તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધવન કરી શકે ધમાલ:ધવન ટીમ ઇન્ડિયાનો 25મો વન-ડે કેપ્ટન બની શકે છે

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને વન-ડે અને ટી20 સીરિઝ માટે શ્રીલંકાના પ્રવાસ પર જશે. છેલ્લીવાર ટીમ 2018માં નિદાહાસ ટ્રોફી માટે શ્રીલંકા ગઇ હતી. ટેસ્ટના ખેલાડી ઇંગ્લેન્ડના પ્રવાસે હશે. તેથી ટીમ પાસે બેન્ચના ખેલાડીઓને તક આપવામાં આવશે. અત્યાર સુધી આ પ્રવાસની તારીખ જાહેર નથી થઇ.

પણ સૂત્રોનું માનીએ તો 14 થી 27 જુલાઈ સુધી 3 વન-ડે અને 3 ટી20 મેચ રમાશે. કોહલી-રોહિત ઇંગ્લેન્ડ હોવાના કારણે સૌથી વધુ ચર્ચા સુકાનીને લઇને છે. જેના માટે અય્યર અને શિખર ધવન પ્રબળ દાવેદાર છે. અય્યરને ખંભાની સર્જરી થઇ છે. તેનું ફિટ થવું મુશ્કેલ છે. જેના કારણે ધવનનું સુકાની બનવું નક્કી મનાય છે. તેનાથી પહેલા વન-ડેમાં 24 અને ટી20માં 6 ખેલાડીઓએ ભારતીય ટીમની કમાન સંભાળી છે. ધવનની સાથે ઓપનર પૃથ્વી શૉ, રિતુરાજ, પડીક્કલનો વિકલ્પ છે. ત્રણેય ખેલાડીઓ સ્થાનિક ક્રિકેટમાં અને IPLમાં સારું પ્રદર્શન કર્યું છે.

ઓલરાઉન્ડરની પસંદગી સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે
ટી20 વર્લ્ડકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં છે. જેના કારણે ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્વની રહેશે. હાર્દિક અને કૃણાલ આ પ્રવાસમાં જઇ શકે છે. ઇંગ્લેન્ડ સીરિઝમાં ટીમનો ભાગ રહી ચૂકેલ તેવતિયા પણ દાવેદાર છે. ફાસ્ટ બોલર શિવમ દુબે અને વિજય શંકરનો પણ વિકલ્પ છે. આ જોવું રોચક રહેશે શું પસંદગીકર્તા હાર્દિકની સાથે શંકર અને દુબેને પણ શ્રીલંકા માટે તક આપશે કે નહી તે જોવું રહ્યું.

બોલિંગમાં ડઝનથી પણ વધુ દાવેદાર, ભુવી નેતૃત્વ કરશે
વરુણ ચક્રવર્તી ફિટ હશે તો તે ટી20માં તક મળશે. રાહુલ ચહર અને યુજવેન્દ્ર ચહલ બંને ફોર્મેટમાં રમી શકે છે. કુલદીપનું પણ વન-ડે રમવું નક્કી છે. તેની સાથે જ બિશ્નોઈ પણ સ્થાન મેળવી શકે છે. ભુવનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગની કમાન સંભાળશે. ટી20માં તેની સાથે દીપક ચહર, હર્ષલ અને ખલીલ તો વન-ડેમાં સૈની અને ઉનડકટ હોઇ શકે છે.

રાજસ્થાનના સાકરિયા, કાર્તિક ત્યાગી, ઇશાન પોરેલ પણ દાવેદાર છે. 2018 અંડર 19 વર્લ્ડ કપના હીરો રહેલ નાગરકોટી અને શિવમ માવી સતત ઇજાગ્રસ્ત હોવાના કારણે આ પ્રવાસમાં સમાવેશ થાય તેની શક્યતા ઓછી છે.

વનડે-ટી20 માટે એક જ ટીમ પસંદ થવાની સંભાવના
પસંદગીકર્તા વન-ડે અને ટી20 બંને ફોર્મેટ માટે 20 ખેલાડીઓની જંબો ટીમની પસંદગી કરી શકે છે. કારણ કે બધા ખેલાડીઓ એક સાથે જ શ્રીલંકાના પ્રવાસે જશે અને પરત ફરશે. પ્રવાસ માટે કોચની પસંદગી પણ કરવામાં આવશે. ઇન્ડિયા એ અને અંડર 19 ના સ્ટાફ પારસ, સિતાંશુ કોટક અને અભય શર્મા ટીમની સાથે જઇ શકે છે. પણ તે જોવાનું રહેશે કે શું એનસીએ હેડ રાહુલ ડ્રવિડ પણ ટીમ સાથે જશે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...