• Gujarati News
  • Sports
  • Cricket
  • Dhoni Had A Candle light Dinner With Wife Witness, Mahino Gentle Man Look Viral In Pink City; Daughter Ziva Learned To Dance

જયપુરમાં ધોની રોમેન્ટિક થયો:પત્ની સાક્ષી સાથે કેન્ડલ-લાઈટ ડિનર કર્યું, પિંક સિટીમાં માહીનો જેન્ટલ મેન લૂક વાઈરલ; દીકરી ઝીવાએ ડાન્સ શીખ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલના દીકરાના વેડિંગ ફંકશનમાં પૂર્વ ઈન્ડિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન ધોની અને પત્ની સાક્ષી રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનર કરતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ફંકશનમાં બોલિવૂડ કલાકારો સાથે રાજકારણીઓએ પણ ખૂબ જ મજા માણી હતી. આ દરમિયાન સલમાન ખાન હોલિવૂડ એક્ટ્રેસ સામંથા સાથે જોવા મળ્યો હતો.

રવિવારે જયપુરના રામબાગ પેલેસ ખાતેથી પ્રફુલ પટેલના પુત્રની જાન નીકળી હતી. જેમાં મહેન્દ્ર સિંહ ધોની જેન્ટલ મેન લૂકમાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ વેડિંગ ફંકશનમાં પત્ની સાક્ષી અને ધોનીની જોડી બોલિવૂડ કપલને પણ ઝાંખા કરે તેવી લાગી રહી હતી. જેની તસવીરો સાક્ષીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરતા ફેન્સ પણ ધોનીના વખાણ કરવા લાગ્યા હતા.

આ દરમિયાન, રાજકારણીઓ અને બિઝનેસ ટાયકૂન્સે બોલિવૂડ કલાકારો સાથે બેન્ડની ધૂન પર જોરદાર ડાન્સ કર્યો હતો. તે જ સમયે, મહેમાનોએ પિંક સિટીની ઠંડીથી બચવા માટે બોનફાયરનો પણ આશરો લીધો હતો. આ ઉપરાંત સલમાન ખાન, સામંથા, રાજનેતા શાઇના એનસી અને શિલ્પા શેટ્ટી લગ્નમાં સાથે જોવા મળ્યા હતા.

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે કેન્ડલ લાઈટ ડિનર કર્યું
ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે કેન્ડલ લાઈટ ડિનર કર્યું
ડિનર દરમિયાન સાક્ષીને પણ ધોનીનો લૂક પસંદ આવ્યો હતો. બંને કપલ વેડિંગ ફંકશનમાં રોમેન્ટિક થયા હતા.
ડિનર દરમિયાન સાક્ષીને પણ ધોનીનો લૂક પસંદ આવ્યો હતો. બંને કપલ વેડિંગ ફંકશનમાં રોમેન્ટિક થયા હતા.
ફંકશનમાં ધોનીની દીકરી ઝીવાએ પણ ડાન્સ કર્યો હતો. જેની સ્ટોરી સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
ફંકશનમાં ધોનીની દીકરી ઝીવાએ પણ ડાન્સ કર્યો હતો. જેની સ્ટોરી સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
ફંકશન દરમિયાન ક્રિકેટ જગતના ફેમસ કપલે રોમેન્ટિક પોઝ આપ્યો હતો
ફંકશન દરમિયાન ક્રિકેટ જગતના ફેમસ કપલે રોમેન્ટિક પોઝ આપ્યો હતો
અન્ય સમાચારો પણ છે...