તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Dhawan Will Complete 600 Fours This Time, Becoming The First Player To Do So; It Is Difficult For Warner And Kohli To Equalize This Season

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL રેકોર્ડ્સ:ધવન આ વખતે 600 ફોર પૂરી કરશે, આવું કરનાર પ્રથમ પ્લેયર બનશે; વોર્નર અને કોહલી માટે આ સીઝનમાં તેની બરાબરી કરવી મુશ્કેલ

મુંબઈએક મહિનો પહેલા
  • ધવને છેલ્લી બંને સીઝનમાં 60+ ફોર મારી છે, 2019માં 64 અને 2020માં 67 ચોક્કા ફટકાર્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલથી થશે. ફાઇનલ 30 મેના રોજ રમાશે. આ વખતે દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન પાસે 600 ફોર પૂરી કરવાની તક છે. તે આ સિદ્ધિથી માત્ર 9 બાઉન્ડરી દૂર છે. ધવન આ સિદ્ધિ મેળવનાર IPL ઇતિહાસનો પ્રથમ પ્લેયર બનશે.

બીજા નંબરે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર અને ત્રીજા નંબરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન વોર્નરે અત્યારસુધી ટૂર્નામેન્ટમાં 510 ફોર મારી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કપ્તાન કોહલીએ 503 ફોર ફટકારી છે.

કોહલી ગઈ 2 સીઝનમાં થઈને કુલ 90 ફોર પણ મારી શક્યો નથી
કોહલી અને ધવન બંને 600 ફોરથી ઘણા દૂર છે. એવામાં તેમના માટે આ સીઝનમાં ધવનની બરાબરી કરવી અઘરી રહેશે. વોર્નરે ગઈ સીઝનમાં 52 અને 2019માં 57 ફોર મારી હતી. કોહલીએ ગઈ સીઝનમાં 23 અને 2019માં 46 ચોક્કા ફટકાર્યા હતા. તે છેલ્લી 2 સીઝનમાં મળીને કુલ 90 ચોક્કા પણ મારી શક્યો નથી.

ધવન 5 હજાર રન બનાવનાર પાંચમો ખેલાડી
IPLમાં અત્યારસુધીમાં 5 ખેલાડી જ 5 હજારથી વધુ રન બનાવી શક્યા છે. કોહલી ટોપ પર છે. તેણે 192 મેચમાં 38.16ની એવરેજથી 5878 રન બનાવ્યા છે, જ્યારે ધવને 176 મેચમાં 34.41ની એવરેજથી 5197 રન કર્યા છે.

ધવને છેલ્લી બંને સીઝનમાં 60+ ફોર મારી
ધવને IPLની છેલ્લી બંને સીઝનમાં 60+ ફોર મારી છે. તેણે 2020માં પોતાના IPL કરિયરના સૌથી 67 ચોક્કા માર્યા હતા. આ પહેલાં 2019માં 64 ફોર મારી હતી.

ધવન 100+ સિક્સ મારનાર પ્લેયર્સની લિસ્ટમાં સામેલ
ટૂર્નામેન્ટમાં અત્યારસુધીમાં 22 ખેલાડી જ 100થી વધુ સિક્સ મારી શક્યા છે, એમાં ધવનનું નામ પણ સામેલ છે. દિલ્હી કેપિટલ્સના ઓપનરે અત્યારસુધી 108 સિક્સ મારી છે. તે આ સૂચિમાં 18મા ક્રમે છે. IPLમાં 349 સિક્સ સાથે ક્રિસ ગેલ ટોપ પર છે.

8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમાશે
14મી સીઝનમાં તમામ 8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમશે. તમામ મુકાબલા 6 શહેર- અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં રમાશે. ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ટૂર્નામેન્ટ હોવા છતાં ટીમો પોતાના હોમગ્રાઉન્ડમાં નહીં રમે, એટલે કે કોલકાતાની મેચ કોલકાતામાં અને મુંબઈની મેચ મુંબઈમાં નહીં રમાય.

મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સ છે. તેઓ 2010, 2011 અને 2018 એમ કુલ ત્રણવાર ખિતાબ જીત્યા છે તેમજ સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ટીમ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહી હતી.

કોલકાતા અને હૈદરાબાદ 2-2 વાર ચેમ્પિયન બન્યું છે. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાને એકવાર 2008માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંજાબ, દિલ્હી અને બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બનવામાં સફળ થઈ નથી. ગઈ સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વાર કપ ઉપાડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો