ધનશ્રી વિરાટની કોચ બની!:કોહલીએ ચહલની પત્ની સાથે ઠૂમકા લગાવ્યા; સો.મીડિયામાં બંનેનો વીડિયો વાઇરલ

2 મહિનો પહેલા

ટીમ ઈન્ડિયાના લેગસ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા એક વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ડાન્સ શીખવતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. IPL ટીમ RCBએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેમાં ધનશ્રી વિરાટ કોહલીને ડાન્સ શીખવતી જોવા મળી રહી છે.

RCBએ શેર કરી બિહાઈન્ડ ધ સીન ક્લિપ
RCBએ તેમના હૂક સ્ટેપ ચેલેન્જનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ચહલની પત્ની ધનશ્રીએ વિરાટ કોહલીને હૂક સ્ટેપ શીખવવામાં મદદ કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. RCBએ આ વીડિયોની બિહાઈન્ડ ધ સીન ક્લિપ શેર કરી છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ધનશ્રીએ વિરાટને આ સ્ટેપ શીખવ્યું.

ધનશ્રી ડાન્સર છે
ધનશ્રી વર્માએ ડાન્સ રિલિટેડ વીડિયો શેર કરવા માટે પોતાની એક યુટ્યૂબ ચેનલ પણ બનાવી છે. આમાં તેને 25 લાખથી વધારે સબ્સક્રાઈબર્સ છે. ધનશ્રી બોલિવૂડ સોન્ગને રિક્રિએટ કરે છે અને આના સિવાય હિપ-હોપની ટ્રેનિંગ પણ આપી છે. ધનશ્રીએ 2014માં ડી વાઈ પાટીલ ડેન્ટલ કોલેજ નવી મુંબઈથી અભ્યાસ કર્યો છે.

ડિસેમ્બર 2020માં ચહલ અને ધનશ્રીના લગ્ન થયા હતા.
ડિસેમ્બર 2020માં ચહલ અને ધનશ્રીના લગ્ન થયા હતા.
અન્ય સમાચારો પણ છે...