ભાસ્કર એનાલિસિસ:ધોનીને યુવાઓ પર ભરોસો હતો, વિરાટ કોહલી સફળ, પણ કોઇને સેટ થવા ન દીધા

મુંબઈએક મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • ટીમ ઇન્ડિયાની કોહલી પહેલા, કોહલી સમયે, કોહલી પછી સુકાનીની તુલના

ભારતીય ક્રિકેટમાં છેલ્લા 15 વર્ષમાં સુકાનીમાં વધારે બદલાવ કરવા નથી પડ્યા. 2007માં રાહુલ દ્રવિડે સુકાનીપદ છોડ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીને વન-ડેમાં કમાન મળી. ટી20માં પહેલા જ તેને સુકાની બનાવી દેવામાં આવ્યો હતો. સિનિયર ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપમાં રમવાની ના પાડી દીધી હતી. ત્યારે ધોનીની આગેવાનીમાં યુવા ટીમ વિજેતા બની હતી.

તે 2008માં અનિલ કુંબલેની નિવૃત્તિ બાદ ટેસ્ટમાં નિયમિત સુકાની બની ગયો. ત્યારબાદ ભારતીય ટીમ ટેસ્ટમાં વિશ્વની નંબર એક ટીમ બની ગઇ. ટીમે 2011માં 28 વર્ષ બાદ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. 2014ના અંતમાં કોહલીને ટેસ્ટ અને 2017ની શરૂઆતમાં વન-ડે અને ટી20માં સુકાનીપદ મળ્યું. પણ બંનેની કેપ્ટનશિપમાં ઘણો ફરક જોવા મળ્યો છે.

ધોનીનો વર્લ્ડ કપ જીતવાનું એક જ લક્ષ્ય હતું, તેના માટે તેણે સખત નિર્ણયો લીધા
ધોની આત્મવિશ્વાસથી ભરેલો સુકાની હતો. તે ખેલાડીઓને પૂરી તક આપવામાં વિશ્વાસ રાખતો હતો. તે ઇચ્છતો હતો કે 2011 વર્લ્ડ કપમાં જતા પહેલા ખેલાડીઓને 60-80 મેચ મળે. તેની પાસે સચિન, યુવરાજ, સહેવાગ, ઝહીર અને હરભજન જેવા અનુભવી અને સિનિયર ખેલાડીઓ હતા. તેણે યુવા કોહલી, રોહિતને પણ તક આપી.

અંતમાં માત્ર કોહલી વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવી શક્યો. ટેસ્ટમાં લક્ષ્મણ અને દ્રવિડ જેવા સિનિયર પણ હતા. રોહિત-કોહલી સહિત ધોની પાસે રૈના, પઠાણ ભાઇઓ, શ્રીસંત જેવા યુવા ખેલાડીઓ છે. ધોનીએ સિનિયર ખેલાડીઓના અહમની સાથે યુવાનોને પણ સંભાળ્યા. તે નિષ્ફળ થવા છતાં યુવાનો પર ભરોષો દેખાડતો હતો. તેણે આજ કારણથી સખત નિર્ણય લેતા ગાંગુલી અને દ્રવિડ જેવા નામ વન-ડે ટીમમાંથી બહાર કરી દીધા. તેનો લક્ષ્ય માત્ર વર્લ્ડ કપ જીતવાનો હતો. પણ ત્યારબાદ ટીમનું પ્રદર્શન ખરાબ થતું ગયું.

સિનિયર ખેલાડીઓની ઉંમર થવા લાગી. 2013માં ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, પણ ત્યારબાદ કોઇ મોટી ટ્રોફી જીતી શક્યા નહીં. ધોનીની સૌથી મોટી તકલીફ એ હતી કે સિનિયર ખેલાડીઓની કારકિર્દી લગભગ એક સાથે પૂરી થઇ રહી હતી. તે સમયે કોહલી ટીમમાં સૌથી મુખ્ય ખેલાડી હતો. કોહલીનો ગ્રાફ સતત વધી રહ્યો હતો અને ટેસ્ટમાં ટીમ ખાસ પ્રદર્શન કરી રહી ન હતી. 2014ના અંતમાં ધોનીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઇ લીધી.

કોહલીએ ફાસ્ટ બોલિંગ અટેક તૈયાર કર્યા, પણ ધીરે-ધીરે ટીમથી દૂર થતો ગયો
​​​​​​​2014-15માં ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે કોહલીને ટેસ્ટમાં સુકાનીપદ મળ્યું. તેના વિચાર ધોનીથી અલગ હતા. તે આક્રમકતામાં વિશ્વાસ રાખતો હતો અને ટીમમાં ફાસ્ટ બોલરોને લઇને આવ્યો. તેને સફળતા મળી, પણ ધીરે ધીરે કોહલી બાકીની ટીમથી થોડો અલગ થઇ ગયો.

2017માં તેણે વન-ડે અને ટી20ની કમાન પણ મળી. તે બેટિંગમાં સારૂ પ્રદર્શન કરતો રહ્યો. કોહલીએ કોઇને ટીમમાં સેટ થવાની તક આપી નહીં. 2019 વર્લ્ડ કપથી પહેલા ઘણા બેટ્સમેનો નંબર-4 પર આવ્યા. પણ કોઇને પૂરી તક આપવામાં આવી નહીં. તેને ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલેથી પણ તકલીફ હતી. કોહલીની કેપ્ટનશિપની રીત પણ ટી20ની માગને પૂરી કરી ન શકી. બીજી તરફ રોહિત સતત આઈપીએલ જીતવાથી તેના પર દબાણ વધતું ગયું.

ટેસ્ટમાં પણ ભારતીય ટીમ દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતવાની ઘણી તક ગુમાવી દીધી. કારણ કે મહત્ત્વપૂર્ણ સમયે મુખ્ય ખેલાડીઓને બહાર કરી દીધા. ટીમને ઓસ્ટ્રેલિયામાં બે વાર સફળતા મળી. પહેલીવાર જ્યારે તેના મુખ્ય ખેલાડીઓ ન હતા, ફરીવાર જ્યારે કોહલી સુકાની ન હતો. અન્ય સુકાનીઓ વાતચીત કરવામાં ભરોસો રાખતા હતા. પણ કોહલી સાથે એવું ન હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં બહુ ઓછીવાર એક જ લાઇન-અપ રાખતો હતો.

રહાણે-રોહિતની સુકાનીમાં ખેલાડીઓ રિલેક્સ મહેસૂસ કરતા
​​​​​​​કોહલીની સુકાનીમાં એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થયા બાદ પણ ભારતે રહાણેની કેપ્ટનશિપમાં સિરીઝ પોતાના નામે કરી. આ પ્રવાસમાં અંતિમ મેચ સુધી ઘણા મુખ્ય ખેલાડીઓ બહાર થઇ ગયા. રોહિતની સુકાનીમાં ટીમ 2018 એશિયા કપ અને નિદાહાસ ટ્રોફી જીતી. તેની પાસે પૂરી સ્ટ્રેન્થમાં ટીમ ન હતી. તેમ છતાં યુવાનો પર દબાળ આવવા ન દીધું. રોહિત-રહાણેએ બતાવ્યું કે કેવી રીતે સફળતા મેળવી શકાય છે. ભારતે ત્રણેય ફોર્મેટમાં વર્લ્ડ ક્રિકેટમાં રાજ કરવા માટે હજુ લાંબી રાહ જોવી પડશે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...