની IPL માં હજુ 2 વર્ષ રમશે, તેને હજુ લાંબુ ક્રિકેટ રમવાનું છે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોની ટીમનો ‘ડાયમન્ડ પ્લેયર’ છે અને શાનદાર ફિનિશર છેઃ વિશ્વનાથન

મહેન્દ્રસિંહ ધોનીએ ગત 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારે તેના IPL માંથી પણ નિવૃત્તિને લઇને સમાચાર વાયુ વેગે ફેલાઇ રહ્યા હતા. જેને પગલે આજે આઈપીએલની ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સના CEO વિશ્વનાથને કહ્યું હતું કે ધોની હજુ 2 વર્ષ IPL માં રમતો રહેશે. તે સંપૂર્ણ ફીટ છે. મહત્વનું છે કે 7 જુલાઇના રોજ ધોની એ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો છે.

જોકે, આ વાત ધોની પણ કહી ચૂક્યો છે. IPL 2020ની એક મેચમાં ટોસ દરમિયાન કોમેન્ટેટર ડેની મૉરિસને ધોનીને પૂછ્યું હતું કે આ તમારી યલો જર્સીમાં છેલ્લી મેચ છે. જેના જવાબમાં ધોનીએ તરત વળતો જવાબ આપ્યો હતો કે બિલકુલ નહીં. ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની ધોનીએ 2008થી ચેન્નઈ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યા છે.

તેમની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ ટીમે સૌથી વધુ 8 વાર ફાઇનલ રમી અને તેમાંથી 3 વાર (2010, 2011, 2018) ટ્રોફી પણ જીતી છે. વિશ્વનાથનના નિવેદનથી સામે આવ્યું હતું કે CSK ધોનીને આગામી મેગા ઓક્શન પહેલા રિટેન કરશે.

ધોની પાસે ક્રિકેટ ન રમવાનું કોઇ કારણ જ નથીઃ વિશ્વનાથન
એક ખાનગી વેબસાઇટ સાથે વાતચીત કરતા ચેન્નઈ ટીમના CEO વિશ્વનાથને કહ્યું હતું કે, ધોની અત્યારે ચેન્નઈ ટીમ માટે વધુ એક અથવા બે વર્ષ રમી શકે છે. તે સંપૂર્ણ ફિટ છે. તેમની પાસે ક્રિકેટ ન રમવાનું કોઇ કારણ જ નથી. તે ટીમ માટે જે પણ કરી રહ્યા છે, અમે એમા ખુશ છીએ. અમે અનુભવી શકીએ છીએ કે તે શાનદાર છે અને એક ‘ડાયમન્ટ પ્લેયર’ છે. ધોની પહેલેથી એક શાનદાર ફિનિશર છે.

અન્ય સમાચારો પણ છે...