તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેપ્ટન કૂલ ઓન હોલિડે:ધોનીએ વોલીબોલમાં હાથ અજમાવ્યો, હેલિકોપ્ટર શોટ કરતાં પણ પાવરફુલ સ્મેશ મારી; આની પહેલાં સ્નૂકર અને ફૂટબોલની મજા માણી હતી

એક મહિનો પહેલા
  • મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં સિક્સર મારી, બોલ શોધવા પણ જવું પડ્યું

19 સપ્ટેમ્બરના રોજ શરૂ થનાર IPLના ફેઝ-2 પહેલા ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અત્યારે UAEમાં છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા ધોનીએ નેટ્સમાં આક્રમક બેટિંગ પ્રેક્ટિસ કરી હતી, તેવામાં હવે નેટ સેશન્સમાંથી થોડો બ્રેક લઈને કેપ્ટન કૂલ ધોની ટીમ મેમ્બર્સ સાથે વોલીબોલ રમતા નજરે પડ્યા હતા. આની પહેલા પણ તે સ્નૂકર અને પ્રેક્ટિસ સેશનમાં ફુટબોલ રમતા નજરે પડ્યા હતા.

CSKએ ધોનીનો વોલીબોલ રમતો વીડિયો શેર કર્યો
ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની વોલીબોલ રમતો નજરે પડી રહ્યો છે. ત્યારે ગેમ દરમિયાન ધોનીએ હેલિકોપ્ટર શોટથી પણ પાવરફુલ સ્મેશ મારી હતી. CSKએ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે 'હોલિડે ક્રોસ માર્ક', જેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે કેપ્ટન કૂલ અત્યારે નેટ પ્રેક્ટિસથી થોડો બ્રેક લઇને UAEમાં સમય પસાર કરી રહ્યા છે.

ઋતુરાજ ગાયકવાડે ધોનીની સ્મેશને ડિફેન્ડ કરી
ધોનીની આક્રમક સ્મેશને ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે ડિફેન્ડ કરી હતી. ઉલ્લેખનીય છે કે 41 વર્ષના હોવા છતા ધોનીને આક્રમક રીતે વોલીબોલ રમતા જોતા તેની ફિટનેસનો અંદાજો લગાવી શકાય છે.

ધોનીએ નેટ્સમાં સિક્સર ફટકારી
CSKએ 24 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો જેમાં ધોનીએ નેટ્સમાં બેક ટુ બેક 5 છગ્ગા માર્યા હતા. ફેન્સને ધોનીનો આ આક્રમક અંદાજ પસંદ આવ્યો હતો. જોકે પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોનીને સિક્સ માર્યા પછી બોલને મેદાન બહાર ઝાડીઓમાં શોધવા જવું પડ્યું હતું. ધોનીએ એટલી દૂર સિક્સર્સ મારી હતી કે તેની સાથે અન્ય ખેલાડીઓએ પણ બોલ શોધવા માટે જવું પડ્યું હતું. આ વીડિયોમાં ધોની એવુ કહી રહ્યો હતો કે મેં પણ 4 બોલ કહ્યું હતું પરંતુ 4ના સ્થાને 14 રમ્યો હતો.

ધોની સ્નૂકર રમતો પણ નજરે પડ્યો હતો

IPL-14ના પોઇન્ટ્સ ટેબલમાં CSK નંબર-2
અત્યારે IPL-14ના પોઇન્ટ્સ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ પહેલા સ્થાને છે. DCએ અત્યાર સુધી કુલ 8માથી 6 મેચ જીતી છે. જ્યારે બીજા ક્રમાંક પર ધોનીની ટીમ CSK તથા ત્રીજા નંબરે વિરાટ કોહલીની RCB છે. કેપ્ટન કૂલ ધોની અને વિરાટની ટીમે અત્યારસુધી કુલ 7માથી 5 મેચ જીતી છે.

M.S.ધોનીએ 3 વાર CSKને ટાઇટલ જીતાડ્યું
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે 3 વાર IPL ટાઇટલ જીત્યું છે. પરંતુ ગત વર્ષે CSKનું પ્રદર્શન સારુ રહ્યું નહતું અને તે 14માથી માત્ર 6 મેચ જ જીતી શકી હતી. IPL-13મા ધોનીની ટીમ 7મા ક્રમાંક પર રહી હતી. તેવામાં ધોની IPL-14ની સીઝન જીતીને પોતાના ફેન્સને યાદગાર ગિફ્ટ આપવા માગશે.

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાથી સંન્યાસ લીધો હતો. તેણે કુલ 350 વનડે, 98 T-20 અને 90 ટેસ્ટ મેચ રમી છે, જેમાં કુલ 17 હજાર 266 રન કર્યા છે. આ દરમિયાન ધોનીએ 108 અર્ધસદી અને 16 સદી ફટકારી છે. તેની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમે 3 ICC ટ્રોફી પણ જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...