તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કે.એલ. રાહુલે ઇન્ટરવ્યૂમાં કહ્યું:ધોની શ્રેષ્ઠ સુકાની છે, તેના માટે હું હસતા-હસતા બંદૂકની ગોળી ખાઇ શકું છું: રાહુલ

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોની પાસે કૂલ માઇન્ડ સાથે ગેમ રમવાની કળા છે
  • લોકેશ રાહુલે ધોની બાદ વિરાટ કોહલીના પણ વખાણ કર્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર્યા પછી વિરાટ કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર લોકેશ રાહુલે ટીમના સુકાની મુદ્દે મહત્ત્વપૂર્ણ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે મારો ફેવરિટ સુકાની મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની પાસેથી કૂલ માઇન્ડ સેટ સાથે ગેમ રમવાની કળા શીખવી જોઇએ. તેણે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં મહેન્દ્ર સિંહ ધોની અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ધોની એક એવા સુકાની હતા કે એમના માટે ટીમનો કોઇપણ ખેલાડી હસતા-હસતા બંદૂકની ગોળી પણ ખાઈ શકે છે. ધોનીથી મેં ઉતાર-ચઢાવના સમયગાળામાં કેવી રીતે વિનમ્ર રહેવું તે શીખ્યું છે. તે જેવી રીતે બધુ પોતાના કંટ્રોલમાં રાખતા હતા એ પ્રશંસનીય હતું.

લોકેશ રાહુલે વધુમાં જણાવ્યું હતું કે અમે બધાએ એમની કેપ્ટનશિપમાં મેચ રમી છે અને ઘણી ટ્રોફી પણ જીતી છે. ટીમના પ્રત્યેક ખેલાડી ધોનીને આદર સન્માન આપે છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઇને લોકેશ રાહુલે કહ્યું કે તે એક અલગ ટાઇપના સુકાની છે. વિરાટ કોહલી એક ખેલાડી રૂપે ઘણા ઉત્સાહી છે. તે 200ની સ્પીડે કામ શરૂ કરે છે ત્યારે સામાન્ય ખેલાડી માટે 100ની સ્પીડ પકડવી જ સંભવ હોય છે. એમની પાસે 10 ખેલાડીઓને સાથે લઇને ચાલવાની સ્કીલ છે.

અન્ય સમાચારો પણ છે...