તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Dhoni & Ganguly| Former Selector's Revelation About Captain Kool, Ganguly Had To Be Persuaded For 10 Days To Give Dhoni A Chance

કિરણ મોરેનો ઘટસ્ફોટ:ધોનીને તક આપવા માટે ગાંગુલીને 10 દિવસ સુધી મનાવવો પડ્યો હતો; દીપદાસ ગુપ્તા પ્રથમ પસંદ હતો

22 દિવસ પહેલા
ગાંગુલીએ પોતાની અંતિમ ટેસ્ટ મેચ 2008માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિદર્ભમાં રમી હતી. જેમાં ધોની ટીમનો કેપ્ટન હતો.

મહેન્દ્ર સિંહે ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન અને વિકેટ કીપર છે. ધોનીની ટીમે ઈન્ડિયાની જર્સીમાં પ્રદર્શન દાખવ્યા પહેલા હોમ ક્રિકેટમાં પણ સારુ પ્રદર્શન દાખવ્યું હતું. તેમ છતાં ધોનીને ટીમમાં સિલેક્ટ થવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. એ સમયે દીપ દાસગુપ્તા, અજય રાત્રા, પાર્થિવ પટેલ અને દિનેશ કાર્તિક જેવા વિકેટ કીપરો પણ કતારમાં ઊભા હતા. જોકે આમાંથી કોઈપણ ટીમમાં પ્રવેશ મેળવવા માટે સફળ રહ્યું નહતું, કારણ કે ધોનીએ સતત પોતાના પ્રદર્શનથી ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

ધોનીની ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરવાની સમગ્ર ઘટના પણ ઘણી રસપ્રદ રહી હતી. પૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરેએ દાવો કર્યો હતો કે ભારતીય ટીમને એ સમયે એક સારા બેટ્સમેનની સાથે વિકેટ કીપરની પણ જરૂર હતી. તેથી સિલેક્ટર્સે ધોનીને પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ તે સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી આ નિર્ણયથી સંતુષ્ટ નહોતો. જેના કારણે ધોનીને પ્લેઇંગ-11માં સ્થાન આપવા માટે સિલેક્ટરોએ ગાંગુલીને મનાવવા માટે 10 દિવસ સુધી મહેનત કરવી પડી હતી.

2008 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ગાંગુલી અને ધોની મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.
2008 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ગાંગુલી અને ધોની મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

રાહુલ દ્રવિડની જવાબદારી ઉઠાવવા કોણ સમર્થ?
એ સમયે ભારતીય ટીમને રાહુલ દ્રવિડની જવાબદારી સંભાળવા માટે કોણ સમર્થ હશે એ સૌથી મોટો પ્રશ્ન સામે આવ્યો હતો. ધોનીની પસંદગીથી સિલેક્ટરોના મત મજુબ રાહુલ દ્રવિડનું સ્થાન પુરાઇ ગયું હતું. આ સમયે રાહુલ દ્રવિડ વિકેટ કીપર તરીકે ભારતીય ટીમમાં પ્રદર્શન દાખવતો હતો.

કિરણ મોરેએ જણાવ્યું હતું કે તે સમયે ભારતીય ટીમમાં એક પાવર હિટરની આવશ્યકતા હતી. જે 6-7 નંબર પર બેટિંગ કરીને ફાસ્ટેસ્ટ 50 અથવા 40 રન તો બનાવી જ શકે. તે સમયે રાહુલ દ્રવિડ કિપિંગ કરી રહ્યા હતા અને 75 મેચ વિકેટ કીપર તરીકે રમી પણ ચૂક્યા હતા.

દીપ દાસ ગુપ્તાએ 5 વન-ડેમાં 17ની સરેરાશથી 51 રન બનાવ્યા હતા. વળી, 8 ટેસ્ટ મેચમાં 28.66ની સરેરાશથી 344 રન બનાવ્યા હતા.
દીપ દાસ ગુપ્તાએ 5 વન-ડેમાં 17ની સરેરાશથી 51 રન બનાવ્યા હતા. વળી, 8 ટેસ્ટ મેચમાં 28.66ની સરેરાશથી 344 રન બનાવ્યા હતા.

કિરણ મોરેએ દિલીપ ટ્રોફીની ફાઈનલનો કિસ્સો યાદ કર્યો
કિરણ મોરેએ જણાવ્યું હતું કે 2004 દિલીપ ટ્રોફીની ફાઈનલમાં એક વિકેટ કીપર તરીકે હું ધોનીને મેચમાં તક આપવા માગતો હતો. આ અંગે સૌરવ ગાંગુલી અને દીપ દાસ ગુપ્તા સાથે પણ મારે શાબ્દિક યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારપછી મારે સૌરવ ગાંગુલી અને પસંદગીકારોને ફાઈનલમાં દીપદાસ ગુપ્તાના સ્થાને ધોનીને તક આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કિરણ મોરેને સમજાવવા માટે 10 દિવસ લાગ્યા હતા.

ધોનીએ તકનો લાભ ઉઠાવ્યો
તમને જણાવી દઇએ કે ફાઈનલ મેચ નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે યોજાયો હતો. ધોની, સૌરવ ગાંગુલી અને દીપદાસ ગુપ્તા ઇસ્ટ ઝોનની ટીમનો ભાગ હતો. આ મેચની પ્રથમ ઈનિંગમાં ધોનીએ 21 રન અને બીજી ઈનિંગમાં 47 બોલમાં 60 રન બનાવ્યા હતા.

કિરણ મોરેએ વધુમાં જણાવ્યું હતું કે ધોનીએ નોર્થ ઝોનના તમામ બોલર્સ વિરૂદ્ધ રન બનાવ્યા હતા, જેમાં આશીષ નહેરા પણ સામેલ હતા. ત્યારપછી અમે ધોનીને ટીમ ઈન્ડિયા-Aની ટીમમાં સામેલ કરીને કેન્યા મોકલ્યો હતો. ત્યાં એ સીરીઝમાં ધોનીએ 600 રન બનાવ્યા હતા અને પરત ફરીને જોયું નહોતું.

અન્ય સમાચારો પણ છે...