સીરીઝ જીત્યા પછી ટીમ ઈન્ડિયાનું સેલિબ્રેશન, VIDEO:ધવને ટીમને પૂછ્યું- આપણે કોણ છીએ? બધાં જ પ્લેયર્સ બૂમો પાડીને બોલ્યાં... ચેમ્પિયન્સ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીડિયોની શરૂઆત કોચ રાહુલ દ્રવિડની સીરીયસ સ્પીચ સાથે થાય છે. જે બાદ નંબર આવે છે ગબ્બર એટલે કે કેપ્ટન શિખર ધવનનો. કેપ્ટન પોતાની સ્પીચ થોડા શબ્દોમાં જ પૂરી કરે છે અને ટીમને કહે છે કે જેવું આપણે પહેલાં જ નક્કી કર્યું હતું કે જીત પછી સેલિબ્રેશન કરીશું.

તેઓ ટીમને બોલાવે છે અને પૂછે છે Who are we અને ટીમ જવાબ આપે છે Champions... BCCIએ ગુરુવારે આ વીડિયો અપલોડ કર્યો છે જેને લોકો ઘણો જ પસંદ કરી રહ્યાં છે.

ભારતે 119 રનથી જીત્યો મુકાબલો
ટીમ ઈન્ડિયાએ આ મુકાબલામાં વેસ્ટઈન્ડિઝને 119 રનના મોટા અંતરથી હરાવી. ભારતે 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા કેરેબિયન ટીમ 137 રન જ બનાવી શકી. ભારત તરફથી ટોપ-3 બેટ્સમેને સ્કોર કર્યાં. જેમાં શુભમન ગિલે 98*, શિખર ધવન 58 અને શ્રેયસ અય્યરના 44 રન સામેલ છે.

વેસ્ટઈન્ડિઝ તરફથી હેડન વોલ્શે બે વિકેટ લીધી, જ્યારે અકીલ હોસેને 1 વિકેટ. બ્રેડન કિંગ અને નિકોલસ પૂરને 42-42 રન બનાવ્યા. ભારત તરફથી ચહલે ચાર વિકેટ લીધી. જ્યારે શાર્દુલ ઠાકુરને બે વિકેટ મળી હતી.

3-0થી વનડે સીરીઝ જીતી
ટીમ ઈન્ડિયાએ સીરીઝ 3-0થી પોતાના નામે કરી. ભારતે વેસ્ટઈન્ડિઝને સતત 12મી વનડે સીરીઝ હરાવી. ટીમે કોઈ એક ટીમને લઈને સૌથી વધુ સીરીઝમાં હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. પાકિસ્તાનની ટીમે ઝિમ્બાબ્વેને સતત 11 વનડે સીરીઝમાં હરાવ્યું છે.

  • પહેલી વનડેઃ 3 રનથી ભારત જીત્યું હતું. શિખર ધવન (97) રન બનાવી જીતનો હીરો બન્યો હતો.
  • બીજી વનડેઃ 2 વિકેટથી ભારતે જીત મેળવી હતી. અક્ષર (64 રન અને 1 વિકેટ) મેન ઓફ ધ મેચ રહ્યો.
  • ત્રીજી વનડેઃ 119થી વેસ્ટઈન્ડિઝને હરાવી. શુભમન ગિલ મેન ઓફ ધ મેચ.
શિખર ધવનનું ટ્રેડમાર્ક સેલિબ્રેશન
શિખર ધવનનું ટ્રેડમાર્ક સેલિબ્રેશન

ઈંગ્લેન્ડને હરાવીને આવી હતી ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાએ આ મહિને જ ઈંગ્લેન્ડની ટીમને વનડેમાં 2-1થી અને ટી-20માં 2-1થી હરાવી હતી. આ પહેલાં ટીમે આયરલેન્ડને ટી-20માં 2-0થી હાર આપી હતી. જ્યારે ઘરઆંગણે સાઉથ આફ્રિકાને પાંચ ટી-20 મેચની સીરીઝ 2-2થી ડ્રો થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...